પૂજા કરગથરા
ઊંચાઈ એ હંમેશા જેમની ઉંચાઈ બરાબર નથી એ દરેક માટે ચિંતાનો વિષય છે. ઉંચાઈ એ મોટાભાગે જીનેટીક પર અને યોગ્ય પ્રકારના ખોરાક તથા યોગ્ય વ્યાયામ પર આધારિત છે. પુરુષોમાં મોટાભાગે 20થી 22 વર્ષ સુધી ઉંચાઈ વધે છે જ્યારે સ્ત્રીઓમાં 17થી 19 વર્ષ સુધી ઉંચાઈ વધે છે.
(1) ટોફૂ : ટોફુ એ ઉંચાઈ વધારવા માટે સૌથી બેસ્ટ અને પરફેક્ટ ખોરાક છે. ટોફુ એ કેલ્શીયમથી ભરપુર ખોરાક છે. સોયા મીલ્કમાંથી બનાવેલું ટોફુ દરેક બાળકોએ લેવું જોઈએ.
- Advertisement -
(2) સોયાબીન : જો દરરોજ સોયાબીનનો ઉપયોગ કરવામાં આવે તો તે ઉંચાઈ વધારવાની દવા સમાન છે. સોયાબીન એ પ્રોટીન, ફોલેટ, વીટામીન, ફાઈબર અને કાર્બોહાઈડ્રેટથી ભરપુર છે તે તંદુરસ્તી વધારવા માટે સંપૂર્ણ આહાર છે. આ ઉપરાંત સોયાબીન હાડકા અને ટીસ્યુની ઘનતામાં સુધારો કરે છે જે ઉંચાઈ વધારવા માટે જરૂરી છે. એક વ્યક્તિ એ દરરોજનું 50થી 55 ગ્રામ સોયાબીન ખાવાનો પ્રયત્ન કરવો જોઈએ.
(3) ડેરી ઉત્પાદનો : જ્યારે ઉંચાઈ વધારતા ખોરાકની વાત કરવામાં આવે ત્યારે ડેરી ઉત્પાદનો સૌથી મહત્ત્વપૂર્ણ છે. દૂધ, પનીર, દહીં, યોગર્ટ, ચીઝ આ દરેક ડેરી પ્રોડક્ટસમાં ઉંચાઈ વધારવા માટેના બધા પોષક તત્ત્વો હોય છે જેમ કે કેલ્શીયમ, પ્રોટીન અને વિટામીન એ, બી, ડી અને ઈ હોય છે. આરોગ્યપ્રદ અને મજબૂત હાડકાના વિકાસ અને જાળવણી માટે કેલ્શીયમ આવશ્યક છે. જ્યારે વિટામીન ડી શરીરમાં કેલ્શીયમના વિવિધ ખોરાકમાંથી શોષણ માટે મહત્વપૂર્ણ છે. તેથી દરરોજ ઓછામાં ઓછા 2 ગ્લાસ દૂધ પીવું તથા રોજીંદા આહારમાં અન્ય ડેરી ઉત્પાદનોનો સમાવેશ કરવો જોઈએ.
(4) કેળા : કેળાને મોટાભાગે વજન વધવાની બીકે અવગણવામાં આવે છે. કારણ કે આ ફળ વજનમાં વધારા સાથે વ્યાપકપણે સંકળાયેલું છે પરંતુ વાસ્તવિકતામાં કેળાના અસંખ્ય આરોગ્ય લાભો છે. ઉંચાઈ વધારવા માટે તે સુંદર ફળ છે. પોટેશીયમ, મેંગેનીઝ, કેલ્શીયમ અને તંદુરસ્ત પોબાયોટીક બેકટેરીયા જેવા ખનીજોનો સમૃદ્ધ સ્ત્રોત હોવાના કારણે કેળા વિવિધ રીતે ઉંચાઈ વધારવામાં મદદ કરે છે. કેળામાં હાજર પોટેશીયમ હાડકાને નબળા થવાથી રક્ષણ આપે છે તથા સોડીયમની હાનીકારક પ્રભાવને પણ ઘટાડે છે. હાડકામાં કેલ્શીયમની સાંદ્રતા જાળવવામાં મદદ કરે છે. પ્રોબાયોટીકસ બેકટેરીયા ખોરાકમાંથી કેલ્શીયમ ગ્રહણ કરે છે. કેળામાં રહેલુ કેલ્શીયમ હાડકાને મજબૂત બનાવે છે.
- Advertisement -
(5) અનાજ : અનાજ એ ઉંચાઇ વધારવા માટે શ્રેષ્ઠ ખોરાક છે. જો ઉંચાઈ ખૂબ ઝડપથી વધારવી હોય તો જે ખોરાકમાં સ્ટાર્ચનું વધારે પ્રમાણ હોય એવો ખોરાક લેવો જોઈએ. બ્રાઉન રાઈસ, પાસ્તા, પોપકોર્નમાં સૌથી વધારે સ્ટાર્ચ હોય છે. માટે ઉંચાઈ વધારવા માટે તેનો ઉપયોગ કરવો જોઈએ.
(6) ઓટમીલ : ઓટમીલ એ પ્લાન્ટ પ્રોટીનનો એક અદ્ભુત સોર્સ છે તે મસલ્સ વધારે છે અને ફેટ ઘટાડે છે. દરરોજનું 50 ગ્રામ જેટલું ઓટમીલ સવારના નાસ્તામાં લેવું જોઈએ. દરેક ટીનએજર કે જેઓ ઉંચાઈ વધારવા માટે ઉત્સુક છે તેઓએ ઓટમીલ ખાસ લેવું જોઈએ.
(7) અશ્ર્વગંધા: અશ્ર્વગંધા એ એક ભારતીય ઔષધીય વનસ્પતિ છે. તે ઉંચાઈ વધારવા માટે બેસ્ટ ખોરાક છે. તેમાં ઉંચાઈ વધારવા માટેના ઉત્તમ હોર્મોન રહેલા છે. તે દરેક હર્બલ સ્ટોરમાં આસાનીથી મળી રહે છે. જો ઝડપથી ઉંચાઈ વધારવી હોય તો દૂધ સાથે અશ્ર્વગંધા લેવી જોઈએ.
(8) આ ઉપરાંત મશરૂમ, દાડમ, લીલી ભાજીઓ, ઓલીવ ઓઈલ, ડુંશગળી, કોકોનેટ મીલ્ક, ગોળ, ખજુર, ડ્રાયફ્રુટસ, કઠોળનો ખોરાકમાં ઉપયોગ કરવો જોઈએ. આ દરેક ખોરાક એ ઉંચાઈ વધારવા માટે ખૂબ આવશ્યક અને ઉત્તમ આહાર છે. આ ઉપરાં યોગ્ય ખોરાકની સાથે કસરત પણ ઉંચાઈ વધારવા તેમજ સુડોળ શરીર માટે ખૂબ મહત્ત્વનું છે. આમ તો જન્મથી બાળકની ઉંચાઈ ધીરે-ધીરે વધતી જ હોય છે પરંતુ 8થી 20 વર્ષની ઉંમર એ ઉંચાઈ વધવા માટેનો ઉત્તમ સમય છે. માટે આ ઉંમર દરમીયાન યોગ્ય ખોરાક, યોગ્ય કસરત દ્વારા યોગ્ય ઉંચાઈ પ્રાપ્ત કરવી જોઈએ.
કયિં ુજ્ઞીિ રજ્ઞજ્ઞમ ળફમય ુજ્ઞીિ ળયમશભશક્ષય.


