જૂની કલેકટર કચેરીથી કેસરી હિન્દ પુલ તરફ જવાના બંને સર્વિસ રોડ લાઇટથી ઝળહળ્યા
શહેરનાં સિવિલ હોસ્પિટલ ચોકમાં કુલ પાંચ રસ્તાઓનો સંગમ થાય છે. જેના કારણે ભયંકર ટ્રાફિક સમસ્યા ઉભી થાય છે. જેનો કાયમી ઉકેલ લાવવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ત્રણ મુખ્ય રસ્તાઓનો ટ્રાયેન્ગ્યુલર ફલાયઓવર બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે ત્યારે શહેરનાં પેડક રોડ, સંતકબીર રોડ, મોરબી રોડ, કુવાડવા રોડ તરફ જતા હજારો વાહન ચાલકો માટે ગત અઠવાડિયે મળ્યા હતા.
ત્યારે હવે જામનગર રોડ તરફના હજાર વાહનચાલકો માટે સારા સમાચાર મળી રહ્યા છે. કેમ કે, મનપા તંત્ર દ્વારા ટૂંક સમયમાં હોસ્પિટલ ચોકથી જામનગર રોડ તરફનો સર્વિસ રોડ શરૂ કરવા કવાયત હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત કેસરી હિન્દ પુલથી મોચીબજાર તરફ ખટારા સ્ટેન્ડ તરફ આવવાનો તથા જુની કલેકટર કચેરી તરફના સર્વિસ રોડ પર તંત્ર દ્વારા સ્ટ્રીટ લાઇટ ફીટ કરવામાં આવી છે.શહેરમાં વસ્તી અને વાહનોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે . ત્યારે વર્તમાન અને ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સરળ પરિવહનના ઉદેશને પરિપૂર્ણ કરવા મહાનગરપાલિકા દ્વારા રાજય સરકારના સહયોગથી નાનામવા સર્કલ, રામાપીર સર્કલ, કે.કે.વી. ચોક . કાલાવડ રોડ જસ પાસે ઓવરબ્રીજ અંદાજીત કુલ રૂ. 275 કરોડનાં ખર્ચે નિર્માણ થઇ રહ્યા છે. આ બ્રિજનું કામ સમય મર્યાદામાં પુર્ણ કરવા અને કામમા ગતી આપવા માટે તંત્ર વાહકો સજ્જ છે ત્યારે 101.31 કરોડના ખર્ચે હોસ્પિટલ ચોકમાં નિર્માણ પામી રહેલ ટ્રાન્યએંગલ બ્રિજને લાગુ કુવાડવા રોડથી કેસરી હિન્દ પુલથી આઇપી મીશન સ્કુલ થઇ મોચી બજાર, ખટારા સ્ટેન્ડ તરફ જવાનો સર્વિસ રોડ ગત અઠવાડિયે ખુલ્લો મુકવામાં આવ્યો છે.
- Advertisement -
ખાડા, લોહાણાપરા અને જુની કલેકટર ઓફીસ તરફનો ટ્રાફિક હળવો થયો છે અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે નહિ. કેસરી હિન્દ પુલથી જિલ્લા કોર્ટને લાગુ ખટારા સ્ટેન્ડ ચોક સુધીનો સર્વિસ રોડ પણ ખુલ્લો મુકાતા ફોર વ્હીલર્સ સુધીના વાહન ચાલકોને રાહત થઇ છે. એ જ રીતે હવે હોસ્ટિપલ ચોકથી જામનગર રોડ તરફનો સર્વિસ રોડ ટૂંક સમયમાં ખુલ્લો મુકવા કવાગત હાથ ધરવામાં આવી છે.


