જૂનાગઢમાં મૃત ગાયોનું ચામડું ઉતારી લેવાનો મામલો
અવસાન પામેલી ગાયનું ચામડું ઉતારવાનું હીન કૃત્ય કરનારને કડક સજાની માંગ સાથે વિશ્ર્વ હિન્દુ પરિષદે આવેદન આપ્યું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરમાં મૃત્યુ પામતી ગાયોના મૃત્યુ બાદ મનપા દ્વારા ગાયોના ચામડા ઉતારીને દફનાવાના કૌભાંડ મામલે ધારાસભ્ય સંજય કોરડીયાએ મહાનગર પાલિકાના અધિકારી કલ્પેશ ટોલીયા અને ગાયને દફન વિધિ કરનાર બાબુભાઈની વાતચીતની ઓડીઓ કલીપમાં ગાયોના ચામડું ઉતારીને દફન કરવામાં આવે છે એ વાતનો મામલો સામે આવતા ગૌ પ્રેમીમાં રોશ ફાટી નીકળ્યો છે.
જૂનાગઢ વિશ્ર્વ હિન્દૂ પરિષદ અને બજરંગ દળ અને હિન્દૂ સંગઠન દ્વારા આજે મહાનગર પાલિકા કમિશનર રાજેશ તન્ના ને આવેદન પત્ર આપી રોશ વ્યક્ત કર્યો હતો અને જૂનાગઢમાં અવસાન થયેલ ગાય માતા તેમજ તમામ ગૌધન ની અંતિમ વિધી પહેલા ચામડી કાઢીને દફનવીધી સામે રોષ તેમજ આવુ કૃત્ય કરનારની સામે આકરા પગલા લેવાની માંગ.
ગત તા. 9 જાન્યુઆરી 2023ના રોજ ગીરીરાજ વિસ્તારમાં ત્યાનાં સ્થાનીક ગૌ પ્રેમીએ ગાય માતાના અવસાનની જાણ થતા તુરંત જ મહાનગર પાલિકાને જાણ કરતા તેમના દ્વારા મોકલવામાં આવેલ કર્મચારી બાબુભાઇ ગાય ઉપાડવામાં સ્થળ ઉપર પહોંચેલ ત્યારે સ્થાનીક ગૌ પ્રેમીઓએ આ ગાયનું અવસાન બાદ શું કરવામાં આવે છે ? કઇ રીતે ગાય માતાની અંતિમ વીધી કરવામાં આવે છે ? એવા પ્રશ્નો પુછતા બાબુભાઇ દ્વારા એવુ કહેવામાં આવેલ કે મરેલી ગાયનું ચામડુ ઉતારી તેને નવાગામ દફનાવવા લઇ જવાય છે તેવું જણાવતા આ બાબતની ગંભીરતા સમજી ત્યાના સ્થાનીકોએ વિશ્ર્વ હિન્દુ પરીષદ તેમજ નવ નિયુકત ધારાસભ્ય સંજય કોરડીયાને જાણ કરેલ ત્યારે બાબુભાઇએ આ મુજબની પ્રક્રિયાથી જ ગાય માતાની દફનવીધી થાય છે એવી પુષ્ટી કરેલ છે ત્યારે સંજયભાઇ કોરડીયા એ તુરંતજ મહાનગરપાલીકા ના અધીકારી કલ્પેશ ટોલીયા ફોન કર્યો અને બાબુભાઇ તેમજ સ્થાનીક ગૌ પ્રેમી સાથે કોન્ફરન્સ કોલમાં ચર્ચા કરી અને બાબુભાઇ એ પણ બે વખત આ મુજબની પ્રક્રીયાથી દફનવીધી થાય છે તેની પુષ્ટી કરી ત્યારે મહાનગરપાલિકાના કલ્પેશ ટોલીયા થોડા ગભરાય ગયા અને ગલ્લા તલ્લા કરવા લાગ્યા જેનું રેર્કોર્ડીગ અત્યારે ખુબ વાઇરલ થઇ રહ્યુ છે અને લોકોમાં ખુબ જ રોષ ઉઠી રહ્યો છે તેમજ એવી માંગણી પણ ઉઠી રહી છે આ કૃત્ય કરનાર કોણ છે એની અલગથી કમીટી બનાવી નિષ્પક્ષ તપાસ થાવી જોઇએ.
આ બાબતે મહાનગર પાલીકા દ્વારા જે ઇજારો આપેલો છે જેમાં શું સ્પષ્ટા કરેલી છે તેની પણ તપાસ થવી જોઇએ આ કૃત્ય પાછ્ળ જે પણ અધિકારીનું નામ સંડોવાયેલ હોય તેને સસપેન્ડ કરી તેની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી પણ માંગ ઉઠી રહી છે જેને વિશ્ર્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સમર્થન આપે છે અને ત્રણ દિવસની મુદતમાં આ તપાસ પુર્ણ કરવાની માંગ પણ કરી રહ્યા છીએ અન્યથા આગામી દિવસોમાં ધારાસભ્ય સંજયભાઇ કોરડીયા સાથે સંકલન કરી આ વિષયને હજુ પણ ગંભીરતા પુર્વક લેવામાં આવશે. પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીના ઇન્સપેક્ટર તેમજ ભારતીય ગૌવંશ રક્ષણ સંવર્ધન પરીષદ ના સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી ભાવીનભાઇ મેઘાણી તેમજ તેમની સંપુર્ણ ગૌરક્ષા ટીમ અમારી સાથે જોડાયેલ છે તેમજ આ વિષય માં તટસ્થ તપાસ થાય તેની માંગ પણ કરી રહ્યા છે.
- Advertisement -
પોલીસ કેસ કરી નિવેદન લેવામાં આવશે: સંજય કોરડિયા
ગાય ને રાષ્ટ્ર ની માતા કહેવામાં આવેછે ત્યારે જૂનાગઢ શહેરમાં અવસાન પામેલ ગાયોને મનપા દ્વારા દફન વિધિ કરતા પેહલા ગાયનું ચામડું ઉતારી લેવાના મામલે ધારાસભ્ય સંજય કોરડીયા જણાવ્યું હતું કે તટસ્થ તપાસ થશે અને પોલીસ કેસ કરીને તમામના નિવેદનો લેવામાં આવશે અને કઇ રીતે કૌભાંડ ચાલતું હતું તે દિશામાં પોલીસ કાર્યવાહી કરવામાં આવશે.



