કેન્દ્રીય શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન સહિત દેશના શિક્ષણ પ્રધાનોની ઉપસ્થિતિમાં બે દિવસીય કોન્ફરન્સ ખુલ્લી મૂકાઇ
ખાસ-ખબર સંવાદદાતા
ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સ્કૂલ એયુકેશન એન્ડ લીટરસી, શિક્ષણ મંત્રાલય, તેમજ ગુજરાતના શિક્ષણ વિભાગના સંયુકત ઉપક્રમે મહાત્મા મંદિર, ગાંધીનગરમાં તા 1 અને 2 જૂન 2022ના રોજ બે દિવસીય નેશનલ કોન્ફરન્સ ઓફ સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટરની બેઠક યોજાઈ રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તેમજ કેન્દ્રીય શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન, શિક્ષણમંત્રી જીતુ વાઘાણી સહિત દેશભરના શિક્ષણ પ્રધાનોની ઉપસ્થિતિમાં બે દિવસીય કોન્ફરન્સ ખુલ્લી મુકવામા આવી છે.
- Advertisement -
શિક્ષણ વિભાગ દ્રારા વધુમાં જણાવાયું છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઈન્ડિયાના સ્વપનને સાકાર કરી ટેકનોલોજીના માધ્યમથી સમગ્ર ગુજરાતના શિક્ષણમાં આમૂલ પરિવર્તન લાવનાર શિક્ષણ વિભાગ અંતર્ગત ચેતના કેન્દ્ર, સમાન વિધા સમીક્ષા કેન્દ્ર કાર્યાન્વિત કરવામાં આવ્યું છે. આ વિધા સમીક્ષા કેન્દ્રની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત તારીખ 18 એપ્રિલ, 2022ના રોજ મુલાકાત કરીને કહ્યું હતું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં અમલીકૃત કરવા માટે વિધા સમીક્ષા કેન્દ્ર જેવા સંસ્થાનની એક ખૂબ મહત્વની ભૂમિકા ભજવશે.
તમામ રાજ્યના શિક્ષણ મંત્રીની હાજરી આપી રહ્યા છે. આ માટે અગાઉ ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા આ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેવા તમામ રાયો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિધિવત નિમંત્રણ આપવામાં આવ્યું છે. આ કોન્ફરન્સમાં ભાગ લેવા મોટા ભાગના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના શિક્ષણપ્રધાન, શિક્ષણ સચિવઓ અને અન્ય પ્રતિનિધી મંડળો ઉપસ્થિત રહેશે.