રશિયા દુનિયા માટે કમાઉ દીકરો છે જેને છંછેડવો એટલે પોતાના પગ પર પ્રહાર કરવા સમાન.
વિશ્વના અનેક દેશો મોંઘવારી સહિતની વિષમ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે કોઈપણ રીતે આ યુદ્ધ ઇચ્છનીય નથી
– હિમાદ્રી આચાર્ય દવે
- Advertisement -
રશિયા યુક્રેઇન વચ્ચે યુદ્ધના પડઘમ વાગી ચૂક્યા છે અને યુક્રેન પર રશિયાના ઘાતક યુદ્ધ પ્રહારોના સમાચારો આપણે જોઈ રહ્યા છીએ. બહુ મોટી તબાહિની સંભાવના વચ્ચે પણ પુતિન સામે પ્રત્યક્ષ્ યુદ્ધમાં ઉતરવાની નીતિ અપનાવીને દુનિયાના દેશો તેને રોકી શકે એમ નથી. હા, માત્ર આર્થિક પ્રતિબંધો કે જેમાં રશિયા સાથે ટ્રેડિંગ-બેનિ્ંકગ વગેરેથી વિશ્વના દેશો દૂરી બનાવી લઈને રશિયા યુદ્ધ રોકવાનું દબાણ લાવી શકે. પણ એવું કરવામાં દુનિયાના દેશો સામે અનેક નડતર છે.
આ યુદ્ધની વૈશ્વિક અસરો, સંભવિત આર્થિક અસરો અને તેને કારણે વૈશ્વિક આર્થિક પ્રવાહો વિશે થોડી વાત કરીએ એ પહેલા વિશ્વ સ્તરે રશિયાની ઉપયોગિતા અને અનિવાર્યતા અને એને લઈને વિશ્વના બજારની પરિસ્થિતિ વિષે થોડી વાત કરીએ રશિયા ક્રૂડ ઓઈલ તેમજ નેચરલ ગેસનો મોટો સપ્લાયર છે. જે દુનિયાની જરૂરિયાતનો બહુ મોટો હિસ્સો પૂરો પાડે છે એ આપણે જાણીએ છીએ કે રશિયા ઓઇલ, નેચરલ ગેસ, કોલ, મેટલ્સ અને અનાજ, રોજબરોજના જીવનમાં તેમજ ઉદ્યોગિક વિકાસ માટે ખૂબ જ ઉપયોગી મહત્વના ઉત્પાદનોમાં વિશ્વમાં અગ્રેસર કહી શકાય તેવું મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. વળી, રશિયા, દુનિયામાં અદ્વિતીય કહી શકાય તે કક્ષાનું સૈન્યબળ ધરાવે છે આ બધી પરિસ્થિતિમાં રશિયા-યૂક્રેન યુદ્ધ દુનિયા માટે, વિશ્વની મહાસત્તા સહિતના દેશો માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને વિશ્વની આગામી આર્થિક પ્રવાહો નક્કી કરવામાં નિર્ણાયક બની રહેશે.
રશિયા યૂક્રેનનું યુદ્ધ દુનિયાના દેશોની અર્થવ્યવસ્થાને કઈ બાજુ ધકેલશે, અને વિશ્વની શેરબજાર, કોમોડિટી મેટલ, ડોલર, રૂપિયા પર શું અસર થશે એ નીચેના ત્રણ પરિબળો પરથી મુખ્યત્વે નક્કી થશે કે પુતિન પર દબાણ લાવવા નીચેના પગલાંઓ લેવાશે, કેવી રીતે લેવાશે?
1) નાટોના દેશ પ્રત્યક્ષ રીતે યુદ્ધમાં યુક્રેઇનની મદદ કરશે કે નહીં
2) વિશ્વની મહાસત્તાઓ, ગ્લોબલ બેન્કિંગ સિસ્ટમ રશિયા પર કઈ પ્રકારના પ્રતિબંધો લગાવે છે
3) રશિયાને ગ્લોબલ બેન્કિંગમાંથી દૂર કરવાના નિર્ણયને દુનિયાના કયા કયા દેશો સાથ આપશે
4) ગેસ અનેઓઇલ, રશિયાની આ એનર્જી સપ્લાય પર આંશિક કે પૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવશે કે નહીં..
અમેરિકા રશિયાને વારંવાર ચેતવણી આપી રહ્યું છે અને અમેરિકન દૂતાવાસ અમેરિકન સરકારે સત્તાવાર જાહેરાત પણ કરી છે કે અમેરિકામાં રહેલી રશિયાની તમામ સંપત્તિઓ જપ્ત કરવામાં આવશે અને સાથે સાથે બીજા અનેક પ્રતિબંધ લગાવવામાં આવશે. જેનાથી રશિયાની અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે ધ્વસ્ત થઇ જવાની સંભાવના છે એવી ચેતવણી અમેરિકન સરકારે આપી છે.
- Advertisement -
જો કે યુદ્ધની શરૂઆત પહેલા રશિયાને એ વાતનો અંદાજો હોય જ કે તૂશરિં તેમને ગ્લોબલ બેન્કિંગ સિસ્ટમમાંથી દૂર કરી શકે અથવા તો આંશિક પ્રતિબંધ લાદી શકે. એ માટે રશિયાએ તેની બેન્કિંગ સિસ્ટમને પહેલેથી તૈયાર કરી રાખી છે કે આવી સ્થિતિમાં દેશની બેન્કિંગ સિસ્ટમ તેની નાણાકીય ક્ષમતા કેવી રીતે વધારી શકે. રશીયા પર SWIFT (Society for Worldwide Interbank Financial Telecommunication) નવા પ્રતિબંધ આવે અને ગ્લોબલ બેન્કિંગ સિસ્ટમથી રશિયાને બહાર કરી દેવામાં આવે તો પુતિન પર દબાણ લાવી શકાય પરંતુ ગ્લોબલ સિસ્ટમથી રશિયાને દૂર કરવું ખુબજ ગૂંચવણભર્યું કામ છે જર્મની ફ્રાંસ તેમજ યુરોપિયન યુનિયનનું રશિયન બોંડમાં ખૂબ જ મોટું એક્સપોઝર છે એટલે એમના માટે આ કરાવવું મુશ્કેલ થઈ જશે. અચાનક રશિયાને ગ્લોબલ બેન્કિંગ સિસ્ટમમાંથી બહાર કરી દેવામાં આવે તો તેને પેમેન્ટ રોકાઈ જાય અને બેન્કિંગ સિસ્ટમ પર તેની મોટી વિપરીત અસર થાય. યુરોપ હાલમાં પણ મંદીનો માર ઝીલી રહ્યું છે એ ઉપરથી મહામારી અને મોંઘવારી ત્યારબાદ રશિયા પર પ્રતિબંધ લગાવવામાં આવે તો યુરોપના ઓદ્યોગિક ઉત્પાદન પર મોટી અસર થાય. આ સંજોગોમાં ર રશિયા પર પૂર્ણત: ગ્લોબલ બેન્કિંગ પ્રતિબંધ લગાવવો અશક્ય દેખાય છે. આજની પરિસ્થિતિમાં રશિયન ક્રૂડ ઓઇલની ડિમાન્ડ વિશ્વ બજારમાં ઝડપથી ઘટી રહી છે.
સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી પણ એવા અંદેશ મળે છે કે યુરોપિયન યુનિયન અને અમેરિકા રશિયાની સપ્લાય પર પ્રતિબંધ લગાવી શકે. કારણકે રશિયાએ યુદ્ધ છેડી પુરી દુનીયાની શાંતિને પ્રભાવિત કરી છે અને આખા યુરોપને યુદ્ધની આગમાં હોમી દીધું છે આ જોતાં રશિયાનું 60% ક્રૂડની નિકાસ પ્રતિબંધના દાયરામાં આવી શકે એવી સંભાવના છે 60% એટલા માટે કે ચાઇના બેલારુસ અને બીજા અમુક દેશો રશિયા પરના પ્રતિબંધને નહીં માને એટલે રશિયાની 40% સપ્લાય યથાવત રહેશે. રશિયન ક્રૂડ ઓઇલ , બ્રેન્ડ ક્રૂડ ઓઇલ તેમજ નાયમેક્સ કરતા થોડુ અલગ પ્રકારનું છે જો કે ભારત તેની આયાત નથી કરતું પણ યુરોપ અને ચાઇનાની રિફાઇનરીમાં આ ઓઈલ મોટા પ્રમાણમાં રિફાઇનિંગ થાય છે. વળી, રશિયા રોજના ત્રણ મિલિયન બેરલ ક્રૂડ ઓઇલ ઉત્પાદન કરે છે જો તેના 60 ટકા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવે તો આટલા મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલની સપ્લાયમાં ખાધ આવે. એને ભરવી ખૂબ જ મુશ્કેલ થઈ પડે અને એ માટે યુરોપ અને અમેરિકા સાઉદી અરબ, કતાર, ીક્ષશયિંમ ફફિબ યળશફિયિંત પર ઉત્પાદન વધારવાનું કૂટનીતિક દબાણ લાવી શકે. પણ એ દરમ્યાન ક્રૂડ ઓઇલના ભાવ 110 120 ડોલર સુધી જઈ શકે તેવું અર્થશાસ્ત્રના નિષ્ણાંતો જણાવે છે વિશ્વના અર્થશાસ્ત્રીઓ ઇતિહાસ એ દર્શાવે છે કે જ્યારે જ્યારે ક્રૂડ ઓઇલના અને નેચરલ ગેસના ભાવ વધે છે તેની સાથે સાથે મોંઘવારી, મંદી અને આર્થિક વિકાસને અવરોધે તેવા પરિબળો બજારમાં પ્રવર્તવાના આ શરૂ થઈ જાય છે. ભારતની ક્રૂડઓઇલની જરૂરિયાતનો 80 ટકા હિસ્સો બહારથી આયાત થાય છે અને તેમનો મોટાભાગનો હિસ્સો આપણે રશિયાથી ખરીદીએ છીએ આ સંજોગોમાં ક્રૂડ ઓઇલની વધતી કિંમતો કે રશીયા પરના પ્રતિબંધો આ બન્ને વસ્તુ ભારતના આર્થિક વિકાસ માટે પ્રતિકૂળ સાબિત થઈ શકે.
ઉપર કહ્યું તેમ રશિયા પાસે ક્રૂડ ઓઇલ જેવો જ મહત્વનો નેચરલ ગેસનો સ્ત્રોત છે. આપને જણાવી દઇએ કે યુરોપીયન યુનિયનના દેશોની નેચરલ ગેસની જરૂરિયાતનો લગભગ 25 ટકા હિસ્સો રશિયાથી આવે છે અને તેનો બીજો સોર્સ છે નોર્થ સી કે જ્યાં નેચરલ ગેસનું ઉત્પાદન લગાતાર ઘટતું રહ્યું છે રશિયા પાસે નેચરલ ગેસના ખૂબ જ મોટા રીસોર્સીસ છે અને બેલારુસ યુક્રેન તેમજ બાલ્ટિક સમુદ્રના રસ્તે દુનિયાભરના દેશોમાં પાઈપલાઈન મારફત રશિયા ગેસ સપ્લાય કરે છે.
આ સંજોગોમાં જો રશિયાના ગેસ સપ્લાય પર પ્રતિબંધ લગાવવામાં આવે તો અમેરિકા તેમજ યુરોપિયન દેશોને મિડલ ઇસ્ટના દેશોમાંથી પાઈપલાઈન વગર ગેસ ઈમ્પોર્ટ કરવો ખૂબ જ મોંઘો પડી જાય એટલે આ મામલે તો આપણે કહી શકીએ કે યુરોપ રશિયા પર પૂરું નિર્ભર છે ગેસની આપૂર્તિ કોઈપણ વિકલ્પે ભરી શકાય તેમ નથી અને આ જ તો રશિયાની મોટી તાકાત છે.
આ ઉપરાંત રશિયા નિકલ, રેડિયમ, પ્લેટિનમ, એલ્યુમિનિયમ, કોપર વગેરે બેઝ મેટલ ઉત્પાદક છે. તો બીજી બાજુ રશિયા દુનિયાભરની ઘઉં તેમજ અન્ય અનાજની જરૂરિયાતનો બહુ મોટો હિસ્સો પૂરો પાડે છે, સાથોસાથ કોલસાના ઉત્પાદનમાં વિશ્વમાં બીજા નંબરનું સ્થાન ધરાવે છે. એક અર્થમાં રશિયા દુનિયા માટે કમાઉ દીકરો છે જેને છંછેડવો એટલે પોતાના પગ પર પ્રહાર કરવા જેવું પરિસ્થિતિ દુનિયાના દેશ માટે આવી પડી છે તો બીજી તરફ રશિયા -યૂક્રેઇન યુદ્ધથી ફક્ત યૂક્રેઇન કે રશીયા જ નહીં પરંતુ યુરોપિયન દેશો તેમજ ભારત સહિત વિશ્વના મોટા મોટા દેશોને મોંઘવારી, મંદી તેમજ મોટા મોટા આર્થિક અવરોધનો સામનો કરવાનો આવશે, વિશ્વની શેરબજારો અને કોમોડિટી બજાર પર વિપરીત અસર થશે. હવે જો રશિયા પર દબાણ લાવવા યુક્રેઇન તેમજ યુરોપિયન યુનિયન તુર્કીને બરફરોસ સ્ટેઇટ બંધ કરવાનું કહી શકે.બરફરોસ સ્ટેઇટ જે શીપીંગ, ક્રૂડ ઓઇલ, અનાજ તેમજ અન્ય કોમોડિટીના નિકાસનું , વિશ્વના દેશોને યુરોપિયન દેશ સાથે વ્યાપાર વાણિજ્યમા જોડતું મહત્વપૂર્ણ કેન્દ્ર છે જ્યાંથી વર્ષભરમાં 50000 કાર્ગોશિપ પસાર થાય છે. હવે જો આ રુટ બંધ થાય તો દુનિયાના દેશોને મેટલ અને અનાજની મોટી ખાધ આવે જે કોઇ પણ દેશ માટે ઈચ્છનીય નથી.
છેલ્લા આઠ વર્ષમાં, તાજેતરમાં,બ્રાન્ડ ક્રૂડ ઓઈલનો ભાવ 101 ડોલરને પાર કરીને અત્યારે મહત્તમ સપાટીએ છે. બીજી તરફ શેરબજારો ગગડી રહી છે. આપણે હંમેશાં જોયું છે કે મોંઘવારી વધે વ્યાજ દરમાં ફેરફાર થાય એ સાથોસાથ સોના અને ચાંદીના ભાવમાં તેજી આવે છે એ પ્રમાણે સુડતળીસ-અડતાલીસ હજારથી ઠેકડો મારીને સોનાનો ભાવ આજે સીધો એકાવન દસ ગ્રામ પર પહોંચ્યો છે. ઉપરના આ ત્રણેય પરિબળો અર્થવ્યવસ્થાની ગતિ નક્કી કરતા મહત્વના પરિબળો જ આજે અસ્તવ્યસ્ત છે.
વિશ્વના મહાસત્તાઓ સહિતના અનેક દેશો દેશો આજે સ્ટેગફ્લેશન , એવી અર્થશાસ્ત્રીય પરિસ્થિતિ કે જ્યાં મોંઘવારીના દર સતત વધતો રહે અને આર્થિક વિકાસ ઘટતો રહે છે, તેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે કોઈપણ રીતે આ યુદ્ધ ઇચ્છનીય નથી. આમ રશિયા યૂક્રેનનું યુદ્ધ, આખા વિશ્વને આર્થિક રીતે પાયમાલ કરશે તેમજ અશાંતિ, નરસંહાર, હજારો લોકોની જિંદગીના સમીકરણો ખરાબ રીતે બદલાઈ જશે. દરેક યુદ્ધનો અંત, માત્ર તેના હારનારની નહીં પણ તેના જીતનારની પણ હાર જ હોય છે એ સત્ય દુનિયાના અનેક શહેનશાહોને સમજાયું નથી, એ વાતનો ઇતિહાસ સાક્ષી છે. કાશ, પુતિનને કલિંગ વિજય બાદ અશોકને સાંપડેલ વિષાદનું યુદ્ધ પહેલા જ ભાન થાય !


