એક માણસ સંત પાસે જઈને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને બોલ્યો, “મારી પાસે બધું જ સુખ છે, જગતનાં તમામ ભૌતિક સાધનો છે, પણ મને શાંતિ મળતી નથી. મારે શાંતિ જોઈએ છે. I Want Peace.
મોર્નિંગ મંત્ર
– ડૉ.શરદ ઠાકર
– ડૉ.શરદ ઠાકર
સંતે હસીને કહ્યું, “તારી તમામ સમસ્યાઓનું કારણ એ છે કે તારે કઇંક ને કઈંક જોઈએ છે. અત્યારે પણ તું કઈંક માગવા જ આવ્યો છે. તે કહ્યું કે
“I Want Peace”તારે બીજું કશું જ કરવાનું નથી. તારા વાક્યમાંથી I અને Want આ બે શબ્દો કાઢી નાખ. પછી જે બાકી રહેશે તે માત્ર શાંતિ જ હશે.”
- Advertisement -
બહુ સરળ લાગતી આ સલાહમાં ઊંડુ સત્ય છુપાયેલું છે. શાંતિની શોધમાં ભટકવાની જરૂર નથી, કોઈની પાસે જવાની જરૂર નથી, માત્ર ભૌતિક સુખોની કામનાઓ ત્યાગી દો, લાવ લાવ કરવાનું બંધ કરો, મારે જોઈએ છે મારે જોઈએ છે એવી લવારી બંધ કરી દો તો જીવનમાં શાંતિ જ શાંતિ છે.
પરમ સ્નેહી કવિ મિત્ર સ્નેહીભાઈ પરમારનો નવો કાવ્ય સંગ્રહ મળ્યો. સંગ્રહનું નામ છે ‘ઊડતું ભાળ્યું અંધારું’ સંસારના ભોગ-વિલાસોમાં રચ્યાંપચ્યાં રહેતા આપણે સૌ અજ્ઞાનના અંધારામાં અટવાતા રહીએ છીએ. એમાં કોઈ સદ્ગુરુ કે કોઈ સંત કે કોઈ ઋષિમુની જ્ઞાનનું એકાદ કોડિયું પ્રગટાવી દે તો આપણાં જીવનમાં વ્યાપ્ત અંધારું તત્ક્ષણ ઊડી જાય છે. કવિને આ જ કારણથી કદાચ આવું શીર્ષક સૂઝ્યું હશે.
“બહુ ખુશ થાશે દુનિયાભરનું અંધારું
ખંખેરો અજવાળાં પરનું અંધારું
તેં ફાનસનો કાચ કર્યો છે ઊંચો, ત્યાં
મેં ઊડતું ભાળ્યું રીતસરનું અંધારું”