વરસાદથી પોપટપરા ગરનાળું બંધ કરાયું, શહેરમાં CP ઓફિસ
સામે વૃક્ષ ધરાશાયી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ સહિત લોધિકા અને ખીરસરામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. સવારથી વાતાવરણ ખોરંભાતાં આકાશ કાળાં ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું. અચાનક વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આસપાસનાં ગામોમાં પણ ધીમી ધારે વરસાદ વરસતાં રસ્તા પર પાણી ભરાઈ ગયાં હતાં.જેના કારણે પોપોટપરા ગળનાળુ બંધ કરવામાં આવ્યું છે.
રાજકોટ શહેરમાં ચોમાસાની સીઝનની શરૂઆતમાં જ પ્રી-મોન્સૂન પ્લાન અંગે સવાલો ઊભા થયા છે. થોડા વરસાદમાં જ શહેરમાં પાણી ભરાઈ ગયાં હતાં.કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે લોકોને મોટી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત પોલીસ કમિશનર કચેરીની પાસે પણ વરસાદ અને ભારે પવનને કારણે એક વૃક્ષ ધરાશાયી થયું હતું.
- Advertisement -
રાજકોટમાં હાલ 26 MM વરસાદ નોંધાયો છે. જેથી જિલ્લા વહીવટી તંત્ર સજ્જ થયું છે અને NDRFની ટીમને પણ તૈનાત કરવામાં આવશે. શહેરમાં કંટ્રોલરૂમ શરુ કરવા તાલુકાના મામલતદારો આપવામાં આવી છે અને જિલ્લાના તમામ ડેમો પર જવાબદાર સિંચાઈ વિભાગને એલર્ટ કરવામાં આવ્યા છે.હાલ ગોંડલ શહેર અને પંથકમાં પણ વાતાવરણમાં પણ પલ્ટો આવતા ધીમીધારે વરસાદ શરુ થયો છે. જેનાથી વાતાવરણમાં પ્રસરી ઠંડક પ્રસરી છે.
રાજકોટમાં છેલ્લા ઘણા દિવસથી અસહ્ય ગરમી અને બફારો થઇ રહ્યો છે, જેને કારણે રાજકોટવાસીઓ વરસાદની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા. શહેરમાં હાલ મેઘસવારી આવી પહોંચી હતી. શહેરના અમુક વિસ્તારોમાં ધોધમાર તો અમુક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો, જેમાં યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.
સૌરાષ્ટ્રના 8 ડેમોમાં નવા નીર 33 જળાશયો ઉપર વરસાદ
ચોમાસાના પ્રારંભે છૂટાછવાયા ઝાપટાં વરસતા આઠ જળાશયોમાં અડધોથી અઢી ફટ નવા નીરની આવક થઈ છે. યારે રાજકોટ મહાનગરપાલિકાને પીવાનું પાણી પુરું પાડતા જળાશયોની સપાટી યથાવત રહી છે. યારે 32 જળાશયો ઉપર અડધાથી ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. રાજકોટ સિંચાઈ વિભાગના ક્ધટ્રોલ રૂમના સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાક દરમિયાનમાં (1) કર્ણુકી ડેમમાં 0.66 ફટ (2) બ્રાહ્મણી ડેમમાં 0.20 ફટ (3) ફોફળ-2 ડેમમાં 2.49 ફટ (4) ઉંડ-1માં 0.52 ફટ (5) ઘી ડેમમાં પોણો ફટ (6) કાબરકા ડેમમાં 2.30 ફટ (7) ત્રિવેણીઠાંગા ડેમમાં 0.66 ફટ અને (8) લીંબડી-ભોગાવો-2 ડેમમાં 0.66 ફટ નવા નીરની આવક થઈ છે. રાજકોટ મહાપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટને પીવાનું પાણી પુરુ પાડતા આજી-1, ન્યારી-1, ન્યારી-2, ભાદર-1 અને લાલપરી તળાવ સહિતના જળાશયોની સપાટી યથાવત છે.