ગ્લોબલ વૅક્સિન ડેટા નેટવર્કના સંશોધનમાં ખુલાસો
માંસપેશીમાં સોજો, મગજમાં લોહીનો ગઠ્ઠો, હૃદય સંબંધિત બીમારીઓ થઈ: ભારતમાં સૌથી ઓછી અસર
ખાસ-ખબર સંવાદદાતા
કોરોના મહામારીથી બચાવ માટે લોકોને લગાવવામાં આવેલ વૅક્સિનની સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર પડી છે. દુનિયાના અનેક દેશોમાં વૅક્સિનની સુરક્ષા પર કરવામાં આવેલા અત્યાર સુધીના અધ્યયન અનુસાર વૅક્સિનના કારણે ન્યુરોલોજીકલ લોહી અને હદય સંબંધી બીમારીઓમાં થોડો વધારો થયો છે. આ અધ્યયન ગ્લોબલ કોવિડ વૅક્સિન સેફટી પ્રોજેકટ અંતર્ગત ગ્લોબલ વૅક્સિન ડેટા નેટવર્ક દ્વારા કરવામાં આવ્યો છે.
સંશોધકોએ મુખ્યત્વે ફાઈઝર, બાયોએન્ટેક સંસઈ અને મોડર્ના દ્વારા બનાવવામાં આવેલ એમઆરએનએ વૅક્સિન અને એસ્ટ્રાજેમેકા દ્વારા નિર્મિત વૅક્સિન માટે લોકો પર અધ્યયન કયુર્ં છે.
સંશોધન મુજબ એમઆરએમએ વૅક્સિનથી મહામારીની શરૂઆતમાં હદય સંબંધિત સોજાનો ખતરો અને મગજમાં લોહીના ગઠ્ઠાનો ખતરો વધી ગયો હતો. એસ્ટ્રાજેનેકાના વાયરલ વેકટર વૅક્સિનથી રસીકરણ સમસ્યા બહાર આવી હતી, જે પ્રતિરક્ષા સિસ્ટમ તંત્રિકા તંત્રને નુકસાન પહોંચાડે છે.
અસરોની ઓળખ: સંશોધકોએ કોરોના વૅક્સિન લીધા બાદ સ્વાસ્થ્ય પર પડેલી 13 પ્રતિકૂળ અસરોની ઓળખ કરી છે અને જાણવા મળ્યું કે માયોકાર્ડિટીસ, હદયની માંસપેશીઓમાં સોજો, એમઆરએનએ વૅક્સિનની પહેલા બીજા અને ત્રીજા ડોઝ બાદ લોકોને સતત સમસ્યાઓનો સામનો કરવો પડયો હતો.
આ સંશોધન 8 દેશો આજેન્ટિના, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ડેન્માર્ક, ફિનલેન્ડ, ફ્રાન્સ, ન્યુઝીલેન્ડ અને સ્કોટલેન્ડમાં રસીકરણ કરાવેલ લગભગ એક કરોડ લોકોમાં કરાયું હતું.
સંશોધન અનુસાર ઓકસફર્ડ દ્વારા વિકસિત વૅક્સિનનો ડોઝ લેવાથી સેરેબ્રલ વેનસ સાઈનસ થ્રોન્બોસિસમાં ત્રણ ગણો વધારો થયો હતો. આ મસ્તિષ્કમાં એક પ્રકારનો લોહીનો ગઠ્ઠો છે.
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અનુસાર ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના 220 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. કોરોના રસીકરણની શરૂઆતથી અત્યાર સુધીમાં લગભગ એક લાખ સાઈડ ઈફેકટના કેસ બહાર આવ્યા છે. સૌથી ઓછા અસર દેશો વાળા દેશોમાં ભારત એક છે.