ભક્તોને દર્શન આપવા માટે અમરનાથ પ્રકટ થયાં: યાત્રાના રુટને તૈયાર કરવાનું કામ ચાલી રહૃાું છે: અમરનાથ યાત્રા 1 જૂલાઈથી 29 ઓગસ્ટના સુધી ચાલશે
ખાસ-ખબર સંવાદદાતા
આ તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ગુફા પર પ્રાકૃતિક રીતે હિમલિંગ પુરા આકારમાં બનેલ છે. જાહેર કરવામાં આવેલી તસવીરમાં પવિત્ર શિવલિંગ સાથે મા પાર્વતી અને ગણેશના પ્રતીક મનાતા હિમસ્તિંબ પણ પુરા આકારમાં જોઈ શકાય છે. સત્તાવાર રીતે અમરનાથ યાત્રા શરુ થવામાં હજુ એક મહિનાનો સમય બાકી છે. અને અધિકારી તથા સુરક્ષા ફોર્સના જવાનો ગુફા પર પહોંચી ચુક્યા છે.
- Advertisement -
યાત્રાના રુટને તૈયાર કરવાનું કામ ચાલી રહૃાું છે. શ્રાઈન બોર્ડ અને સુરક્ષા દળના અધિકારીઓ વ્યવસ્થામાં ગુફા સુધી પહોંચી ચુક્યા છે. યાત્રાના રસ્તામાં બરફને સાફ કરવાનું કામ લગભગ પુરુ થઈ ચુક્યું છે. આ વર્ષની અમરનાથ યાત્રા 1 જૂલાઈથી શરુ થઈ રહી છે અને 29 ઓગસ્ટના રોજ રક્ષાબંધનના દિવસે સમાપ્ત થવાની છે. અમરનાથ યાત્રા માટે સરકારે 10 એપ્રિલના રોજ શિડ્યૂલ જાહેર કર્યું હતું. આ યાત્રા 62 દિવસ સુધી ચાલશે. યાત્રા માટે 17 એપ્રિલથી ઓફલાઈન અને ઓનલાઈન મોડ પર રજિસ્ટ્રેશન શરુ થઈ ગયું છે.