ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.5
કેશોદ તાલુકાના સોંદરડા ગામના એક વ્યક્તિને છાતીમાં અસહ્ય દુ:ખાવો ઉપડતા તેને કેશોદ સીએચસી સેન્ટર લાવવામાં આવેલ ત્યારે કેશોદના ડો.વાછાણીએ 108 મારફત રીફર કર્યા હતા ત્યારે 108ની ટીમના ફરજ પરના પૂનમ વાઘેલા અને પાયલોટ વિજયભાઈ તુરંત તેને કેશોદ સીએચસી પોંહચીને દર્દીને તબિયત વધુ નાજુક હોઈ ત્યારે 108ની ટીમે અમદાવાદ 108ની હેડ ઓફિસના ડો.રામાણી અને ડો.જે.ડી.પટેલ સાથે વાતચીત કરીને તુરંત જરૂરી સારવાર 108 એમ્બ્યુલન્સમાં આપેલ હતી.
- Advertisement -
અને દર્દીને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં એવલ આઇસીયુ વિભાગમાં દાખલ કરેલ હતા ત્યારે 108ની ટીમે વિલંબ કર્યા વગર જે રીતે એમ્બ્યુલન્સમાં તાત્કાલિક સારવાર મળતા સોંદરડાના દર્દીને સારવાર આપીને તેનો જીવ બચાલી લીધો હતો ત્યારે જૂનાગઢ 108ના જિલ્લા અધિકરી યુવરાજસિંહ ઝાલાએ ઇએમટી પૂનમબેન વાઘેલા અને પાયલોટ વિજયભાઈને અભિનંદન આપેલ હતા આમ ફરી એકવાર 108 માનવ જીંદગી બચાવવામાં સફળ રહ્યા હતા.