By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    શાંતિ મંત્રણા સફળ થશે? જે.ડી. વેન્સ પાકિસ્તાન જવા રવાના, ઈરાને કહ્યું- ‘વિદેશ મંત્રી-સંસદ અધ્યક્ષ હાલ તેહરાનમાં’
    5 hours ago
    મિડલ ઈસ્ટમાં અમેરિકાની પકડ ઢીલી પડી! ઈરાન સાથે 40 દિવસના યુદ્ધના કારણે વર્ષોની મહેનત પર પાણી
    6 hours ago
    ટ્રમ્પના લગ્ન જીવનમાં ભંગાણની અટકળો, એપસ્ટિન ફાઈલ્સ અંગે ફર્સ્ટ લેડી મેલેનિયાની પહેલી પ્રતિક્રિયા
    6 hours ago
    ટ્રમ્પ પર લગામ લગાવવાની તૈયારી! ઈરાન પર હુમલા પહેલા લેવી પડશે મંજૂરી, USની સંસદમાં આવી રહ્યો છે પ્રસ્તાવ
    1 day ago
    10 મિનિટમાં 100 એરસ્ટ્રાઈક, 250થી વધુના મોત, ઈરાન-અમેરિકા સીઝફાયરમાં ‘કાંટો’ બન્યું ઈઝરાયલ?
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ₹10,000થી વધુના ઑનલાઈન-પેમેન્ટ પર 1 કલાકની બ્રેક લાગશે
    4 hours ago
    ઉત્તરપ્રદેશમાં SIR બાદ 2 કરોડ મતદારોના નામ કપાયા, ફાઈનલ વોટલ લિસ્ટ જાહેર
    4 hours ago
    જસ્ટિસ યશવંત વર્માનું આખરે રાજીનામું, ઘરે આગ લાગતા કરોડોની ‘બળેલી નોટો’ મળી હતી
    4 hours ago
    CCTVની દેખરેખમાં થશે બેલેટ મતદાન
    1 day ago
    ડ્રાઈવરો માટે મરાઠી ફરજિયાત
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL-2026 : મેચ વિનર મુકુલ, 7માં ક્રમે આવીને મેચનું પાસું પલટી નાખ્યું, કોલકાતાના હાથમાંથી જીત ખેંચી લાવ્યો
    6 hours ago
    IPL 2026 વચ્ચે BCCIનું નવું ફરમાન: ચાલુ મેચમાં મેદાન પર ‘બિનજરૂરી ભીડ’ નહીં ચાલે!
    1 day ago
    રાજસ્થાનની IPL -2026માં સતત ત્રીજી જીત: મુંબઈને 27 રનથી હરાવ્યું
    2 days ago
    ‘ખાસ ખબર કપ-2026’ વજુભાઈ વાળાના હસ્તે ઉદ્દઘાટન
    2 days ago
    મુંબઈ ઈન્ડિયન્સની સૌથી મોટી નબળાઈ સામે આવી, IPLમાં સતત ગગડી રહ્યો છે ટીમનો ગ્રાફ
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    4 hours ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    1 day ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    3 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    3 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
રાષ્ટ્રીય

પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ

Khaskhabar Editor
Last updated: 2026/03/19 at 2:54 PM
Khaskhabar Editor 3 weeks ago
Share
7 Min Read
SHARE

કલ્પના કરો કે તમે વર્ષો પહેલા ઘર ખરીદવા માટે લોન લીધી હતી અને આજે તેનો છેલ્લો હપ્તો ચૂકવી દીધો છે. સ્વાભાવિક છે કે તમારા માથા પરથી દેવુ ઉતરી જતાં તમારી માસિક આવકમાંથી થોડી બચત થવા લાગે. ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવના સંદર્ભમાં પણ હાલમાં આવી જ ચર્ચા ચાલી રહી છે.  કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરી વારંવાર એવી દલીલ કરે છે કે, કોંગ્રેસના નેતૃત્વ હેઠળની પૂર્વ યુપીએ સરકાર દ્વારા ઊભા કરાયેલા  ‘ઓઇલ બોન્ડ’ના કારણે સરકારી તિજોરી પર ભારે બોજ હતો, જેના લીધે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડી શકાતા નહોતા. હવે નાણા મંત્રીએ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે આ દેવું માર્ચ 2026 સુધીમાં સંપૂર્ણપણે ચૂકવી દેવાયું છે. આ સ્થિતિમાં સામાન્ય જનતાના મનમાં એક જ સવાલ છે, જો દેવું ઉતરી ગયું તો શું હવે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટશે? ચાલો, આ સમગ્ર મુદ્દાને વિગતવાર સમજીએ.

યુપીએ સરકારનો વારસો, ‘ઓઇલ બોન્ડ’ શું છે?

- Advertisement -

‘ઓઇલ બોન્ડ’ એ એક પ્રકારનું નાણાકીય સાધન હતું, જે તત્કાલીન યુપીએ સરકાર દ્વારા 2005થી 2010ની વચ્ચે બહાર પડાયા હતા. તે સમયે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ $100 પ્રતિ બેરલની ઉપર પહોંચી ગયા હતા. લોકોને મોંઘવારીથી રાહત આપવા યુપીએ સરકાર ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિંદુસ્તાન પેટ્રોલિયમ જેવી ઓઈલ કંપનીઓને રોકડ સબસિડી આપતી હતી. પરંતુ નાણાકીય તંગીને કારણે યુપીએ સરકારે ઓઈલ કંપનીઓને રોકડના બદલે ઓઇલ બોન્ડ આપ્યા. સરળ ભાષામાં કહીએ તો સરકારે ભવિષ્યમાં ચૂકવવાના વચન સાથે IOU(I Owe You) નોંધ આપી. આ બોન્ડ પર 7%થી 8.4%નો વ્યાજ દર નક્કી કરાયો હતો. મહત્ત્વની વાત એ હતી કે આ બોન્ડને સરકારી બજેટની બહાર રખાયા હતા, જેથી નાણાકીય ખાધ ઓછી દેખાય.

કુલ કેટલા ઓઇલ બોન્ડ જાહેર કરાયા હતા?

નાણા મંત્રી નિર્મલા સીતારમણે રાજ્યસભામાં આપેલા નિવેદન મુજબ 2004-05થી 2009-10 દરમિયાન યુપીએ સરકાર દ્વારા કુલ ₹1.48 લાખ કરોડના ઓઇલ બોન્ડ જાહેર કરાયા હતા. આ બોન્ડ પર ચૂકવેલા વ્યાજની કુલ રકમ 2007-08થી અત્યાર સુધીમાં લગભગ ₹1.44 લાખ કરોડ થાય છે. એટલે કે, મૂળ દેવું અને તેના વ્યાજ સહિત કુલ બોજ લગભગ ₹2.92 લાખ કરોડનો થયો હતો.

- Advertisement -

એનડીએ  સરકારે 12 વર્ષમાં ₹2.92 લાખ કરોડ ચૂકવ્યા

નાણા મંત્રી નિર્મલા સીતારમણે માર્ચ 2026ની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે, અમારી સરકારે યુપીએ યુગના આ ઓઇલ બોન્ડનું સંપૂર્ણ દેવું (મૂળધન+વ્યાજ) ચૂકવી દીધુ છે. રાજ્યસભામાં એક ચર્ચા દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, ‘કલ્પના કરો, જો આ રકમ ભૂતકાળના દેવાની ચૂકવણી પાછળ ન ખર્ચાઈ હોત, તો તેનો ઉપયોગ ભારતના ભવિષ્યના નિર્માણમાં થઈ શક્યો હોત. બંદરો, રસ્તા, હોસ્પિટલો અને સ્કૂલોના નિર્માણ માટે એ નાણાં વાપરી શકાયા હોત. આવું દેવું નાબૂદ કરવું ખર્ચાળ હોય છે, પરંતુ તે જરૂરી હતું.’ આ નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે સરકારે આ દેવાને પોતાના માટે મોટો બોજ ગણાવ્યો હતો.

પેટ્રોલ-ડીઝલના ઊંચા ભાવ માટે, ઓઇલ બોન્ડ જ એકમાત્ર કારણ? 

હવે પ્રશ્ન એ છે કે શું આટલા વર્ષો સુધી પેટ્રોલ-ડીઝલના ઊંચા ભાવ માટે ફક્ત આ ₹2.92 લાખ કરોડના દેવાને જ જવાબદાર ઠેરવી શકાય? કેટલાક આંકડા પર નજર કરીએ.

સરકારની કમાણી: નાણામંત્રીના જણાવ્યા મુજબ આ દેવું ₹2.92 લાખ કરોડનું હતું. પરંતુ સરકારે 2014થી 2023ની વચ્ચે પેટ્રોલ અને ડીઝલ પર વસૂલાતી એક્સાઇઝ ડ્યુટીમાંથી કેટલી કમાણી કરી હતી? વિવિધ અહેવાલો અને સંસદમાં આપેલા જવાબો પ્રમાણે આ સમયગાળામાં સરકારે આ ડ્યુટીમાંથી અંદાજે ₹20થી ₹25 લાખ કરોડની આવક મેળવી હતી.

એક્સાઇઝ ડ્યુટીમાં થયેલો ભારે વધારો: 2014માં પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી ₹9.48 પ્રતિ લિટર હતી, જે મે 2020માં વધીને ₹32.98 પ્રતિ લિટરની ટોચે પહોંચી ગઈ હતી. પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ (PPAC)ના ડેટા અનુસાર 2020-21માં એક્સાઇઝ ડ્યુટી કલેક્શન ₹3.84 લાખ કરોડની સર્વોચ્ચ સપાટીએ હતું, જે અગાઉના વર્ષ કરતાં લગભગ 67% વધુ હતું.

આ બે આંકડાની તુલનાથી સ્પષ્ટ થાય છે કે સરકારે ઓઇલ બોન્ડના દેવા કરતાં અનેક ગણી વધુ કમાણી માત્ર એક્સાઇઝ ડ્યુટીમાંથી જ કરી હતી. તેથી સવાલ છે કે શું દેવાનો બોજ એ ખરેખર ભાવ ઘટાડી ન શકવાનું મુખ્ય કારણ હતું કે પછી તે એક બહાનું હતું?

પેટ્રોલ-ડીઝલના ભાવને અસર કરતા અન્ય પરિબળો 

1.  આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ: આ સૌથી મોટું પરિબળ છે. ભારત પોતાની જરૂરિયાતનું લગભગ 85% ક્રૂડ ઓઇલ આયાત કરે છે, તેથી આંતરરાષ્ટ્રીય ભાવમાં થતો ફેરફાર સીધી અસર કરે છે. હાલમાં યુદ્ધના કારણે ભાવ ઊંચા છે.

2.  ડૉલર સામે રૂપિયાનો ભાવ: આંતરરાષ્ટ્રીય વ્યવહારો ડૉલરમાં થતા હોવાથી રૂપિયો નબળો પડે તો આયાત મોંઘી પડે છે.

3.  કેન્દ્રીય અને રાજ્ય કર: પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સૌથી મોટો હિસ્સો કરનો હોય છે. કેન્દ્ર સરકાર એક્સાઇઝ ડ્યુટી વસૂલે છે, જે હાલમાં પેટ્રોલ પર લગભગ ₹21.90 પ્રતિ લિટર અને ડીઝલ પર ₹17.80 પ્રતિ લિટર છે. આ ઉપરાંત, રાજ્ય સરકારો પોતપોતાના ‘વેટ’ વસૂલે છે, જેના કારણે દરેક રાજ્યમાં ભાવ જુદા હોય છે.

યુદ્ધના સંજોગોમાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટશે? 

હવે દેવું ચૂકવાઈ ગયું છે, પરંતુ હાલના સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવને પ્રભાવિત કરતા બીજા અનેક પરિબળો સક્રિય છે, જેના કારણે તાત્કાલિક રાહતની આશા ઓછી દેખાય છે.

1. ભૂ-રાજકીય તણાવ અને ક્રૂડ ઓઇલના ભાવ: હાલમાં મધ્ય-પૂર્વ એશિયામાં ઈઝરાયલ-ઇરાન યુદ્ધને કારણે પરિસ્થિતિ અત્યંત તંગ છે. ઈરાને હોર્મુઝની ખાડીમાંથી પસાર થતાં ઊર્જા ઉત્પાદનોને મર્યાદિત કરી દીધા છે, જેના કારણે સમગ્ર વિશ્વમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. 19 માર્ચ, 2026ના રોજ બ્રેન્ટ ક્રૂડનો ભાવ વધીને $112 પ્રતિ બેરલથી ઉપર પહોંચી ગયો હતો.

2. હોર્મુઝની ખાડીનું મહત્ત્વ: ભારત તેની ક્રૂડ ઓઇલની લગભગ 85% અને એલપીજીની 65% જરૂરિયાત આયાત દ્વારા પૂરી કરે છે, જેમાંથી 90% એલપીજી હોર્મુઝની ખાડીમાંથી પસાર થાય છે. આ માર્ગ પરની અનિશ્ચિતતા સીધી રીતે ભારતની ઊર્જા સુરક્ષા અને ભાવોને અસર કરે છે.

3. સરકારની તૈયારી: સંભવિત સંકટને ધ્યાનમાં રાખીને સરકારે સક્રિય પગલાં લીધાં છે. નાણા મંત્રીના મતે, દેશમાં એલપીજીનું ઉત્પાદન 25% વધારાયું છે, જેથી ઘરગથ્થુ ગેસ સિલિન્ડરનો પુરવઠો સુનિશ્ચિત રાખી શકાય. સરકાર પાસે કરવેરામાં ઘટાડો કરીને ભાવને નિયંત્રણમાં રાખવાનો વિકલ્પ પણ છે, પરંતુ તેની મર્યાદાઓ છે.

તો શું ભાવ ઘટવાની શક્યતા નહીંવત છે? 

ઓઇલ બોન્ડનો ઐતિહાસિક બોજો હવે નથી રહ્યો, પરંતુ હાલના ભૂ-રાજકીય સંકટ અને તેના કારણે આસમાને પહોંચેલા ક્રૂડ ઓઇલના ભાવને જોતાં ટૂંકા ગાળામાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થવાની કોઈ શક્યતા નથી. નિષ્ણાતોના મતે ક્રૂડનો ભાવ $70-75 પ્રતિ બેરલ સુધી નીચો જાય તો જ સરકાર કરમાં ઘટાડો કરવાનું વિચારી શકે છે. હાલની પરિસ્થિતિમાં આગામી સમયમાં પણ ભાવ સ્થિર રહેવાની અથવા વધવાની જ શક્યતા વધુ છે, તેથી સામાન્ય જનતાએ પેટ્રોલ-ડીઝલના ભાવઘટાડા માટે હજુ રાહ જોવી પડશે.

You Might Also Like

₹10,000થી વધુના ઑનલાઈન-પેમેન્ટ પર 1 કલાકની બ્રેક લાગશે

ઉત્તરપ્રદેશમાં SIR બાદ 2 કરોડ મતદારોના નામ કપાયા, ફાઈનલ વોટલ લિસ્ટ જાહેર

જસ્ટિસ યશવંત વર્માનું આખરે રાજીનામું, ઘરે આગ લાગતા કરોડોની ‘બળેલી નોટો’ મળી હતી

CCTVની દેખરેખમાં થશે બેલેટ મતદાન

ડ્રાઈવરો માટે મરાઠી ફરજિયાત

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
Next Article રાજકોટના યોગગુરુ પ્રદીપ ગુરુજીનો નકલી નોટોનો કાળો કારોબાર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ધંધા માટે વ્યાજે લીધેલા 85 લાખ ચૂકવી દીધા છતાં ઉઘરાણી કરી ધમકી આપતાં વ્યાજખોરો

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
તા. 11થી 13 સુધી રેસકોર્સ આર્ટ ગેલેરી ખાતે એન્જિનિયરિંગના વિવિધ પ્રોજેક્ટનું પ્રદર્શન
શિક્ષિકા અને વિદ્યાર્થી વચ્ચેના પ્રકરણમાં પીડિત મહિલાને અન્યાય?
ઑનલાઇન વીમામાં 82% ગ્રાહકો સાથે ફ્રોડ
સાતલપુર: હાજીપીરથી દર્શન કરી પરત ફરતાં પરિવારને કાળ ભેટ્યો; ટેન્કરની ટક્કરે એક જ પરિવારના 4ના મોત
‘ખાસ-ખબર કપ-2026’માં રોમાંચની રફતાર: ત્રીજા દિવસે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ અને થ્રિલિંગ મુકાબલા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

₹10,000થી વધુના ઑનલાઈન-પેમેન્ટ પર 1 કલાકની બ્રેક લાગશે

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાષ્ટ્રીય

ઉત્તરપ્રદેશમાં SIR બાદ 2 કરોડ મતદારોના નામ કપાયા, ફાઈનલ વોટલ લિસ્ટ જાહેર

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાષ્ટ્રીય

જસ્ટિસ યશવંત વર્માનું આખરે રાજીનામું, ઘરે આગ લાગતા કરોડોની ‘બળેલી નોટો’ મળી હતી

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?