ગેરકાયદે ખડકાયેલા ચબૂતરા, 7 મકાનો સહિતની કરોડોની જગ્યા ખુલ્લી કરાઈ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકા હેઠળના વિસ્તારમાં ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા ડીમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મ્યુનિ. કમિશનર આનંદ પટેલના આદેશાનુસાર ટાઉન પ્લાનીંગ ઓફીસર એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજરોજ રાજકોટ મહાનગરપાલિકાને પ્રાપ્ત થયેલી અલગ-અલગ અનામત હેતુ પ્લોટ તથા ટી.પી. રોડ પર થયેલા ગેરકાયદેસર દબાણ- બાંધકામ દૂર કરવા ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 7613.00 ચો.મી.ની અંદાજિત 41.25 કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.
વોર્ડ નં. 1માં ટી.પી. સ્કીમ નં. 22 (રૈયા) અંતિમ ખંડ નં. 2-બી (સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રકચર) રામેશ્ર્વર ડેરીની સામે બાપા સીતારામ ચોક રૈયા પાસે 7 મકાન જેની કિંમત 2.90 કરોડ અને ટી.પી. સ્કીમ નં. 36-3 ઘંટેશ્ર્વર પરાપીપળિયા અંતિમ ખંડ નં. 34-3 તથા 34-4ને લાગુ 18.00 મી. ટી.પી. રોડ (180 મી. લંબાઈ) વર્ધમાનનગર ઘંટેશ્ર્વરમાં ચાપાણીયાની દીવાલ તોડી પાડવામાં આવી હતી. વોર્ડ નં. 9માં ટી.પી. સ્કીમ નં. 16 (રૈયા) અંતિમ ખંડ નં. 60-એ (સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રકચર) પામ યુનિવર્સની પાછળ પાટીદાર ચોક પાસે 1 ઓરડી, વોર્ડ નં. 3 ટી.પી. સ્કીમ નં. 19 રાજકોટ અંતિમ ખંડ નં. 18-એ (સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રકચર) રેલનગરમાં 1 ચબૂતરો તથા ગાર્ડનીંગ જેની કિંમત 6.46 કરોડ અને ટી.પી. સ્કીમ નં. 19 રાજકોટ અંતિમ ખંડ નં. 8બી (સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રકચર) રેલનગરમાં 1 ચબૂતરો તથા પાણીનો અવેડો, વોર્ડ નં. 18માં ટી.પી. સ્કીમ નં. 13 (કોઠારીયા) પ્રારંભિકના અંતિમખંડ નં. 25-બી (ગાર્ડન) હેતુ ઢેબર રોડ વિરાણી અઘાટ ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં 1 ચબૂતરો તથા ઓટલો, વોર્ડ નં. 18માં ટી.પી. સ્કીમ નં. 13 (કોઠારીયા) (પ્રારંભિક)ના અંતિમ ખંડ 18-એ (પાર્કીંગ) હેતુ સ્વાતી રોડ નવી વોર્ડ ઓફીસ પાસે 1 ગેરેજ, 1 કાર સર્વિસ સ્ટેશન, 1 ઓરડી, 1 પ્લીન્થ જેની કિંમત 11.54 કરોડ છે આમ આજરોજ ગેરકાયદેસર કરાયેલા દબાણ પર બુલડોઝર ફરી વળ્યું અને 7613.00 ચો.મી.ની અંદાજિત 41.25 કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી હતી.