શંકરાચાર્ય સ્વામી નિશ્ર્ચલાનંદજીનું મોટું નિવેદન
પૂજામાં સનાતન પરંપરાનું પણ અનુસરણ ન કરાયું: માત્ર અયોધ્યા જ નહીં, ભગવાન રામનો વસવાટ ધરાવતા ચિત્રકૂટ – નાસિકમાં પણ પરાજય તેની સાબિતી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ અયોધ્યા, તા.17
હિન્દુત્વની વિચારધારા સાથે રાજકારણમાં સર્વોચ્ચ સ્થાને પહોંચેલા ભાજપને તાજેતરમાં લોકસભા ચૂંટણીમાં પછડાટનો સામનો કરવો પડયો હતો અને ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર જેવા રાજયોમાં બેઠક ગુમાવવાનો વખત આવ્યો હતો. અયોધ્યામાં પણ હાર થઇ હતી અને દેશભરમાં તેના તિવ્ર પ્રત્યાઘાતો હજુ શમ્યા નથી ત્યાં શંકરાચાર્ય સ્વામી નિશ્ર્ચલાનંદજીએ મોટુ નિવેદન કર્યુ છે.
અયોધ્યામાં નિર્માણ પામેલ ભવ્ય રામ મંદિરનો શિલાન્યાસ શુભ મુહૂર્ત વિના કરાયો હોવાથી ભાજપનો પરાજય થયાનું તેમણે કહ્યું છે. એટલું જ નહીં ભગવાન શ્રી રામનો જયાં સ્વયં વસવાટ થયો હતો તેવા ચિત્રકુટ અને નાસીકમાં પણ ભાજપને પરાજય સહન કરવો પડયો છે. સનાતન પરંપરાનું અનુસરણ ન કરવાથી ભાજપને આ સમય જોવાનો વખત આવ્યો છે.
- Advertisement -
તેમણે એમ પણ કહ્યું કે, અંગ્રેજોની જેમ વિધર્મીઓ કપડા બદલીને દેશમાં ઘુસી ગયા છે અને હિન્દુઓ તેમના અનુયાયી બની ગયા છે. જોકે ભારત હિન્દુ રાષ્ટ્ર બનશે તેમાં કોઇ શંકા નથી પરંતુ તે માટે યોગ્ય મુત્સદ્દીગીરી જરૂરી છે. બધુ કામ બળથી ન થઇ શકે.
શંકરાચાર્ય સ્વામી શ્રી નિશ્ર્ચલાનંદ સરસ્વતી બે દિવસના આગ્રાના પ્રવાસે આવ્યા હતા. ભાજપની હાર પર તેમણે કહ્યું કે, જ્યાં ભગવાન શ્રી રામ હતા ત્યાં ભાગલા પડી ગયા. તેની પાછળ શુભ મુહૂર્તનો અભાવ એક મોટું કારણ છે.
તેમના બે દિવસના રોકાણ દરમિયાન તેમણે કહ્યું કે, ‘અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં શ્રી રામ લલ્લાની સ્થાપના કોઈપણ મુહૂર્ત વિના કરવામાં આવી હતી, અમે આ બાબતનો વિરોધ કર્યો હતો. પૂજા કરતી વખતે સનાતન પરંપરાને ધ્યાનમાં રાખવામાં આવી ન હતી. લોકસભા ચૂંટણીના પરિણામો અયોધ્યા, ચિત્રકૂટ અને નાશિકમાંથી પ્રાપ્ત થયા, જ્યાં ભગવાન શ્રી રામ સ્વયં રહેતા હતા ત્યાંજ બીજેપીમાં ભાગલા પડી ગયા.’
શાસ્ત્રીપુરમના પૂર્વ સાંસદ સીમા ઉપાધ્યાયના ઘરે આયોજિત ધર્મસભામાં રવિવારે શંકરાચાર્ય ભક્તોની શંકાઓનું નિરાકરણ કરી રહ્યા હતા. જ્યારે એક ભક્તે ઇસ્કોન સંસ્થાને અનુસરવા અને ગુરૂ દીક્ષા લેવા વિશે પ્રશ્ર્ન પૂછ્યો ત્યારે તેમણે કહ્યું કે, ’પહેલા અંગ્રેજો વેપારી તરીકે આવ્યા અને શાસક બન્યા હતા. હવે તેઓ કપડાં બદલીને ધર્મની આડમાં દેશમાં પ્રવેશ્ર્યા છે.
ચિંતાની વાત એ છે કે, તેઓ પોતાને હિંદુ નથી કહેતા, પરંતુ પોતાને હિંદુઓમાં સ્થાપિત કરી ચૂક્યા છે. વિડંબના એ છે કે હિંદુઓ તેમને સંપૂર્ણ માન્યતા આપવાની સાથે તેમના ગુરુ તરીકે પણ પૂજે છે. તે પોતાને હિન્દુ નથી કહેતો, પરંતુ હિન્દુઓ તેના અનુયાયીઓ બની ગયા છે, તેમની પૂજા પદ્ધતિને અનુસરે છે, તેમના ગુરુ પાસેથી દીક્ષા લે છે.
ભારત હિન્દુ રાષ્ટ્ર હોવાના પ્રશ્ર્ન પર તેમણે કહ્યું કે ભારત ચોક્કસપણે હિંદુ રાષ્ટ્ર બનશે. તેમાં સમય લાગી શકે છે. આ કામ બળથી નહીં, પરંતુ અન્ય ધર્મના અનુયાયીઓને સનાતન ધર્મ તરફ આકર્ષીને કરવામાં આવશે. આ માટે મુત્સદ્દીગીરી યોગ્ય હોવી જોઈએ કારણ કે દરેક વસ્તુનું મૂળ સનાતન ધર્મ છે. ભારતનો અવાજ આખી દુનિયામાં ગુંજશે.
જાતિ, ધર્મ અને સંપ્રદાયના તફાવતના પ્રશ્ર્ન પર તેમણે કહ્યું કે તફાવત એ પ્રકૃતિનો નિયમ છે, કુદરતે ઉપયોગની દૃષ્ટિએ પણ દરેક બાબતમાં તફાવત રાખ્યો છે. દરેક વર્ણનું પોતાનું મહત્વ હોય છે, જો તમે તેના મૂળને સમજો તો તમે જાતિ વ્યવસ્થાને શ્રાપ આપવાનું બંધ કરી દેશો.