11.50 કરોડનું વળતર મનપાએ ટેકસ પેટે આપ્યું
સન 2022-23ના વર્ષમાં તા. 31 મે સુધી એડવાન્સ મિલ્કત વેરો ભરનાર મિલ્કત ધારકને 10 ટકા વળતર અને મહિલા મિલ્કત ધારકને વધારાના 5 ટકા વળતર એટલે કે 15 ટકા અને તા. 30 જૂન સુધી એડવાન્સ મિલ્કત વેરો ભરનાર મિલ્કત ધારકને 5 ટકા અને મહિલા મિલ્કત ધારકને 10 ટકા સુધીનું વળતર આપવાની યોજનાનો લાભ મનપા દ્વારા આપવામાં આવ્યો હતો અને આ યોજના ગઈકાલે પૂરી થઈ છે ત્યારે મનપાને ગત વર્ષ કરતાં આ વર્ષે 70 કરોડની વધુ આવક ટેક્ષ પેટે થવા પામી છે. વધુમાં આજસુધીમાં 2,84,652 લોકોએ ટેક્ષ ભર્યો છે તથા રૂા. 177.86 કરોડ ટોટલ ટેક્ષ તથા એપ્રિલ મહિનાથી ગઈકાલ સુધીમાં ટોટલ 16.40 કરોડનું વળતર આપવામાં આવ્યું છે.
- Advertisement -
તથા ગત વર્ષે 30 જૂન સુધી 107 કરોડ ટેક્ષ ભરાયો હતો અને 2 લાખ લોકોએ વેરો ભર્યો હતો. આમ મનપાએ 11.50 કરોડનું વળતર આપ્યું હતું ત્યારે આ વર્ષે કોરોનાની અસર ઓછી થતાં લોકોના વેપાર ધંધા ફરી ધમધમવા લાગતા મનપાને પણ આવક વધુ થઈ છે. આ વર્ષે 70 કરોડની વધુ આવક ટેક્ષ પેટે મનપાને થવા પામી છે. આમ તા. 1-4-2022થી તા. 30-6-2022 વચ્ચે 1,76,700 લોકોએ ઓનલાઈન ટેક્ષ ભર્યો તથા ગયા વર્ષે 1-4-2021થી 30-6-2021 દરમિયાન ઓનલાઈન 1,14,115 લોકોએ ઓનલાઈન વેરો ભર્યો આમ આ વર્ષે 62,528 લોકોએ વધુ વેરો ભરતાં મનપાને વધુ 70 કરોડની આવક ટેક્ષ પેટે થવા પામી છે.