જૂનાગઢ શહેરમાં રામનવમીની ઉજવણી પૂર્વે અનેરો ઉત્સાહ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
તા.6 એપ્રિલ રવિવારે મર્યાદા પુરષોતમ ભગવાન શ્રીરામના જન્મોત્સવના વધામણાં કરવા વિવિધ ધાર્મિક મંડળો દ્વારા શહેરમાં તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. જેમાં હરિઓમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રામનવમીને અનુલક્ષીને શોભાયાત્રાની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. જેમાં પ્રભુ શ્રીરામના જીવન ચરિત્ર વિષે જુદા જુદા 36 જેટલા ફ્લોટ સહીતની ઝાંખી કરવાતી શહેરમાં ભવ્ય શોભાયાત્રા નીકળશે.
- Advertisement -
રામનવમી નિમિતે સનાતન હિન્દૂ એકતા સમિતિ ઝાંઝરડા રોડના યુવક મંડળ દ્વારા પણ શ્રીરામ જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. જયારે રવિવારના રોજ એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શ્રીરામના જીવન વિષેના અલગ અલગ ફ્લોટ સાથે શોભાયાત્રા ઝાંઝરડા ગામમાં આવેલ શ્રીરામજી મંદિરથી 4 વાગ્યે નીકળશે અને ઝાંઝરડા રોડ પર આ શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત સાથેનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે રામનવમી પૂર્વે ઝાંઝરડા રોડ ભગવા રંગે રંગાયો છે. અને ઠેર ઠેર કેસરી કમાનો ઉભી કરીને શુશોભન કરવામાં આવ્યું છે. સનાતન હિન્દૂ એકતા સમિતિના મિતભાઈ કુંડારીયા, નિલેશભાઈ આરદેશણા, સાગરભાઈ વ્યાસ, ડેનિશભાઈ ઘેટીયા સહીત સમગ્ર યુવક મંડળ દ્વારા તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.