– જર્મની-ડેન્માર્ક-બ્રિટન સહિતના દેશોએ પણ આધુનિક શસ્ત્રો આપવા જાહેરાત કરી: યુદ્ધ વધુ ભીષણ બને તેવા સંકેત
રશિયા સામે યુક્રેનને હવે નિર્ણાયક રીતે જંગ જીતવા અમેરિકા તથા યુરોપના દેશો આગામી સમયમાં ભરપુર શસ્ત્ર સહાય કરે તેવા સંકેત છે. અમેરિકાએ યુક્રેન માટે 90 સ્ટ્રાઈકર કોમ્બેટ વ્હીકલ યુક્રેન મોકલવાની જાહેરાત કરી છે અને તેના કારણે યુક્રેનને રશિયાના હુમલાનો જવાબ આપવા માટે એક મહત્વની મદદ મળી રહેશે.
- Advertisement -
આજે જર્મનીમાં યુક્રેનને વધુ મદદ માટેની એક ખાસ બેઠક નાટો સંગઠનની મળી રહી છે તે પુર્વે જ અમેરિકાએ આ જાહેરાત કરીને જર્મની સહિતના દેશો યુક્રેનને વધુ લશ્કરી સહિતની મદદો કરે તે જોવા માટે પ્રોત્સાહન આપશે. નાટોના ડિફેન્સ મીનીસ્ટરની જાહેરાત મુજબ જર્મની ખાતેના અમેરિકી એરબેઝ પરથી આ 90 સ્ટ્રાઈકર કોમ્બેટ વ્હીકલ શકય તેટલી ઝડપથી યુક્રેનને મોકલી આપવામાં આવશે.
અમેરિકા પ્રથમ વખત આ પ્રકારના અતિ આધુનિક લડાયક વાહનો યુક્રેનને આપી રહ્યું છે. યુક્રેન પાસે હવે રશિયા પર વળતો હુમલો કરવા મર્યાદીત સમય છે અને રશિયન સૈન્ય પણ તેની નવી રણનીતિ પર આગળ વધે તે પુર્વે જ અમેરિકા યુક્રેનને શક્તિશાળી બનાવવા માંગે છે.
ડેનમાર્કે પણ 19 ફ્રાન્સ નિર્મિત હોવિત્ઝર તોપ મોકલવાની પણ જાહેરાત કરી છે જે દારૂગોળાના પુરવઠા સાથે કિવ પહોંચશે. આ પ્રકારની તોપ એ આપમેળે લોડેડ થાય તેવી સુવિધા છે અને તે ઉપરાંત અન્ય શસ્ત્રો પણ મોકલાશે. જયારે બ્રિટને ચેલેન્જર-ટુ બેટલ ટેન્ક પુરી પાડવાની જાહેરાત કરી છે.
- Advertisement -