સોરઠના 500થી વધુ ગાર્ડ અને ફોરેસ્ટર હડતાળમાં જોડાયા
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ વન વિભાગના ગાર્ડ ફોરેસ્ટરો ગઈકાલથી હડતાળ ઉપર ઉતર્યા ગયા છે. જૂનાગઢ અને ગીર સોમનાથના 500 જેટલા વન કર્મી હડતાળમા જોડાયા છે.
- Advertisement -
તેમની ચાર મુદાની માંગણી સાથે સતત બીજા દિવસે હડતાળ ચાલુ રાખી છે અને જ્યા સુધી માંગણી નહી સંતોષવામા આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. જેમા વન કર્મચારી યુનિયન પ્રમુખ સંતોષ સેવરાએ જણાવ્યું હતુ કે,અમારી ચાર મુદાની માંગણી છે. જેમા પે ગ્રેડ, રજા પગાર ભથ્થું, બઢતી માટે 1 જેમ 3 નો રેસ્યો જેવા મુદાને લઈને ઘરે બેઠા હાલ હડતાળ ચાલુ રાખી છે. જો રાજ્ય સરકાર માંગણી નહી સ્વીકારે તો મુખ્ય વડી કચેરી સામે ધરણા પ્રદર્શન સહીતના કાર્યક્રમો આપવાની અમારી ફરજ પડશે.
વન કર્મીની હડતાળ થતા વન્યજીવને નુક્શાન થશે. સતત વન્ય પ્રાણી અને વન્યસંપદાનું દેખરેખ રાખતા ગાર્ડ અને ફોરેસ્ટરો હડતાળ પર જતા વન વિભાગે અન્ય કર્મીને કામગીરી સોંપી દેવામાં આવી છે.
વનકર્મચારીઓ લડી લેવાનાં મૂડમાં
ગુજરાત ની ચૂંટણી નજીક આવી રહી છે હજૂ આંચાર સહિતા લાગુ નથી પડી ત્યારે રાજ્યભરના અનેક કર્મચારી યુનિયન રાજ્ય સરકાર પાસે વિવિધ પડતર પ્રશ્નોને લઈને હડતાળનું શસ્ત્ર ઉઠાવ્યું છે અને પીછે હઠ કરવા તૈયાર નથી.જેમ પોલીસ ગ્રેડ પે નો વધારો થયો તેમ રાજ્યના અન્ય કર્મીને પણ આશા અપેક્ષા છે.અમારા પગાર ધોરણમા પણ વધારો થશે.