SOGએ દોરડા બાંધી ઘટનાસ્થળે લઇ જઈ રી-ક્ધસ્ટ્રક્શન કરાવ્યું
ગુજસીટોકમાં જેલમાંથી કબ્જો લેવાયેલા પેંડા ગેંગના 11 આરોપીના આજે રિમાન્ડ મંગાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના મંગળા રોડ પર અંધાધુંધ ફાયરીંગ કરી પોલીસની આબરૂના લિરા લિરા ઉડાડી દેતી ઘટનામાં પોલીસે વોન્ટેડ ગેંગ લીડર મુરઘા સહીત ત્રણને માલિયાસણ પાસેથી ઝડપી લીધા છે ક્રાઈમ બ્રાંચે માલીયાસણ પાસેથી ઝડપી લઈ વધુ તપાસ અર્થે એસઓજીને કબ્જો સોંપ્યો હતો આજે ઘટનાસ્થળે લઇ જઈ રી-ક્ધસ્ટ્રક્શન કરાવ્યું હતું દોરડા બાંધી મુરઘા સહિતનાને સાચે મુર્ગા બનાવી બે હાથ જોડી માફી મંગાવી હતી બીજી તરફ અગાઉ નોંધાયેલા ગુજસીટોકના ગુનામાં જેલવાસ ભોગવી રહેલા પેંડા ગેંગના 11 આરોપીઓનો જેલમાંથી કબ્જો લઇ આજે રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેમજ મુરઘા ગેંગ સામે પણ ગુજસીટોક હેઠળ ગુનો નોધવા કાર્યવાહી વેગવંતી કરવામાં આવશે.
રાજકોટમાં તા.29 ઓકટોબરની મોડી રાત્રીના મંગળા રોડ પર પેંડા અને મુરઘા ગેંગ વચ્ચે અંધાધુંધ ફાયરીંગના બનાવ બાદ પોલીસ કમીશનર બ્રજેશ ઝાએ જુદી જુદી ટીમોં બનાવી આરોપીઓને તાત્કાલિક પકડી કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી એ ડિવિઝન પોલીસે ફરિયાદી બની હત્યાની કોશિષ, રાયોટીંગ, આર્મ્સ એક્ટ સહિતનો ગુનો નોંધ્યો હતો આ કેસની તપાસ એસઓજીની સોંપવામાં આવી હતી.
- Advertisement -
દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એમ આ ગોંડલીયા, એમ એલ ડામોર, સી એચ જાદવની રાહબરીમાં પીએસઆઈ અનિરૂધ્ધસિંહ પરમાર અને વી વી ડોડીયાની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફને મળેલી બાતમી આધારે ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ મુરઘા ગેંગના ગેંગ લીડર જંગલેશ્વરના સમીર ઉર્ફે મુરઘો યાસીનભાઈ પઠાણ, સોહીલ ઉર્ફે ભાણો સિકંદરભાઈ ચાનીયા અને દેવપરાના શાહનવાઝ ઉર્ફે નવાઝ મુસ્તાકભાઈ ઉર્ફે દુલીયાભાઈ વેતરણની ધરપકડ કરી છે આ કેસની વધુ તપાસ અર્થે એસઓજીને આરોપીઓનો કબ્જો સોંપવામાં આવ્યો હતો દરમિયાન સવારે પીઆઇ એસ એમ જાડેજા અને ટિમ દ્વારા લીડર મુરઘા સહિતના આરોપીને ઘટનાસ્થળે લઇ જઈ દોરડે બાંધી ઘટનાનું રી-ક્ધસ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું મુરઘાને સાચે બે પગે મુર્ગો બનાવી બે હાથ જોડી માફી મંગાવી હતી
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પેંડા ગેંગના 17 આરોપીઓ સામે ગુજસીટોક દાખલ થઇ હોય તે પૈકી બે આરોપી હજુ ફરાર છે જયારે જેલવાસ ભોગવી રહેલા 11 આરોપીઓનો આજે જેલમાંથી કબ્જો લઇ રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે ત્યારે હવે મુરઘા ગેંગ ઉપર પણ ગુજસીટોકની તલવાર લટકતી નજરે પડી રહી છે.
લીડર સહિત ત્રણેય સામે 19 ગુના
ક્રાઇમ બ્રાન્ચે ફાયરિંગ કેસમાં પકડેલા મુરઘા સહીત ત્રણેય આરોપી સામે 19 ગુના નોંધાઈ ચુક્યા છે ગેંગ લીડર સમીર ઉર્ફે મુરઘા સામે રાજકોટના ભક્તિનગર, બી ડિવિઝન, તાલુકા અને ડીસીબીમાં હત્યાની કોશિષ, આર્મ્સ એક્ટ સહીત 12 ગુના, સોહીલ સામે ભક્તિનગર અને તાલુકામાં આર્મ્સ એક્ટ સહીત ચાર ગુના અને શાહનવાઝ સામે ભક્તિનગર અને તાલુકા પોલીસમાં રાયોટીંગ, આર્મ્સ એક્ટ સહીત 3 ગુના નોંધાઈ ચુક્યા છે.



