આપણે રોજિંદા જીવનમાં વિવિધ કાર્યો કરતા રહીએ છીએ. આપણા બધાના વ્યવસાયો પણ ભિન્ન ભિન્ન છે. કોઈ ડોક્ટર બનીને દર્દીઓને તપાસે છે, કોઈ એન્જિનિયર બનીને રાષ્ટ્રના નિર્માણમાં ફાળો આપે છે, કોઈ વકીલ બનીને અદાલતો ગજાવે છે તો કોઈ વ્યાપાર-ઉદ્યોગ કરે છે, કોઈ સરકાર બનાવે છે તો કોઈ સરકાર તોડે છે, શિક્ષકો દેશની ભાવિ પેઢીને તૈયાર કરે છે.
આમાંથી તમે અંગત રીતે એવું શું કામ કરો છો જે બીજા લોકો નથી કરતા અથવા ભાગ્યે જ કરે છે. કોઈ પણ ધંધો, વ્યવસાય કે કાર્ય હોય. આ જગતમાં એવું કરનારા બીજા હજારો અને લાખો માણસો મળી આવશે, પણ એક કામ એવું છે જે કરનારા તમને બહુ ઓછા દેખાશે. એ કામ છે ભગવદ્મય જીવન જીવવું.
- Advertisement -
કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર, આપણા ચંચળ મનને આપણા વિશુદ્ધ આત્મા સાથે જોડીને, ભગવાનની સમીપ બેસીને જીવન પસાર કરવું તે સૌથી પવિત્ર કાર્ય છે અને એ કાર્ય કરનારા બહુ જૂજ લોકો જોવાં મળે છે.
બાકીનાં તમામ કાર્યો તો સરકાર પણ કરશે અને કરાવશે. સેવાભાવી કાર્ય કરનારી સામાજિક સંસ્થાઓ પણ મળી આવશે. રોક ફેલર કે બિલ ગેટ્સ જેવા ધનવાન લોકો ચેરિટેબલ સંસ્થાઓ પણ ચલાવે છે અને ચલાવતા રહેશે, પરંતુ શ્ર્વાસે શ્ર્વાસે મંત્ર-જાપ કરનારા વિરલાઓ તમને ભાગ્યે જ
જોવા મળશે.