જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ વર્ષ 2026ને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે, કારણ કે જાન્યુઆરીના અંતિમ દિવસોમાં કેતુ ગ્રહ નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યો છે.
જ્યોતિષશાસ્ત્રમાં કેતુને રહસ્યમયી શક્તિઓ ધરાવતો ગ્રહ માનવામાં આવે છે, જે જીવન પર અચાનક અને ઊંડો પ્રભાવ પાડે છે. જાન્યુઆરી 2026માં કેતુની સ્થિતિમાં થનારું આ પરિવર્તન કેટલીક રાશિઓ માટે ભાગ્યના નવા દ્વાર ખોલી શકે છે. આ ગોચરના કારણે ત્રણ રાશિઓના જીવનમાં કરિયર, ધન અને માનસિક સ્થિરતા સાથે સબંધિત મોટા સકારાત્મક ફેરફાર જોવા મળી શકે છે. ચાલો જોઈએ કે આ પરિવર્તનથી કઈ રાશિના જાતકોને ફાયદો થશે.
- Advertisement -
કેતુ ગોચર 2026નું જ્યોતિષ મહત્ત્વ
જ્યોતિષ શાસ્ત્રમાં કેતુને છાયા ગ્રહ અને સાઉથ નોડ તરીકે ઓળખવામાં આવે છે. તેનો પ્રભાવ ઘણીવાર અણધાર્યો હોય છે અને તે વ્યક્તિના જીવનમાં ઊંડુ પરિવર્તન લાવી શકે છે. દ્રિક પંચાંગ પ્રમાણે 25 જાન્યુઆરી, 2026ના રોજ કેતુ પૂર્વાફાલ્ગુની નક્ષત્રના બીજા તબક્કામાંથી નીકળીને પ્રથમ તબક્કામાં પ્રવેશ કરશે. આ તબક્કામાં કેતુને પ્રમાણમાં સંતુલિત અને શુભ માનવામાં આવે છે, જેના કારણે તેના સકારાત્મક પરિણામોમાં વધારો થાય છે.
મેષ રાશિ
- Advertisement -
મેષ રાશિના જાતકો માટે કેતુનું આ નક્ષત્ર પરિવર્તન સૌભાગ્ય લઈને આવી શકે છે. કાર્યક્ષેત્રમાં અચાનક પ્રગતિ અથવા નવી જવાબદારીઓ મળવાના સંકેત છે. વ્યવસાય અને રોકાણના નિર્ણયો લાભદાયી સાબિત થઈ શકે છે. ઘર-પરિવારનો માહોલ સારો રહેશે, જેનાથી માનસિક શાંતિ મળશે. અભ્યાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ સારા પરિણામો મળવાની શક્યતા છે. લાંબા સમયથી ચાલી રહેલા મતભેદોનો ઉકેલ આવી શકે છે.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો માટે આ ગોચર આર્થિક રીતે અનુકૂળ રહેશે. અચાનક ધન પ્રાપ્તિ અથવા આવકના નવા સ્ત્રોત બનવાના યોગ છે. નોકરી અને વ્યવસાયમાં નવી તકો ઊભી થઈ શકે છે. જૂના રોકાણો હવે સારું રિટર્ન આપી શકે છે. માનસિક તણાવ ઓછો થશે અને તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે. આ સમય આત્મ-વિકાસ અને આધ્યાત્મિક પ્રગતિ માટે પણ યોગ્ય છે. કલા, લેખન અને સર્જનાત્મક ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકોને વિશેષ ઓળખ મળી શકે છે.
ધન રાશિ
ધનુ રાશિના જાતકો પર કેતુનો પ્રભાવ તેમના આત્મવિશ્વાસમાં વધારો કરશે. લાંબા સમયથી અટકેલા કામ હવે પૂરા થઈ શકે છે. અચાનક ધન લાભના સંકેત પણ મળી રહ્યા છે. કાર્યક્ષેત્રમાં ગતિ વધશે અને જૂના પ્રોજેક્ટ્સ ફરીથી ગતિ પકડી શકે છે. સંબંધોમાં સહયોગ અને સમજણ વધશે. મુસાફરી અથવા નવા સંપર્કો દ્વારા લાભદાયી તકો ઊભી થઈ શકે છે.




