હિંદુ ધર્મમાં અનેક તહેવારો આવતા હોય છે. ખાસ તો શ્રાવણ મહિનામાં સૌથી વધારે તહેવારો આવે છે. શ્રાવણ મહિનો હિંદુ ધર્મમાં સૌથી પ્રવિત્ર માનવામાં આવે છે. કારણે કે, આ મહિનો ભગવાન શંકરને ખૂબ જ પ્રિય હોવાનું માનવામાં આવે છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવજીની ભક્તિ કરવામાં આવે છે. આ જ મહિલનામાં સોમવારના વ્રત પણ કરવામાં આવે છે. આ મહિનામાં શિવજીની ભક્તિ અને આરાધના કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થઈ જતી હોય છે.
શ્રાવણ મહિનામાં સોમવારનું વિશેષ મહત્વ હોય છે
આ પવિત્ર શ્રાવણ મહિના દરમિયાન ભક્તો શ્રદ્ધાપૂર્વક શિવલિંગ પર જળનો અભિષેક કરત હોય છે. આવું કરવાથી જીવનમાં સુખ- શાંતિ આવે છે તેવી માન્યતા પણ છે. શાસ્ત્રોમાં લખ્યું છે કે, શ્રાવણ મહિનાના દરેક સોમવારે શિવલિંગ પર જળાભિષેક કરવું વધુ પુણ્યદાયી હોય છે. તો ચાલો જાણીએ શ્રાવણ મહિનો ક્યારેથી શરૂ થઈ રહ્યો છે…
- Advertisement -
ગુજરાતમાં 25મી જુલાઈથી શ્રાવણ મહિનો શરૂ થશે
ઉત્તર ભારતમાં તો 11મી જુલાઈથી શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે. પરંતુ આપણાં ગુજરાતમાં 25મી જુલાઈથી શ્રાવણ માસની શરૂઆત થશે. ગુજરાતમાં ભક્તો રાહ જોઈ રહ્યાં છે શ્રાવણ માસ શરૂ થાય એટલે શિવજીની ભક્તિ શરૂ કરીએ. તો ગુજરાતમાં 25મી જુલાઈથી શ્રાવણ મહિનો શરૂ થશે અને 23મી ઓગસ્ટે પૂર્ણ થશે. આ મહિનામાં કુલ ચાર સોમવાર આવે છે. શિવભક્તો શ્રાવણના પહેલા સોમવારથી વ્રત – ઉપવાસ શરૂ કરી શકે છે અને શિવમંદિર જઈને જળાભિષેક કરી શકે છે.
શ્રાવણ મહિનામાં આવતા તહેવારો
વિક્રમ સંવત શ્રાવણ સુદ પૂનમ: રક્ષાબંધન
વિક્રમ સંવત શ્રાવણ વદ છઠ: રાંધણ છઠ
વિક્રમ સંવત શ્રાવણ વદ સાતમ: શીતળા સાતમ
વિક્રમ સંવત શ્રાવણ વદ આઠમ: જન્માષ્ટમી
સોમવારના ઉપવાસનું મહત્વ
શાસ્ત્રો પ્રમાણે સોમવારનું વ્રત રાખવાથી સુખી દાંપત્ય જીવન, અખંડ સૌભાગ્ય અને શિવ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. શિવજી સાથે પાર્વતીની શ્રદ્ધાપૂર્વક પૂજા કરવી જોઈએ. કિશોરીઓ શ્રાવણ સોમવારનું વ્રત કરે તો તે ખૂબ ફળદાયી મનાય છે. શિવજીના આશીર્વાદથી તેમને યોગ્ય જીવનસાથી મળે છે. રોગ, પીડા, દુઃખ અને દોષોમાંથી મુક્ત થવા માટે પણ સોમવારનું વ્રત કરવામાં આવતું હોય છે. આ સાથે સાથે ભક્તો ધન, સુખ, સમૃદ્ધિ અને મોક્ષની પ્રાપ્તિ માટે શિવજીની ઉપાસના કરવા માટે શ્રાવણ મહિનામાં સોમવારનું વ્રત કરતા હોય છે.
- Advertisement -
શ્રાવણ મહિનાના ચાર સોમવારની તારીખ
શ્રાવણ મહિનાનો પહેલા સોમવાર: 28મી જુલાઈ, 2025
શ્રાવણ મહિનાના બીજા સોમવાર: 4 ઓગસ્ટ, 2025
શ્રાવણ મહિનાના ત્રીજા સોમવાર: 11મી ઓગસ્ટ, 2025
શ્રાવણ મહિનાના ચોથા સોમવાર: 18મી ઓગસ્ટ, 2025
મહાદેવને જળાભિષેક કરવાનો ખૂબ જ ફળદાયી છે
શ્રાવણ મહિનામાં સવારે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરી લેવું અને ત્યાર બાદ સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી લેવાં. સ્વચ્છ ધાતુના વાસણમાં ગંગાજળ અથવા શુદ્ધ જળ ઘરેથી જ ભરી લઈ જવું તેમાં ગાયનું દૂધ ઉમેરી રાખવું. આ બધુ તૈયૈર કરીને બિલિપત્ર સાથે મંદિરમાં જવું અને શિવલિંગ પર અભિષેક કરવો. શિવલિંગ પર જળાભિષેક કરતી વખતે સાથે ફૂલો અને બીલીપત્ર રાખવા. આ બધુ મહાદેવને અર્પણ કરતી વખથે શિવના મંત્રોનું ઉચ્ચારણ કરવું. આમ કરવાથી શિવજી તમારા પર પ્રસન્ન થઈ શકે છે.