જૂનાગઢ જિલ્લામાં ખનીજ માફિયા બે લગામ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
- Advertisement -
જૂનાગઢ જિલ્લામાં ખનીજ માફિયાઓનો પગ પેસારો વધી રહ્યો છે. માંગરોળ પંથકમાં ખનીજ ચોરી થતી હોવાની ફરિયાદો બાદ ખાણ ખનીજ વિભાગુ સફાળુ જાગ્યું હતું. માંગરોળ તાલુકાના શીલ ગામે ખાણ ખનીજ વિભાગની ટીમે તપાસ કરતા બિનવારસી હાલતમાં છ ચકરડી મળી આવી હતી. દરોડા પૂર્વે ખનન ચોરો રફુ ચક્કર થઈ ગયા હતા. ખનીજ શાખા દ્વારા મુદ્દામાલ કબજે કરી સર્વેયર દ્વારા સ્થળ માપણીની કાર્યવાહી ધરી હતી.
જૂનાગઢ જિલ્લામાં ખનન ચોરીની અનેક ફરિયાદો ઉઠી રહી છે. ખાણ અનીજ વિભાગને ફરિયાદ મળે તો જ તપાસ કરવાની તસ્દી લે છે. દરોડો પાડે તે પૂર્વે તો ખનીજ માફિયાઓએ માલ સર્ગવર્ગ કરી દીધો હોય છે. માંગરોળ તાલુકાના શીલ ગામે ખનીજ વિભાગની ટીમે તપાસ કરતા છ ચકરડી બીન વારસુ હાલતમાં મળી આવી હતી. દરોડા પૂર્વે ખનીજ માહિયાઓ રફુચક્કર થઈ ગયા હતા. અધિકારીઓ દ્વારા ચકરડી સીઝ કરી સર્વેયરોએ માપણીની તજવીજ હાથ ધરી છે. આ ઉપરાંત હાઈવે વિસ્તારમાં ખનીજ વિભાગની ટીમે તપાસ કરતા ઝાંઝરડા રોડ, કેશોદ પાસેથી રેતી ભરેલું ટ્રેક્ટર, વિસાવદરના મોટા કોટડા ગામેથી પથ્થરો ભરેલો ટ્રક અને બીલખા પાસેથી બ્લેક ટ્રેપ ભરેલ ડમ્પર કબ્જે કરી ખનીજ ચોરીનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.



