ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.22
ભગવાન પરશુરામની જન્મ જયંતિ એટલે અખાત્રીજ આ દિવસે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામની જન્મ જયંતિ હોય દરવર્ષની જેમ આ વખતે પણ આ જન્મજયંતિ ધામધૂમથી ઉજવવા માટે સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ ગિજુભાઈ વિકમાની આગેવાનીમાં એક મિટિંગ રાજગોર બ્રહ્મ સમાજની વાડી ખાતે રાખવામાં આવેલી હતી આ મિટિંગમાં બ્રહ્મ યુવાનો દ્વારા સ્વયંભુ જવાવદારીઓ ઉઠાવી વિવિધ કમિતિઓની રચના કરી ઉજવવાનું નક્કી કરવામાં આવેલ.
આ વર્ષ પણ ભગવાન પરશુરામની જન્મ જયંતિ ધામધૂમથી ઉજવવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવેલ છે જેમાં તા.29ના રોજ અખાત્રીજના દિવસે બપોરના 4 કલાકે આધુનિક પોશાકમાં બ્રહ્મ પરિવારના ભાઈઓ તથા બહેનો દ્વારા રાજગોર બ્રહ્મ સમાજની વાડીએ એકત્રિત થઈ ત્યાંથી વિવિધ ફ્લોટ્સ ટ્રેક્ટરોમાં ભગવાન પરશુરામના ફોટા સાથેના શણગાર સાથે નાના બાળકો દ્વારા ભગવાન પરશુરામ બની ટ્રેકટરો શણગારી શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો ઉપર નીકળશે અને બ્રહ્મ સમાજની વાડી ખાતે પૂર્ણ થશે જયારે બ્રહ્મ સમાજની વાડી ખાતે ભગવાન પરશુરામજીની મહાઆરતી તથા ત્યારબાદ પ્રસાદનું આયોજન રાખવામાં આવેલ છે જેનો સમસ્ત બ્રહ્મ સમાજ તથા અન્ય તમામ સમાજના લોકોને તથા સંસ્થાઓને લાભ લેવા તથા શોભાયાત્રામાં જોડાવવા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ ગિજુભાઈ વિકમાં દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે.