કે.વી. સિંહદેવ, પ્રભાતિ પરિદા નાયબ મુખ્યમંત્રી; 13 મંત્રીઓએ પણ શપથ લીધા
ખાસ-ખબર ન્યૂઝ ઓરિસ્સા, તા.13
ઓરિસ્સામાં પહેલીવાર ભાજપની સરકાર બની છે. મોહન ચરણ માઝીએ આજે એટલે કે, 12 જૂનને બુધવારના રોજ રાજ્યના 15માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેમની સાથે બે ડેપ્યુટી સીએમ કનક વર્ધન સિંહદેવ અને પ્રભાતિ પરિદાએ પણ શપથ લીધા હતા. માઝી કેબિનેટમાં અન્ય 13 મંત્રીઓએ પણ શપથ લીધા હતા. તેમાં સુરેશ પૂજારી, રબીનારાયણ નાઈક, નિત્યાનંદ ગોંડ, કૃષ્ણ ચંદ્ર પાત્રા, પૃથ્વીરાજ હરિચંદન, મુકેશ મહાલિંગા, બિભૂતિ ભૂષણ જેના, કૃષ્ણ ચંદ્ર મહાપાત્રા, ગણેશ રામ સિંહ ખુંટિયા, સૂર્યવંશી સૂરજ, પ્રદીપ બાલસામંતા, ગોકુલા નંદ મલ્લિક અને સંપદ કુમાર સ્વૈનનો સમાવેશ થાય છે.
- Advertisement -
શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત રક્ષા મંત્રી રાજનાથ સિંહ, નીતિન ગડકરી, જેપી નડ્ડા, અમિત શાહ, ઉત્તર પ્રદેશ, ગુજરાત, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, આસામ, હરિયાણા, ગોવા અને ઉત્તરાખંડના સીએમ પણ હાજર રહ્યા હતા. ભાજપે પહેલીવાર ઓરિસ્સા વિધાનસભા ચૂંટણીમાં બહુમતી સાથે જીત મેળવી છે. રાજ્યની 147 બેઠકોમાંથી ભાજપને 78 બેઠકો મળી છે. તે જ સમયે, નવીન પટનાયકના બીજુ જનતા દળ (બીજેડી) એ 51 બેઠકો, કોંગ્રેસ 14, સીપીઆઈ(એમ) 1 અને અન્યને 3 બેઠકો પર જીત મેળી છે. લોકસભા ચૂંટણીમાં પણ પહેલીવાર ભાજપે અહીં મોટી જીત નોંધાવી છે. રાજ્યની 21 બેઠકોમાંથી ભાજપને 20 અને કોંગ્રેસને એક બેઠક મળી છે. બીજેડી અને અન્ય પક્ષોને એક પણ બેઠક મળી નથી. 2019માં બીજેપીએ 8 સીટો જીતી, બીજેડીએ 12 સીટ જીતી અને કોંગ્રેસે એક સીટ જીતી. એટલે કે આ વખતે ભાજપને 12 બેઠકોનો ફાયદો છે.