વર્ષનું પહેલુ ચંદ્રગ્રહણ સોમવારે એટલે કે આજે લાગશે. ચંદ્રગ્રહણ બુદ્ધ પૂર્ણિમાના દિવશે લાગી રહ્યું છે. વૈજ્ઞાનિક જેને ‘બ્લડમૂન’ પણ કહે છે. ચંદ્રગ્રહણ એક ખગોળીય ઘટના છે. આ ઘટના ત્યારે બને જ્યારે સુર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવી જાય છે અને પૃથ્વીની છાયા ચંદ્રનાં પ્રકાશને ઢાંકી દે છે. આવો જાણીએ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ ક્યાં અને કેવી રીતે થવાનું છે.
- Advertisement -
ક્યારે જોવા મળશે વર્ષનું પહેલુ ચંદ્રગ્રહણ?
ભારતના સમાય અનુસાર, વર્ષનું પહેલુ ચંદ્રગ્રહણ આજે એટલે કે 16 મે 2022નાં રોજ સોમવારની સવારે 07 કલાક 2 મિનિટથી શરૂ થઈ જશે અને બોપરે 12 કલાક 20 મિનિટ સુધી જોવા મળશે. આ ચંદ્રગ્રહણ અંદાજે 5 કલાકથી વધુ હશે.
ક્યાં જોવા મળશે ચંદ્રગ્રહણ?
વર્ષનું પહેલુ ચંદ્રગ્રહણ ભારતમાં જોવા નહીં મળે, એટલા માટે અહિયાં સૂતક કાળ પણ માન્ય નહીં ગણાય. વૈજ્ઞાનિકો અનુસાર વર્ષનું પહેલુ ચંદ્રગ્રહણ યુરોપના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં, આફ્રિકા ઓસ્ટ્રેલિયા, નોર્થ અમેરિકા, દક્ષિણ અમેરિકા, પ્રશાંત, અટલાન્ટિક અને હિન્દ મહાસાગર સહિત એન્ટાર્કટિકા અને રશિયાના ઘણા ભાગોમાં જોવા મળશે.
- Advertisement -
ભારતીયો કેવી રીતે જોઈ શકશે ચંદ્રગ્રહણ?
ભારતમાં આ ચંદ્રગ્રહણ જોવા નહીં મળે. પરંતુ આ ખગોળીય ઘટના જોવા માંગો છો તો 16 મેનાં રોજ અમેરિકા સ્પેસ એજન્સિ NASAના ઓફિશિયલ યૂટ્યૂબ ચેનલ ઉપર જઈને જોઈ શકો છો. અને નાસાની વેબસાઇટ(nasa.gov/nasalive) ઉપર જઈને પણ જોઈ શકો છો.
કઈ રીતે જોવા મળશે બ્લડ મૂન?
સુર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવી છે ત્યારે ચંદ્ર ગ્રહણની ઘટના જોવા મળે છે . આવી પરિસ્થિતિમાં પૃથ્વીની છાયા ચંદ્રના પ્રકાશને ઢાંકીદે છે. જ્યારે સુર્યનો પ્રકાશ પૃથ્વીના કિનારાને થઈને ચંદ્ર સુધી પહોંચે છે, ત્યારે વાદળી અને લીલા રંગ વાતાવરણમાં પ્રસરી જાય છે, કેમકે આમાં વેવલેન્થ ઓછી હોય છે, જ્યારે લાલ રંગમાં વેવલેન્થ વધારે હોય એટલા માટે એ ચંદ્ર સુધી પહોંચી શકે છે. આવામાં ચંદ્ર લાલ રંગમાં જોવા મળે છે એટલા માટે તેને ‘બ્લડ મૂન’ કહેવામાં આવે છે.