By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    દેવાના ડૂંગર નીચે દટાયા છે આ દેશો, ટોચના ક્રમે ટેક્નોલોજીનો ‘માસ્ટર’, ભારતની શું છે સ્થિતિ?
    18 hours ago
    પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11ના મોત: વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર
    2 days ago
    USAમાં ફરી ગોળીબાર! આઈસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત
    2 days ago
    તારિક રહેમાનના રાજમાં કેવા રહેશે બાંગ્લાદેશ-ભારતના સંબંધ? શપથવિધિ પહેલા જ BNPના નિવેદનથી ચિંતા વધી
    2 days ago
    ચીને પહાડ ખોદી પરમાણુ પ્લાન્ટ બનાવ્યા, તસવીરોમાં ડ્રેગનના ખતરનાક ઈરાદા ઉઘાડા થયા
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈમરાન ખાનની તબિયત અંગે ચિંતા: વિશ્ર્વભરના 14 દિગ્ગજ ક્રિકેટ કેપ્ટનોનો પાકિસ્તાન સરકારને પત્ર
    15 hours ago
    લોકોને બીજા લગ્નમાં વધુ રસ: 29 વર્ષની ઉંમરે શરૂ થાય છે જીવનસાથીની શોધ
    16 hours ago
    લાખો કર્મચારીઓ માટે થશે હોળી પહેલા જ દિવાળી!
    16 hours ago
    રાજ્યસભાની 37 બેઠકો માટે ચૂંટણી જાહેર: 16 માર્ચે મતદાન
    16 hours ago
    MPના IAS અવિ પ્રસાદના ત્રીજા લગ્ન બન્યા ચર્ચાનો વિષય
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટી20 વર્લ્ડકપ: સુપર-8માં આ 3 ટીમો સામે રમશે ટીમ ઈન્ડિયા, પહેલી મેચમાં થશે કાંટાની ટક્કર
    18 hours ago
    કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન
    2 days ago
    ટીમ ઈન્ડિયામાં ફેરફારના એંધાણ! આ બે સ્ટાર ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ
    2 days ago
    શિવરાત્રીએ ટીમ ઈન્ડિયાનું તાંડવ : પાકિસ્તાન પરાસ્ત
    3 days ago
    પાકિસ્તાનને હરાવી ટીમ ઇન્ડિયાએ રચ્યો ઇતિહાસ, T20 વર્લ્ડ કપમાં બનાવ્યો અનોખો રેકોર્ડ!
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 days ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    3 days ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    5 days ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    6 days ago
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    7 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ધ ગ્રેટ ઈન્ડિયન મર્ડરની આંટીઘૂંટી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Naresh Shah > ધ ગ્રેટ ઈન્ડિયન મર્ડરની આંટીઘૂંટી
AuthorNaresh Shah

ધ ગ્રેટ ઈન્ડિયન મર્ડરની આંટીઘૂંટી

Khaskhabar Editor
Last updated: 2022/02/14 at 11:01 AM
Khaskhabar Editor 4 years ago
Share
6 Min Read
SHARE

આ વેબસિરિઝ લાજવાબની શ્રેણીમાં મુકી શકાય તેવી નથી છતાં તેના ક્ધટેન્ટમાં સંતોષ આપી શક્વાનો દમખમ જરૂર છે. 

શાહનામા
– નરેશ શાહ

હોમ મિનિસ્ટર જગન્નાથ રાયે આડાઅવળા ટાંગામેળ કરીને હત્યા કેસમાં પકડાયેલાં પોતાના એકમાત્ર પુત્ર વિવેક રાયને છોડાવ્યો છે પણ વાંગડ દીકરો ઈચ્છે છે કે, ઈમેજ કલિન-અપ કરવા માટે (નિર્દોષ છૂટયાની ખુશાલીમાં) એક પાર્ટી થ્રો કરવી જોઈએ અને પુત્રના કારણે હાઈકમાન્ડની નજરે ચઢી ગયેલાં જગન્નાથ રાય (આશુતોષ રાણા) ને પણ લાગે છે કે બસ્સો કરોડ ખર્ચીને છોડાવેલાં પુત્રની વાત સાચી છે. ભલે, થતી પાર્ટી.

- Advertisement -

– અને પાર્ટીની રાતે પુત્ર વિવેક રાય થોડું લાગણીશીલ પ્રવચન આપીને બધાનું ધ્યાન ખેંચે છે ત્યાં જ ઉજવણીની આતશબાજી શરૂ થાય છે. આંખોને ચકાચૌંધ કરી દેતી અને કાળા આકાશને મનોરમ્ય ઉજાસથી ઉભરાવી દેતી આતશબાજી જોવામાં વિવેક સહિતના પાર્ટીજનો તલ્લિન છે ત્યારે જ એ ધૂમધડાકા વચ્ચે ફાયરિંગ થાય છે અને વિવેક રાય ઢળી પડે છે… તરત પાર્ટી પ્રિમાઈસીસ સીલ કરવાાં આવે છે. આવનારાં ગેસ્ટની ઝડતી લેવાનું શરૂ થાય એ પહેલાં જ બે શખ્સ પિસ્તોલ સાથે પકડાઈ છે. ત્રીજી પિસ્તોલ એક ટેબલ નીચેથી મળવાની છે. મતલબ કે ત્રણ શકમંદ તો સામેથી વ્યક્ત થઈ ગયા પણ ત્રણ શકમંદ હજુ પાર્ટીમાં જ ઉપસ્થિત છે, એ હત્યા વખતે કોઈને ખ્યાલ નથી. એક અભિનેત્રી છે, જે એ જ સાંજે ટીવી પર વિવેક રાયની કરતૂતો કહીને બ્રેકીંગ ન્યુઝ સર્જી ચૂકી છે.

બીજી બે વ્યક્તિ પણ એવી છે કે જે વિવેક રાયથી હર્ટ થઈ ચૂકી છે, જેના વિષે તમે પણ વેબસિરિઝ જોતાં જાવ તેમ તબક્કાવાર ભેદ ખૂલતાં જાય છે. – તો અજય દેવગણે પ્રોડયુસ કરેલી, તિગ્માંશુ ધુલીયાએ ડિરેકટ કરેલી અને ગયા અઠવાડિયે જ હોટ સ્ટાર પર સ્ટ્રીમ થયેલી ધ ગ્રેટ ઈન્ડિયન મર્ડરની આ સ્ટોરી લાઈન છે, જેનો બેઈઝ તો (સ્લમડોગ મિલિયોનેર ફેઈમ) વિકાસ સ્વરૂપની દળદાર નોવેલ સિક્સ સ્પેકટસ છે. મૂળ નોવેલમાં અને વેબસિરિઝમાં એડોપ્શન પછીના જરૂરી ફેરફાર સ્પષ્ટપણે દેખાય છે. વિકાસ સ્વરૂપની સિક્સ સ્પેકટસ નોવેલ રિલિઝ થઈ ત્યારે તેના પર એવી ચર્ચાઓ થયેલી કે તે ત્રણ ત્રણ સત્ય ઘટનાઓ (બિઝનેશ ટાયકૂન ચઢૃાના દીકરા , જેસિકા લાલ કેસ અને સલમાન ખાનના શિકાર કેસ) પર આધારિત છે. સિક્સ સસ્પેકટ નોવેલ અને તેને એડોપ્ટ કરીને બનેલી ધ ગ્રેટ ઈન્ડિયન મર્ડર માં આ ત્રણેય ઘટનાઓના લસરકા પણ દેખાય છે.

ડિરેકટર તિગ્માંશુ ધુલીયાને ન્યાય કરવા કહેવું પડશે કે ધ ગ્રેટ ઈન્ડિયન મર્ડર ભલે મર્ડર મિસ્ટરી હોય પણ તેને નેરેટ કરવામાં અને તેની પરત દર પરત ખોલવામાં ક્રિએટીવ અપ્રોચ રાખવામાં આવ્યો છે એટલે દર્શક ક્યારેક ગૂંચવાઈ જાય છે. નવ એપિસોડની ધ ગ્રેટ ઈન્ડિયન મર્ડર મિસ્ટરીમાં એટલે જ દરેક નવા એપિસોડ સાથે, એક અલગ કેરેકટરનું બેકડ્રોપ દર્શાવવામાં આવ્યું છે તેથી થાય છે એવું કે દરેક નવા એપિસોડ સાથે કુતૂહલની ધારને નવેસરથી સજાવવી પડે છે.
આખી વાર્તા, પાત્રો કે વેબસિરિઝના મૂડને બયાન કરતું હોય તેમ એક સમયે ફિલ્મ ઘરોંદા ની ગીત પણ યોગ્ય રીતે જ મૂક્વામાં આવ્યું છે : સીને મેં જલન, આંખો મેં તુફાન સા ક્યું હૈ આશુતોષ રાણા, રિચા ચઢા, પ્રતિક ગાંધી, રઘુવીર યાદવ, શાહીબ હાશ્મી, શશાંક અરોરા ઉપરાંતના અનેક પાત્રો ધરાવતી આપણી આ મર્ડર મિસ્ટરીમાં જો કે ફિલ્મી દુનિયાના ગ્લેમર, રાજકારણના ષડયંત્રો, આદિવાસીઓની અંધશ્રદ્ઘા જેવી શ્રદ્ઘા, અપહરણ, પ્રેમ પ્રકરણ, બદલો સહીતના અનેક તત્વોની રસપ્રદ ખિચડી છે કારણકે દરેક કિરદારની એક પોતિકી કહાણી (થેન્ક્સ ટૂ વિકાસ સ્વરૂપ) છે. મૂળ નોવેલ પર તિગ્માંશુ ધુલીયા, વિજય મોર્ય અને પુનિસ શર્માએ ખાસ્સી મહેનત કરીને એક મજેદાર ક્ધટેન્ટ તો આપ્યું જ છે અને આંદામાન-નિકોબાર અને રાજસ્થાનની સૈર પણ કરાવી છે.

- Advertisement -

આપણો પ્રતિક ગાંધી આ વેબસિરિઝમાં છે એટલે ઉલ્લેખ જરૂરી છે કે સીઆઈડી અધિકારી કરતાં પ્રતિક ચાર્મિગ બોય વધુ લાગે છે. મોહનકુમાર બનતાં અને વારંવાર મોહનદાસ (ગાંધીજી) બની જતા રઘુવીર યાદવનું પાત્ર જલ્દીથી ગળે ઉતરે એવું નથી તો અશોક રાજપૂત (શાહીબ હાશ્મી) આંદામાનના આદિવાસી સુધી કેમ અને શા માટે જાય છે, એ પણ સમજાતું નથી તો બ્લોગરની આખી વાત જ વેબસિરિઝ પૂરી થાય ત્યારે લટક્તી રહી જાય છે પણ એ પાત્રની આમ જૂઓ તો કોઈ આવશ્યક્તા લાગતી નથી. હા, સિરિઝ જોતી વખતે એ પાત્ર માટે જિજ્ઞાસા જરૂર જાગે છે…બીજા કિરદારો પણ ઓકે લેવલથી જરા ઉપર લાગે છે પણ તેનું કારણ પણ ધસમસતી વાર્તા અને ઘુંટાતું રહસ્ય વધુ છે.
ધ ગે્રટ ઈન્ડિયન મર્ડર કોઈ (સ્કેમ 9ર) જેવી લાજવાબ વેબસિરિઝની શ્રેણીમાં મૂકી દેવી પડે તેવી હરગીઝ નથી છતાં તેના પોણા સાત કલાકના ક્ધટેન્ટમાં એટલો દમખમ તો છે જ, જે તમને સંતોષ આપી શકે.

1971 : કુછ યાદ ઉન્હે ભી કર લો

ભારતના એક આંતરરાષ્ટ્રીય ઈશ્યુ અને અન્યાય તેમજ પાકિસ્તાનની નાગડદાઈની વાત કરતી 1971 માં બાંગ્લાદેશ માટેના યુધ્ધ વખતે પાકિસ્તાને પકડીને છૂપાવી દીધેલાં ભારતીય સૈનિકોની વાત છે. રેડક્રોસ અને હ્યુમન રાઈટસ સહિતના ઈન્સ્પેકશન વખતે આપણાં કેદીઓને જુદી જુદી જેલમાંથી બહાર કાઢીને અજાણ્યા કેમ્પમાં રાખવામાં આવેલાં અને ત્યાંથી….

છ ભારતીય યુધ્ધ કેદી આ કેમ્પમાંથી ભાગી તો છૂટે છે પણ એક જ યુધ્ધ કેદી (મેજર – મનોજ બાજપેયી) બોર્ડર ક્રોસ કરીને ભારતમાં પગ મૂકી શકે છે પરંતુ પોએટિક જસ્ટીસ ધરાવતી દિગ્દર્શક અમૃત સાગરની આ ફિલ્મ ખરેખર સરસ છે પણ યોગ્ય સમયે અને પ્રચાર સાથે રિલીઝ નહોતી થઈ શકી એટલે નજરઅંદાજ રહીગઈ. પોતાની બાયોગ્રાફીમાં ખુદ મનોજ બાજપેયીએ 1971 ફિલ્મ માટે સોફટ કોર્નર હોવાનું સ્વીકાર્યું છે. મનોજ એકદમ સાચા છે, તેની પ્રતિતિ 1971 જોઈને કરી શકો છો. ફિલ્મ યુ ટયુબ પર જોઈ શકાય છે.

You Might Also Like

સાવધાન! તમારા સોશિયલ મીડિયા પર છે અમેરિકન સરકારની નજર

દહેશતના અલગ અલગ રૂપો

પતિ અજય હતપ્રભ: ‘સિલાઈ’ સંગ્રહની વાર્તામાં આજના બદલાતા પારિવારિક સંબંધોનો જીવંત ચિતાર

વેલેન્ટાઇન: તહેવાર કે વેપાર??

કેન્સરનો સફળ ઈલાજ નિંદામણ જેવી નકામી વનસ્પતિ પાસે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બહુ સરળ લાગતી સલાહમાં પણ ઊંડુ સત્ય છુપાયેલું છે
Next Article જેની જીવવાની પણ શક્યતા નહોતી એ માણસે ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો…

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબી

મોરબી જિલ્લાની આખરી મતદાર યાદી જાહેર કુલ 7.87 લાખ મતદારો નોંધાયા, વાંકાનેર બેઠક મોખરે

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
ઈમરાન ખાનની તબિયત અંગે ચિંતા: વિશ્ર્વભરના 14 દિગ્ગજ ક્રિકેટ કેપ્ટનોનો પાકિસ્તાન સરકારને પત્ર
સાવરકુંડલામાં સ્વામી શ્રી નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમમાં મહાશિવરાત્રિ મહોત્સવ
બનાવટી દૂધ હોવાની શંકાએ ફોટોગ્રાફી કરનાર આપના કાર્યકર પર હુમલો
પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં રાજકોટ શહેર માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
ભવનાથમાં પોલીસ સાથે દાદાગીરી અને ફરજમાં રૂકાવટ મામલે કીર્તિ પટેલ વિરુદ્ધ ફરિયાદ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

સાવધાન! તમારા સોશિયલ મીડિયા પર છે અમેરિકન સરકારની નજર

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Author

દહેશતના અલગ અલગ રૂપો

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Author

પતિ અજય હતપ્રભ: ‘સિલાઈ’ સંગ્રહની વાર્તામાં આજના બદલાતા પારિવારિક સંબંધોનો જીવંત ચિતાર

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?