રમકડાના 178, ખાણીપીણીના 14 સ્ટોલ, મધ્યમ ચકરડીના 14 પ્લોટ, નાની ચકરડીના 28 પ્લોટની ડ્રો દ્વારા ફાળવણી થશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં રેસકોર્સ મેદાન ખાતે લોકમેળા સમિતિ દ્વારા તા. 05થી તા. 09 સપ્ટેમ્બર દરમિયાન રસરંગ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે કેટેગરી-બી રમકડા, કેટેગરી-સી ખાણીપીણી, કેટેગરી-જે મધ્યમ ચકરડી, કેટેગરી-કે(1) નાની ચકરડી, કેટેગરી-કે(2) નાની ચકરડીનો ડ્રો તા. 24 જુલાઈના રોજ રાખવામાં આવ્યો હતો. જે હાલ અનિવાર્ય સંજોગોના કારણોસર તા. 24ના બદલે તા. 31 જુલાઈને સોમવારના રોજ સવારે 11 કલાકે રાખવામાં આવ્યો છે.
- Advertisement -
રસરંગ લોકમેળામાં કેટેગરી-બી રમકડાના 178 સ્ટોલ, કેટેગરી-સી ખાણીપીણીના 14 સ્ટોલ, કેટેગરી-જે મધ્યમ ચકરડીના 04 પ્લોટ, કેટેગરી-કે(1) નાની ચકરડીના 28 પ્લોટ, કેટેગરી-કે(2) નાની ચકરડીના 20 પ્લોટનો ડ્રો જૂની કલેકટર કચેરીના કમ્પાઉન્ડમાં નાયબ કલેકટર કચેરી, પ્રાંત રાજકોટ (શહેર-1)ના મિટિંગ રૂમ ખાતે કરવામાં આવશે, જેની સબંધકર્તા તમામ લોકોએ નોંધ લેવા લોકમેળા અમલીકરણ સમિતિ અને નાયબ કલેકટર (શહેર-1)ની યાદીમાં જણાવાયું છે.