દુકાનો પર તમે વારંવાર બાળકોને ટૉફી અથવા પેસ્ટ્રી ખાતા બાળકોની ભીડ જોતા હશો. પરંતુ એક શખ્સે તેની દુકાન પર અમુક બાળકો માટે આ બધુ ફ્રી કરીને રાખ્યું છે.
અનાથ બાળકોને મફત કેક આપવાની તસ્વીર વાયરલ
- Advertisement -
ક્યારેક-ક્યારેક આપણે દયાળુ ભાવ બતાવવો જોઈએ. કારણકે તેનાથી માત્ર માનવતા નહીં પરંતુ બીજા પ્રત્યે પ્રેમ-ભાવ પણ આવે છે. દુકાનો પર તમે વારંવાર બાળકોને ટૉફી અથવા પેસ્ટ્રી ખાતા બાળકોની ભીડ જોતા હશો. પરંતુ એક શખ્સે તેની દુકાન પર અમુક બાળકો માટે આ બધુ ફ્રી કરીને રાખ્યું છે. આ બેકરીની દુકાન અનાથ બાળકોને મફત કેક આપે છે. 14 વર્ષની ઉંમર સુધી અનાથ બાળકોને મફત કેક આપવાની બેકરીની એક તસ્વીર ઑનલાઈન વાયરલ થઇ ગઇ છે. ટ્વિટર પર ફોટો પોસ્ટ કરનારા આઈએએસ અધિકારી અવનીશ શરણ મુજબ બેકરી ઉત્તર પ્રદેશમાં છે.
Love and Respect for the Shop Owner.❤️ pic.twitter.com/aNcSfttPrV
— Awanish Sharan 🇮🇳 (@AwanishSharan) August 12, 2022
- Advertisement -
બેકરીના માલિકે અનાથ બાળકો માટે ફ્રીમાં આપી આ વસ્તુઓ
તસ્વીરમાં બેકરીના ડિસ્પ્લે કાઉન્ટરમાં રાખવામાં આવેલી અનેક કેક બતાવવામાં આવી રહી છે, જ્યારે કાચના ડબ્બામાં એક નોટ ચિપકેલી જોઇ શકાય છે, જેમાં લખ્યું છે, ફ્રી ! ફ્રી ! ફ્રી ! જે બાળકોના માતા અથવા પિતા નથી. 0 થી 14 વર્ષ સુધી કેક ફ્રી-ફ્રી. આઈએએસ અધિકારીએ કેપ્શનમાં લખ્યું, દુકાનના માલિક માટે પ્રેમ અને સન્માન. યુઝર્સની કોમેન્ટ્સના જવાબમાં આઈએએસ અધિકારીએ કહ્યું કે મીઠાઈની દુકાન ઉત્તર પ્રદેશના દેવરિયામાં છે. પોસ્ટને 25,000થી વધુ લાઈક્સ અને 2000થી વધુ રીટ્વવિટ મળ્યાં છે. અનેક યુઝર્સે બેકરીના માલિકની પહેલના વખાણ કર્યા છે.
તેલંગાણામાં આવુ જોવામાં આવ્યું છે
આની પહેલા બેઘર બાળકો પ્રત્યે દયાળુ વ્યવહાર માટે એક ટ્રાફિક પોલીસકર્મીની પ્રશંસા કરવામાં આવી હતી. તેલંગાણા પોલીસનુ સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યા બાદ કોન્સ્ટેબલ સિરૂપંગી મહેશ કુમાર વાયરલ થઇ ગયા. પંજાગુટ્ટા સ્ટેશન પર તેનાત મહેશ સોમાજીગુડામાં ફરજ પર તેનાત હતા. જ્યારે તેઓએ રસ્તા પર પેટ્રોલિંગ કરતા સમયે કશુક અસામાન્ય જોયુ. તેમણે જોયુ કે બે બાળકો ભોજન માટે ડસ્ટબીનમાંથી જોઇ રહ્યાં છે.