આજી નદીમાં પરપ્રાંતિયો દ્વારા રોજ દારૂ ની બોટલો-નોન-વેજ સહિતના ગંદવાડ-એંઠવાડ બેફામ ઠલવાઈ રહ્યા છે
રાજકોટમાં આવેલી આજી નદી કે જેણે આપણે લોકમાતાનું બિરુદ આપીએ છીએ, એની સફાઈ કામગીરી કરવા રાજકોટ મહાનગરપાલિકા, ભારત સરકાર તનતોડ મહેનત કરે છે, તો પણ અમુક પરપ્રાંતીયો (સોની બજારના બંગાળી કારીગરો) કે જેને રોજ સમજાવીએ છીએ કે એંઠવાડ કચરો સરકારી કચરા ગાડીમાં જ નાખવો, તો પણ રોજ રાત્રે 11થી 4 વાગે સુધી આ લોકો ભિચરી નાકે નદીમાં, સ્મશાનવાળા પુલ પરથી મોટી પ્લાસ્ટિક થેલીઓ તેમજ મોટા ડબ્બા ભરી ને એંઠવાડ તેમજ નોનવેજ તેમજ મોટા પ્રમાણમાં દારૂ ની બોટલોનો કચરો નાખી જાય છે.
- Advertisement -
સ્મશાનની બાજુમાં આવેલા પુલ પર પસાર થતી વખતે તેમજ ઊભા ના રહી શકી એટલી ખરાબ વાસ આવે છે. રોજ 500થી 1000 કારીગરો સોની બજારની આજુબાજુના વિસ્તારમાં ગંદકી ફેલાવે છે જેમકે રૈયા નાકા ટાવરની નીચે, ભીચરીના નાકે, દરબારગઢ ચોકમાં, બેડીનાકા ટાવર અને અન્ય બીજા સ્થળે. તેનાથી ખૂબ જ મચ્છરનો ફેલાવો થાય છે, તેનાથી આજુબાજુના રહેવાસીઓમાં ભયંકર રોગચાળો ફેલાય છે અને સ્થાનિકો ગંભીર બીમારીમાં સપડાઈ તેનો ખૂબ ભય છે તેમજ નદીના પટમાં અમુક ગાયો પણ હોય તો તે પણ જાણે અજાણે આ કચરો ખાય છે અને પ્લાસ્ટિકની થેલીઓ ખાઈ લ્યે છે. ઉપરાંત ઘણા લોકોને કચરો ફેંકતા પકડ્યા છે એ લોકોનું કહેવુ છે કે સવારે કચરો લેવા આવતા અમુક બહેન એ કચરો લેવાના બંગાળી પાસે પૈસા માંગે છે
તો શું રાજકોટ મહાનગરપાલિકા અથવા કોન્ટ્રાકટર પાસેથી પગાર લેવા છતાં પણ આ રીતે પૈસા માંગે છે તો એ વ્યાજબી નથી ત્યાંના સ્થાનિકોનું કહેવુ છે કે 50 વર્ષથી અહીં જૂના રાજકોટમાં રહીએ છીએ અને સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત MyCleanIndia પ્રેરિત થઈને ‘ન ગંદકી કરીશું ન કરવા દઈશુ’ ને અમલ કરીને મહોલ્લાને સ્વચ્છ રાખવાનો પ્રયત્ન કરીએ છીએ પણ છેલ્લા 5-10 વર્ષથી આવેલા કારીગરો પ્રશાસનના હાથમાં નથી ને ગંદકી કરીને મહોલ્લાનો માહોલ ખરાબ કરે છે જેથી સ્થાનિકોમાં રોષ છે. સ્થાનિકોએ કેટલાક લોકોને કચરો નાખતા પકડ્યા છે અને ઘણા પરપ્રાંતીયો રાત્રે પીધેલી હાલતમાં જોવા મળે છે તેમજ વર્ષોથી રહેતા સ્થાનિકો અત્યારે ઘર, મકાન વેચવા મજબૂર થઈ ગયા છે તો આ અંગે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે.
કેસરી પુલ, રૈયા નાકા ટાવરની નીચે, બેડીનાકા ટાવર સહિતના સ્થળોને પરપ્રાંતિયોએ ગંદકીથી ખદબદતા કરી નાંખ્યા! તંત્ર જાગશે?