ઉના ધારાસભ્ય કાળુભાઇ રાઠોડએ ગુજરાત સરકારનાં વિકાસની લહેરને ગીર સોમનાથ જિલ્લાના છેવાડાના વિસ્તારોઆવેલ ઉના ગીરગઢડા તાલુકાના ગામિણ વિસ્તાર સુધી પહોંચાડવા વિકાસને મંત્ર બનાવીને ચાલવાની નેમ લીધી છે. તાત્કાલિક અસરથી તાલુકાનાં નાનાં મોટાં શહેરને જોડતાં રસ્તાઓ 20 કરોડનાં ખર્ચે નવાં બનાવવાં રાજ્ય સરકારમાં રજુઆત કરવામાં આવતા લીલી ઝંડી મળી ગઈ છે. અને વહેલી તકે નવીકરણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉના ગીરગઢડા તાલુકાના આયોજન બહારનાં નોન પ્લાન 12 રસ્તા નવા બનાવવાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમક્ષ માંગણી મક્તા 24 કરોડનાં ખર્ચે બનાવામાં આવશે આ તમામ નવા રસ્તા માટે 24 કરોડની રકમ માર્ગ મકાન રોડ પંચાયત વિભાગને ફાળવતાં વહીવટીતંત્ર દ્વારા પ્રકિયા હાથ ધરી ટુંકા સમયમાં ટેન્ડર પ્રક્રિયા રેકર્ડ ઉપર પૂર્ણ થતાંની સાથે રસ્તા બનાવવાની કામગીરી પ્રારંભ કરશે. આ નવા રસ્તાનાં કારણે ઉપરોક્ત વિસ્તારનાં ખેડૂતો ગ્રામજનો વિદ્યાર્થીઓ અને રોજીંદા અવર જવર કરતા વાહન ચાલકોની મુશ્કેલી હલ થશે ધારાસભ્ય દ્વારા સક્રિય રીતે 12 ગામોને જોડતાં રસ્તાને અંગતય કામગીરી સમયસર કરવાં પ્રયત્ન હાથ ધરવામાં આવતાં આ વિસ્તારનાં લોકોમાં હર્ષની લાગણી ફેલાઈ છે.
ઊના તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં 20 કરોડનાં ખર્ચે બનશે નવાં રસ્તા

Follow US
Find US on Social Medias