વિશ્ર્વ વણિક સંગઠન અને જૈન વિઝન આયોજિત ગરબામાં હજારો લોકો ઉમટી પડ્યા: રાત્રે 12 વાગ્યા પછી મંડળી ગરબાએ જમાવટ કરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સોનમ નવનાત વણિક ગરબા-2025ના આયોજને આ વરસે પણ મોટુ આકર્ષણ ઉભુ કર્યું છે. વિશ્વ વણિક સંગઠન અને જૈન વિઝન સંસ્થા દ્વારા આયોજિત આ ગરબામાં મંગળવારે બીજા નોરતે ભક્તિ શક્તિનો સમન્વય જોવા મળ્યો હતો અને એક અલૌકિક માહોલ સર્જાયો હતો. બીજા નોરતે જૈન અગ્રણી વિપુલભાઈ દોશી, દીલેશભાઈ શાહ, કેતનભાઈ દોશી, બ્રિજેશ મહેતા, નીલેશ વોરા, હર્ષિલ શાહ, જૈન સોશિયલ ગ્રુપ એલીડના અભયભાઈ દોશી, વિમલભાઈ બાટવિયા ઉપરાંત મુંબઈ સમાચારના મિલન ત્રિવેદી,તેમજ જતીન સઘાણી સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ રાસોત્સવમાં હજારોની સંખ્યામાં ખેલૈયાઓ જોડાયા છે અને આ ખેલૈયાઓ ઉપર લાખેણા ઇનામોનો વરસાદ થવાનો છે. બીજા દિવસે કિડ્સ પ્રિન્સ તરીકે આશરા દેવાંશ અને મહેતા આયુષ તથા કિડ્સ પ્રિન્સેસ તરીકે ખારા લબ્ધી તથા શાહ દીપા વિજેતા બન્યા હતા. જયારે સીનીયર પ્રિન્સમાં ભૌમિક શાહ અને નિશાંત વોરા તથા પ્રિન્સેસમાં ધાર્મી ટોળિયા, ગોડા પ્રિયા અને શેઠ નિયતિ વિજેતા બન્યા હતા. 150 ફૂટ રોડ ઉપર અયોધ્યા ચોકડી પાસે નયનરમ્ય સેન્ટર ગાર્ડન ગ્રાઉન્ડમાં શ્રેષ્ઠ વ્યવસ્થા સાથે ભક્તિ અને શક્તિનો અનોખો સમન્વય આ વખતે જોવા મળી રહ્યો છે તેમ જણાવતા વિશ્વ વણિક સંગઠનના ચંદ્રકાન્તભાઈ શેઠ અને જૈન વિઝનનાં સંયોજક મિલન કોઠારીએ જણાવ્યું છે કે, આ રાસોત્સવમાં આ વખતે અનેક નવા આકર્ષણો ઉમેરવામાં આવ્યા છે અને તેણે લીધે આ રાસોત્સવ લોકોની પસંદગીનો ઉત્સવ બન્યો છે. ખેલૈયાઓની માગણી અનુસાર રાત્રે 12 વાગ્યા પછી મંડળી ગરબા રમાડવામાં આવ્યા હતા અને એક અનોખો માહોલ ઉભો થયો હતો. ઢોલ અને શરણાઈ ઉપર રમાડાતા આ ગરબા એક અનોખું આકર્ષણ બની રહ્યા હતા. આ વખતે ખેલૈયાઓને જોશભેર ગરબા રમાડવા માટે બોલીવુડ સિંગર સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ જીલ એન્ટરટેનમેન્ટ તેજસ શિશાગીયા પ્રસ્તુત અશ્વિની મહેતા તુષાર ત્રિવીદી ઢાકેચા બ્રધરની ઓર્કેસ્ટ્રા ગાર્ગી વોરા,ધમાલ મચાવી રહ્યા છે અને એ સિવાય પણ અનેક આકર્ષણ છે. ખાસ કરીને 100000 વોટ ની અદભુત સાઉન્ડ સિસ્ટમ,થ્રિ- લેયર સિક્યુરિટી, વિશાળ ફ્રી પાર્કિંગ, એલઇડી ઉપર પ્રસારણ, રોજેરોજ અને ફાઇનલના દિવસે લાખેણા ઇનામો, જૈન ફૂડ કોર્ટ અને સંપૂર્ણપણે પારિવારિક માહોલનો અનુભવ થઇ રહ્યો છે. આ ગરબાને સફળ બનાવવા માટે વિશ્વ વણિક સામાજિક સંગઠનનાં ચેરમેન સી.એમ.શેઠ , ટીમ જૈન વિઝનનાં સંયોજક મિલન કોઠારી અને જયેશ શાહ, સુનીલ શાહ, ભરત દોશી, અજીત જૈન, ગીરીશ મહેતા, મિતુલ વસા, કેતન દોશી અખિલ શાહ નીલ મેહતા, તુષાર પતિરા યોગેશ દોશી, હેમલ મહેતા, નીરવ મહેતા,વિપુલ મહેતા પ્રતીક શાહ,સુરેશ અજમેરા, રાજીવ ઘેલાણી, નીતિન મહેતા,પરેશ દફ્તરી, ધ્રુમિલ પારેખ, સુનિલ કોઠારી, દીપક કોઠારી નરેશ મહેતા, હિમાંશુ પારેખ, જસ્મીન ધોળકિયા, હિતેશ દેસાઈ,આશિષ શાહ, ડો. હાર્દિક શાહ, નિલેશ તુરખીયા,વિશ્વાસ મહેતા, યોગેશ શાહ ,અમિત કોરડીયા, નિર્મલ શાહ,ધવલ મહેતા,જય મહેતા, મહેશ મણીયાર, ડો. દેવેન કોઠારી, પરાગ મહેતા, સંજય મહેતા, કેતન વખારીયા, જતીન કોઠારી કેતન સંઘવી સુધીર પટેલ, દેવાંગ ખજુરીયા, દીપક વસા, મેહુલ કામદાર, દીપેન મહેતા ઉપરાંત અતુલભાઇ કોઠારી, જયેશભાઈ ધ્રુવ, દીપકભાઈ કરચલીયા, ભુપતભાઈ ભૂપતાણી, રાજુભાઈ ધારૈયા, અશ્વિનભાઈ પટેલ, રોહન ધ્રુવ, અરવિંદભાઈ શેઠ, હસમુખભાઈ ધંધુકિયા, રસિકભાઈ પાનસુરીયા, કિશોરભાઈ વસાણી અને નયનભાઈ રાણપરા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે



