ખાસ-ખબર સંવાદદાતા
ગિર સોમનાથ જિલ્લાના વેરાવળની મુખ્ય ગણાતી ટાવર પોલીસ ચોકીનું આજરોજ રેન્જ આઇજી નિલેશ જાંજડીયાના વરદ હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં શહેરની સંસ્થા અને આગેવાનોના સહયોગથી ટાવર ચોકીનું નિર્માણ કરવામાં આવ્યું હતું આ ટાવર ચોકીમાં સહભાગીઓને સન્માનિત કરવામાં આવ્યા અને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ત્યારે રેન્જ આઇજી એ પોલીસ અને વેપારીઓએ ઍક બીજા સાથે સંકલન રાખી શહેરમાં કાયદો જાળવવા અપીલ કરવામાં આવી હતી.