By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    એપસ્ટિન કેસમાં નવો વળાંક! ટ્રમ્પને લગતી ફાઈલ્સ ગુમ થતાં અમેરિકામાં ખળભળાટ, ન્યાય વિભાગનો મોટો નિર્ણય
    13 hours ago
    હુમલો થયો તો 48 કલાકમાં અમેરિકાની ડિફેન્સ ઇન્ડસ્ટ્રી ઠપ કરી દઇશું! ઈરાન માટે મેદાને આવેલા ચીનની ધમકી
    13 hours ago
    અમેરિકામાં હિમવર્ષાનો કહેર: 11,000થી વધુ ફ્લાઇટ્સ રદ અને લાખો ઘરોમાં અંધારપટ
    1 day ago
    UK જવા ઈચ્છતા ભારતીયો માટે ખુશખબર, આજથી ઈ-વિઝા સિસ્ટમ શરૂ, પાસપોર્ટ જમા કરાવવાની જરૂર નહીં
    2 days ago
    ‘ગમે તે રીતે ઈરાનથી નીકળી જાઓ…’, યુદ્ધની આશંકા વચ્ચે ભારતે પોતાના નાગરિકોને કરી અપીલ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દુનિયાના નંબર-1 નેતા બન્યા PM મોદી!
    10 hours ago
    ભારત-ઈઝરાયલ વચ્ચે આજે મોટી ડિફેન્સ ડીલની શક્યતા
    10 hours ago
    ગઈઊછઝના વિવાદિત પુસ્તક પર સુપ્રીમ કોર્ટનો પ્રતિબંધ
    10 hours ago
    રેલ્વે મુસાફરો માટે મોટી જાહેરાત: વળતર મેળવવું હવે બનશે સરળ, રેલ્વે મંત્રીએ લોન્ચ કર્યું e-RCT પોર્ટલ
    12 hours ago
    AI ને કારણે ભારતમાં 60 લાખ કોડર્સ નોકરી ગુમાવશે, સરકાર પાસે કોઈ બેક પ્લાન નહીં!
    12 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    13 hours ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    1 day ago
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    4 days ago
    સરકાર બદલાતા જ બાંગ્લાદેશની શાન ઠેકાણે આવી! BCCI અને ભારત સાથે સંબંધો અંગે મોટું નિવેદન
    1 week ago
    સતત જીત બાદ પણ ટીમથી કેમ સંતુષ્ટ નથી સૂર્યકુમાર યાદવ? કહ્યું- બેસીને વાત કરવી પડશે
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    1 week ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    1 week ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    2 weeks ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    2 weeks ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મનના સૌથી વધારે વિચિત્ર રોગો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > દિવાળી અંક 2021 > મનના સૌથી વધારે વિચિત્ર રોગો
દિવાળી અંક 2021

મનના સૌથી વધારે વિચિત્ર રોગો

Khaskhabar Editor
Last updated: 2022/01/11 at 12:59 PM
Khaskhabar Editor 4 years ago
Share
4 Min Read
SHARE

માણસનું શરીર સીમિત છે, જ્યારે મન અનંત છે. જો આટલા નાના શરીરમાં હજારો પ્રકારની વિચિત્રતાઓ, બિમારીઓ થઈ શકતી હોય તો આ અંતહીન મનમાં કેટકેટલી વિચિત્રતાઓ ઉદ્ભવી શકતી હશે? કેટકેટલી બિમારીઓ થઈ શકતી હશે? આજે મનના એવા વિચિત્ર અને ભાગ્યે જ થતાં રોગોની વાત કરીએ, જે આપણી કલ્પનાથીય વધુ વિચિત્ર હોય

 

સ્ત્રીઓ ગર્ભવતી બને છે ત્યારે પેટ ફૂલે છે અને ઊલ્ટીઓ થાય છે, પણ કેટલીક સ્ત્રીને ગર્ભવતી હોવાનો રોગ થાય છે. આવી સ્ત્રીઓ પણ પેટ ફૂલાવે છે અને ઊલ્ટીઓ કરે છે, પણ તેઓએ ગર્ભ ધારણ નથી કર્યો હોતો. તેઓએ ‘ગર્ભ રહ્યો છે’ એવી માન્યતા ધારણ કરી હોય છે. તેઓ પોતે એવું માનતી થઈ ગઈ હોય છે અને સૌને મનાવવા પ્રયત્ન કરતી હોય છે કે પોતે ગર્ભવતી છે. કારણ કે તેમના સુષુપ્ત મનમાં ગર્ભવતી થવાની ઈચ્છા પડેલી હોય છે અને એટલે જ અજાણપણે તેનો ફેફસાં અને પેટ વચ્ચે આવેલ ઉદરપટલ નીચે તરફ ખેંચેલો રાખે, વધુ પડતી હવા પેટમાં જવા દે (એરોફેજિયા), પેટના સ્નાયુઓ ઢીલા છોડે અને મણકામાંથી કમરને આગળ પડતી વાળે જેથી તેમનું પેટ ગર્ભવતી સ્ત્રીના પેટ જેવું ફૂલેલું લાગે. આ રોગને ‘સુડોસાયેસીસ’ કહેવામાં આવે છે. ‘હિસ્ટિરીકલ પ્રેગનન્સી’થી ઓળખાતા આ રોગની દર્દી બનેલી એક સ્ત્રી આ રોગથી એટલી તીવ્ર રીતે પીડાતી હતી કે તેની આ માનસિક ગર્ભધારણની પીડામાંથી ઉગારવા છેવટે તેમની ‘માનસિક સુવાવડ’ કરાવવી પડી હતી!

- Advertisement -

ગર્ભવતી સ્ત્રીઓને જ લગતાં આવા એક બીજા આશ્ર્ચર્યજનક રોગનું નામ છે ‘કાઉવેડ સિન્ડ્રોમ.’ હા, એ આશ્ર્ચર્યજનક એટલા માટે છે કે ગર્ભવતી સ્ત્રીઓને લગતો રોગ હોવા છતાં આ રોગ તેવી સ્ત્રીઓને નહીં- બલ્કે તેમના પતિદેવોને થાય છે. ‘કાઉવેડ’માં પ્રેગનન્ટ સ્ત્રીઓના શરૂઆતના અઠવાડિયામાં તેમના પતિદેવોને ઉબકા આવે છે, ઊલ્ટીઓ થાય છે અને ખાસ દાંતનો દુ:ખાવો થાય છે. એક પુરૂષને આ રોગ લાંબો ચાલ્યો પણ જેવી તેની પત્નીની સુવાવડ થઈ ગઈ કે તે તરત સારો થઈ ગયો.

સુવાવડ પછી કેટલીક સ્ત્રીઓને ગાંડપણનો હુમલો આવતો હોય છે, જેને ‘પોસ્ટ પાર્ટમ સાઈકોસીસ’ કહેવાય છે. આવી સ્ત્રીઓ પોતાના નવજાત બાળક પ્રત્યે બેધ્યાન, બેજવાબદાર બની જાય છે એટલું જ નહીં, કેટલીક સ્ત્રી દર્દીઓ બાળક પ્રત્યે શંકાની નજરથી જૂએ છે, તેને ભૂખ્યો રાખે છે, મારે છે અને જો તેમનો રોગ વકરી જાય તો પોતાના બાળકને ઊંચકીને ફેંકી પણ દે છે અને મારી પણ નાંખે છે. નવજાત બાળકને મારી નાખવાની આ પરિસ્થિતિને માઈથોલોજીને આધારે ‘મીડિયા સીન્ડ્રોમ’ કહેવામાં આવે છે.

મારો એક દર્દી તેની પત્ની શોભાને કહે છે, ‘તું સાચી શોભા નથી. તું કોઈ બીજી જ સ્ત્રી છે અને શોભાનો સ્વાંગ રચીને, મારી પત્નીનો વેશ ધારણ કરીને મારી પાસે આવી છે, તું શોભાની ડુપ્લીકેટ છે.’ મેં શોભાનો પક્ષ લઈને મારા એ દર્દીને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે, ‘જો ભાઈ! આ સાચી શોભા જ છે! તારી ઓરીજનલ પત્ની જ છે! મારૂં કહ્યું માન! હું ડોકટર છું અને સાચું કહું છું!’ તરત જ મારા એ દર્દીના મોંમાંથી શબ્દો નીકળ્યા, ‘પણ તમે સાચા ડોકટર ચોકસી જ હોવ અને તેના ડુપ્લીકેટ નહીં હોવ એની શી ખાતરી?’ પોતાની પત્ની સહિત સૌને ડુપ્લીકેટ માનનાર એ દર્દીને ‘કેપગ્રાસ’ નામનો રોગ થયો હતો.

- Advertisement -

તો એના જેવો જ પણ એનાથી ય વધુ વિચિત્ર રોગ ‘ફ્રેગોલી સૌન્ડ્રોમ’ છે. ફ્રેગોલી નામના ઝડપથી ચહેરાનો દેખાવ બદલતા નટ ઉપરથી તેનું નામ પાડવામાં આવ્યું હતું. ‘કેપગ્રાસ’નો દર્દી નટુભાઈને નટુભાઈ તરીકે ઓળખવાની ના પાડે છે, જ્યારે ‘ફ્રેગોલી’નો દર્દી માને છે કે પોતાને એક સનાતન દુશ્મન છે જે પોતાને હેરાન કરવા જાત જાતના વેશ ધારણ કરીને મળે છે.

You Might Also Like

જીવન મધુર બનાવીએ…

દિપાવલીનાં પર્વને ઉજવવાની પરંપરાગત પદ્ધતિ જીવંત રાખવા શું કરવું શું ન કરવું?

ફટાકડાં વિશે અવનવું જાણવા જેવું

ટચુકડા કદના વિશ્ર્વનાં સૌથી નાનાં ગેઝેટ્સ

દેશ-વિદેશની મનમોહક ડિઝાઈન દર્શાવતી રંગબેરંગી કરન્સી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article WHO AM I, EXPLORING YOU
Next Article દીપાવલી: ન્યુ વે ટૂ એન્જોય ઈટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

જૂનાગઢ ભાજપ મહિલા મોરચાના પ્રમુખના પુત્રએ પ્રમુખો સામે લગાવ્યા ગંભીર આક્ષેપ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
આઝાદીના દાયકાઓ પછી પણ 18મી સદીમાં જીવતું હસ્નાપુર ગામ
ઝાલાવાડમાં બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ, 127 કેન્દ્ર પર 32,208 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
મોરબીમાં ક્રૂરતાની હદ વટાવી: યુવાનની હત્યા કરી લાશ સળગાવી અને ઉપર સિમેન્ટનું ધાબું ભરી દીધું
હળવદમાં PGVCLનો સપાટો: 13 ટીમોએ 199 વીજ જોડાણો કાપ્યા, 44.67 લાખની વસૂલાત
પોરબંદરમાં ભાજપ મહિલા મોરચાના રાહુલ ગાંધી વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર: અઈં સમિટના વિવાદને પગલે ગાંધીભૂમિમાં ધરણા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

દિવાળી અંક 2021

જીવન મધુર બનાવીએ…

Khaskhabar Editor Khaskhabar Editor 4 years ago
દિવાળી અંક 2021

દિપાવલીનાં પર્વને ઉજવવાની પરંપરાગત પદ્ધતિ જીવંત રાખવા શું કરવું શું ન કરવું?

Khaskhabar Editor Khaskhabar Editor 4 years ago
દિવાળી અંક 2021

ફટાકડાં વિશે અવનવું જાણવા જેવું

Khaskhabar Editor Khaskhabar Editor 4 years ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?