ખાસ-ખબર ન્યૂઝ પાલીતાણા
પાલીતાણા ડોળી યુનિયનોની દ્વારા જૈનોનું શેત્રુંજય મહાતીર્થ પાલીતાણામાં છેલ્લા 5 દિવસથી ચાલી રહેલી હળતાલનો આજે શુક્રવારે પાલીતાણામાં આશરે 400 ડોળીવાળાની ઉપસ્થિતીમાં તેમજ હર્ષભાઈ (શેત્રુંજય યુવક મંડળ) અને પીઆઇ ઇન્સ્પેક્ટર પાલીતાણા આર રબારીની હાજરીમાં સુખદ અંત આવ્યો.
પાલીતાણા શેત્રુંજય મહાતીર્થના ડુંગર પર બહારથી આવતા અશક્ત અને શારીરિક મુશ્કેલી વાળા યાત્રિકો ડોળીના સહારે ગિરિરાજ પર્વતની યાત્રા કરતા હોય છે, ત્યારે ઇતિહાસમાં સૌપ્રથમ વખત પાલીતાણામાં ડોળી યુનિયનોની હડતાળથી ઉપરાંત ગત તા.12 માર્ચના મહાયાત્રા છ ગાઉની યાત્રા વેળાએ પણ ડોળી વાળની હડતાળ યથાવત રહેતા અશક્ત યાત્રિકોને ભારે મુશ્કેલી પડી હતી અને તેઓને યાત્રા કર્યા વગર પરત ફર્યા બાદ જૈન સમાજમાં અને સંઘોના આ વિષય પર અનેક ચર્ચાઓ થવા પામી હતી જેમાં આ ડોળી કામદારોની હડતાળ નું કારણ એ હતું કે, ડોળી યુનિયન ની એક માત્ર માંગ હતી કે જે વ્યક્તિ રોજ તળેટી પર યાત્રિકો ને ગેરમાર્ગે દોરી રહ્યો છે અને ગરીબ ડોળી મજૂરો ને સતત માનસિક ત્રાસ આપી રહ્યો છે, યાત્રિકોના અને ડોળીવાળાઓના સતત વિડિઓ ઉતારી ડરાવી રહ્યો છે, વિવિધ પ્રકારના આવા રોજનો ત્રાસ બંધ થાય થાય એવી પ્રસાશન પાસે માંગણી સાથે આશરે 2000 થી વધુ જેટલા ડોળી કામદાર, મજૂરો અને તેડાઘરની બહેનોએના છૂટકે અહિંસક માર્ગ અપનાવી હડતાલ ઉપર ઉતરી ગયા હતા, અને હડતાલના દિવસો દરમિયાન એટલે કે 5 દિવસ સુધી એક પણ ડોળી ગિરિરાજ ઉપર ગઈ ન હતી. જેને લઇને અશક્ત, વૃદ્ધ, બીમાર તેમજ શારીરિક મુશ્કેલી વાળા યાત્રિકો ને યાત્રા માટે બહારગામ થી હજારો કી.મી થી આવેલા શ્રધ્ધાળુઓ ને યાત્રા કર્યા વગર પરત ફર્યા હતાં. આખરે ડોળી કામદારોની અચોક્કસ મુદ્દતની હડતાળ આજે શુક્રવારે અંત આવતા આવતી કાલે તા.15/3/25 થી ગિરિરાજ પર ડોળી કામદારો ભાઈઓ બહેનો ડોળી ઉપાડી જશે અને અશક્ત યાત્રિકો ને યાત્રા કરી શકશે અને પેહલાની જેમજ 2000થી વધુ ડોળી કામદારો ને રોજી રોટી મળી રહેશે. આજના આ હડતાળ નો અંત આવતા જૈન સમજમાં આનંદની લાગણી ફળી છે.