કપલ્સ રૂમ માટે માંગણી કરતા હોટેલ મેનેજમેન્ટે ઇન્કાર કર્યો હતો : બાદમાં ઉશ્કેરાઈને હોટલમાં ભારે તોડફોડ કરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
મોરબી-રાજકોટ હાઇવે ઉપર ટંકારા તાલુકાના લજાઈ નજીક હાઈવે પર આવેલી ઓનેસ્ટ હોટલ પર આવેલા ગ્રાહક અને હોટલ ના સ્ટાફ વચ્ચે બઘડાટી બોલી જતા લાકડીઓ ઉડી હોવાનો વિડીયો સામે આવ્યો હતો. જેમા, ટેબલ ખુરશી સહિતનો સામાન ફેંકી હંગામો મચાવવામાં આવ્યો હતો. જેમાં ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા છે.
ટંકારા તાલુકાના લજાઈ ગામ નજીક મોરબી હાઈવે પર આવેલી ઓનેસ્ટ હોટલ પર કોઈ મુદ્દે હોટલ મેનેજમેન્ટ સ્ટાફ અને ગ્રાહક પક્ષના ચાર પાંચ યુવાનો વચ્ચે બઘડાટી બોલી હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમા, જાણવા મળ્યા પ્રમાણે યુવાનો ભેગા થઈ હોટલે ગયા બાદ રૂમ ભાડે રાખવા મુદ્દે ડખ્ખો થયાનું જાણવા મળેલું છે.
શરૂઆતમાં થયેલી બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો અને છુટા હાથે મારામારી બાદ ધોકા લાકડીઓનો છુટથી ઉપયોગ થયો હતો અને હોટલના ટેબલ ખુરશીઓને રીતસરના ઘા કરવામાં આવ્યા હતા. બનાવ અંગે હજુ સુધી પોલીસ ફરીયાદ નોંધાઈ નથી પરંતુ બે થી વધુ ને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હોવાનું જાણવા મળે છે. હોટલ પર બઘડાટીમા ટંકારાના યુવાનો હોવાનુ પ્રાથમિક તબક્કે જાણવા મળ્યુ છે.
વિડીયો વાયરલ થતા સાન ઠેકાણે આવી
લુખ્ખા લોકોએ હોટેલમાં તોડફોડ કર્યાનો વિડીયો વાયરલ થયા બાદ પનારા હરેશ રાવળ દેવ, પિતા મેરૂભાઇ રાવળદેવ અને વિરમ રાવળ દેવનો માંફી માંગતો વિડીયો સામે આવ્યો છે. જેમાં તેઓએ બે હાથ જોડી માફી માંગી છે અને પોતે કરેલઈ ભૂલ સ્વીકારી છે. તેમજ હવે પછી આ મુજબનું ગેર વર્તન નહિ કરે તેવું કબુલ્યું હતું.
- Advertisement -
ઓનેસ્ટ હોટેલમાં લુખ્ખાઓ બન્યા બેફામ
ઓનેસ્ટ હોટેલમાં અમુક લુખ્ખા તત્વોએ હંગામો મચાવી દીધો હતો. ગ્રાહક બની આવેલા આ લોકોએ કપલ્સ રૂમ માટે માંગણી કરી હતી. પરંતુ હોટલ મેનેજમેન્ટના નિયમ મુજબ તે આપી શકાય તેમ ન હોવાથી તેઓ ઉશ્કેરાઈ ગયા હત્યા. બાદમાં તેઓને હોટેલમાં ભારે માત્રામાં તોડફોડ કરી હતી. જેને લઈને હોટેલને પણ ઘણું નુકશાન થયું હતું. તેઓએ હોટેલ માલિકને પણ ઘણું નુકશાન પહોચાડેલ હતું.