અભિલાષનું અક્ષયપાત્ર: અભિલાષ ઘોડા
સચિવને કહો, મંત્રીને કહો , ઉપરી અધિકારી ને કહો મારૂં કોઇ કશું જ નહીં બગાડી શકે : અધિકારી ઉવાચ
- Advertisement -
પોતાને સાચવે તેવી એજન્સીઓ ને કાર્યક્રમોની લ્હાણીની શંકાશીલ હીલચાલ પર સાંસ્કૃતિક વિભાગના જ સંયુક્ત સચિવ દ્વારા રોક લગાવાઇ
ગુજરાત રાજ્ય યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ની કચેરીમાં હમણા હમણા આવતા કલાકારો ને એક અધીકારી સખત હડધુત કરી રહ્યા છે. આ વિભાગ પાસે અનેક સક્ષમ અધિકારીઓ હોવા છતાં જેને વહીવટનું રતીભાર પણ જ્ઞાન નથી તેવા અણઘડ અને તુમાખીભર્યું વર્તન ધરાવતા એક અધીકારીને મોટી જવાબદારી વાળી ખુરશી પરથી તાત્કાલિક બદલવાની જોરદાર માંગ ઉઠી છે. આ અધિકારીના આવા વર્તનથી આ કચેરીનો સ્ટાફ પણ ત્રાહીમામ પોકારી ગયો છે. આ અધીકારી વર્ષ 2023 માં પોરબંદર ખાતે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ની કચેરીમાં ફરજ બજાવતા હતા. તે દરમ્યાન તેમણે પોતાની અણ આવડત ને કારણે વહીવટી મંજુરી મેળવ્યા વગર અનેક એજન્સીઓ ને આડેધડ વર્ક ઓર્ડર આપી દીધેલ. જે તમામ કામો પુર્ણ થઇ ગયા હોવા છતાં આજ સુધી આ એજન્સીઓ ને નાણાનું ચુકવણું કરવામાં આવેલ નથી. એટલું જ નહીં આ એજન્સીઓ જ્યારે જ્યારે પોતાના નાણા માટે ફોન કરે ત્યારે ત્યારે “તમારાથી થાય એ કરીલો, હું કોઇ મુખ્યમંત્રી , મંત્રી કે કોઇ અધિકારીથી ડરતો નથી” આવા વાહીયાત જવાબો અનેક લોકોને આ અધિકારી ખુલ્લેઆમ આપી રહ્યા છે. આ ઉપરાંત તાજેતર માં સાપુતારા ખાતે યોજાયેલ મોનસુન ફેસ્ટિવલ માં સાંસ્કૃતિક કાર્યક્રમોની ફાળવણીમાં આ જ અધિકારીએ મોટા ગોટાળા કરેલા.જે સમાચાર અનેક મીડીયામાં પ્રસિદ્ધ પણ થયેલા. એ પછી હર ઘર તીરંગા કાર્યક્રમ માં સાંસ્કૃતિક કાર્યક્રમો ની ફાળવણીમાં પણ આ અધીકારીએ કળા કરી મોટી રકમ નો ગેર વહીવટ કરેલ છે તેવા અનેક પુરાવા મળ્યા છે.
આગામી દિવસોમાં આવી રહેલ વાયબ્રન્ટ નવરાત્રીના નેજા હેઠળ અમદાવાદ ના ૠખઉઈ ગ્રાઉન્ડ સહીત ગુજરાતના વિવિધ માતાજીના સ્થાનકો પર ગરબા નું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં અત્યાર સુધીના ટ્રેક રેકોર્ડ મુજબ કલા સંસ્થાઓ પાસેથી દરખાસ્ત મંગાવી તેના પ્રેઝન્ટેશન નિયત સમીતી સમક્ષ કરવામાં આવતા અને ત્યારબાદ તેના ભાવ ચકાસી એક પારદર્શક પ્રક્રીયા દ્વારા કલા સંસ્થાઓ નક્કી કરવામાં આવતી. આ વર્ષે આવી તમામ પારદર્શક પ્રક્રિયાઓ ને અભેરાઈ એ ચડાવી, છેદ ઉડાડી આ તદ્દન બીન અનુભવી અધીકારી દ્વારા પોતાને ઓળખતી હોય, પોતાની સીસ્ટમ માં સેટ થતી હોય તેવી કલાસંસ્થાઓને ખાનગીમાં ટેલીફોનીક જાણ કરી તારીખો ફાળવવામાં આવી રહી છે. આ કચેરીના કમીશ્નર પાસે રાહત કમીશ્નર સહીત અન્ય અનેક મોટી જવાબદારીઓ હોઇ તેમને આવા કામમાં સમય ન રહે તે સ્વાભાવિક છે અને માટે જ આ અધીકારીને જલસો પડી ગયો છે. આ અંગે કઇ પણ પુછપરછ કરવા કોઇ સંસ્થાના પ્રતિનીધી જાય તો આ મહાશય ના પેટમાં તેલ રેડાય છે. તાજેતર માં એક મહીલા કલાકાર સાથે ફોન પર ખુબ અશોભનીય અને અપમાનજનક વર્તન આ અધીકારી દ્વારા કરવામાં આવેલ. જેની ફરિયાદ પણ ઉચ્ચ કક્ષાએ કરવામાં આવી છે. એક એજન્સી સાથેતો કમિશ્નર કચેરીની લોબીમાં અન્ય અધીકારીઓ અને કર્મચારીઓ ની હાજરીમાં આ અધિકારી દ્વારા તું તું મેં મેં અને ગાળી ગલોચ કરવામાં આવેલ પરંતુ અન્ય સમજુ અધિકારીઓ અને કર્મચારીઓ એ દરમ્યાન ગીરી કરતાં આ મામલો થાળે પડેલ.
- Advertisement -
આ અધિકારીએ જાણીતી કલા સંસ્થાઓ ને ફોન પર એવા જવાબ આપેલ કે ફલાણી તારીખે, ફલાણી જગ્યાએ મે મોટા કલાકાર ને બુક કરેલ છે, ત્યારે અહીં સવાલ એ થાય છે કે કોઈ પણ સમીતી કે પધ્ધતિ વગર એક વ્યકિત દ્વારા મનઘડત રીતે ચાલતી આ પસંદગી પ્રક્રીયામાં મોટા કે નાના એવા કલાકારોના ભેદ કઇ પધ્ધતિથી આ અધીકારી નક્કી કરી રહ્યા છે? સરકાર ના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ પાસે અનેક સક્ષમ અધિકારીઓ હોવા છતાં આવા વહીવટી આવડત વગરના અધીકારીને આવી મહત્વની જગ્યાએ બેસાડી ગુજરાતના હજારો કલાકારોના માથે શા માટે થોપવામાં આવ્યા છે તેની લેખીત ફરીયાદ મુખ્યમંત્રી સહીત મંત્રીઓ તથા ઉચ્ચ અધિકારીઓને કરવામાં આવી છે. તાજેતર માં રણોત્સવ ના ટેન્ડર નો વિવાદ હાઇ કોર્ટ સુધી પહોંચ્યો અને કોર્ટ ની દરમ્યાનગીરીથી જે રીતે એ ટેન્ડર રદ કરવામાં આવ્યું તેવું જ પુનરાવર્તન આ વખતે વાયબ્રન્ટ નવરાત્રીના કાર્યક્રમોની ફાળવણીમાં માં ન થાય તે જોવાનું રહ્યું.
રવિશંકર એક્ટિવ આર્ટિસ્ટ ગ્રુપ (રાગ) દ્વારા સતત નવમા વર્ષે ‘કલા ગણેશ’ની સ્થાપના
આજથી કલાકારો દ્વારા કલાકારો માટે સતત દસ દિવસ સુધી ‘કલા ગણેશ’ ની રવિશંકર રાવલ કલાભવન ખાતે સ્થાપના
અમદાવાદ ની સતત પ્રવૃત્તિશીલ કલા સંસ્થા રવિશંકર એક્ટિવ આર્ટિસ્ટ ગ્રૃપ ( રાગ ) દ્વારા સતત નવમા વર્ષે અમદાવાદ ના લો ગાર્ડન નજીક આવેલા રવિશંકર રાવલ કલાભવન ખાતે કરવામાં આવી છે. આજથી સતત દસ દિવસ ચાલનારા આ ગણેશ મહોત્સવ માં રોજે રોજ ગણપતી મહારાજની મહા આરતી, વિવિધ જાણીતા કલાકારો દ્વારા રોજેરોજ સાંસ્કૃતિક કાર્યક્રમ નું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સુંદર અને ભક્તિસભર ઉજવાતા આ ’કલા ગણેશ’ ઉત્સવમાં અમદાવાદ રહેતા તમામ ક્ષેત્રના કલાકારો અને કસબીઓ ને આરતી અને દર્શન નો લાભ લેવા કલા ગણેશ વ્યવસ્થાપન સમીતી દ્વારા ખાસ આમંત્રણ પાઠવવામાં આવેલ છે.
ગઇકાલે રીલીઝ થઇ નવી ગુજરાતી ફિલ્મ
ગઈકાલે એક તદ્દન નવા વિષય સાથેની ગુજરાતી ફિલ્મ ’ઉડન છુ’ રીલીઝ થઇ ચુકી છે. રાહુલ બાદલ નિર્મીત અને અનીશ શાહ દિગ્દર્શીત આ ફિલ્મ જોઇ ને બહાર આવતા પ્રેક્ષકો જાણીતા અભિનેતા દેવેન ભોજાણી, પ્રાચી શાહ પંડ્યા અને આર્જવ ત્રીવેદીના અભિનયના જોરદાર વખાણ કરતા જોવા મળ્યા હતા. મેં મારા ગત આર્ટીકલમાં ઉલ્લેખ કરેલો તે મુજબ એક સાથે ત્રણ ત્રણ ગુજરાતી ફિલ્મો શુક્રવારે રીલીઝ થાય તે બધા માટે નુકસાનકારક છે. પરંતુ ’ઉડન છું’ નો ઝંઝાવાતી પ્રચાર અને દેવેન ભોજાણી ના દમદાર અભિનય ને કારણે ગણપતી ઉત્સવ અને પર્યુષણ હોવા છતાં આ ફિલ્મ બહોળા પ્રેક્ષક વર્ગને થીએટર સુધી ખેંચી લાવે તો નવાઈ નહીં
આગામી રણોત્સવ માટે ટેન્ટસિટી બનાવવા અપાયેલું ટેન્ડર રદ થયું
સમય ખુબ ઓછો હોવાથી રી ટેન્ડરિંગ પ્રક્રિયા કરવા છતાં પ્રવાસન વિભાગ પહોંચી વળશે કે નહીં? તે અંગે ચર્ચાઓ..
તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે રણોત્સવ ની પરીકલ્પના કરી ત્યારથી શરૂ કરીને આજ સુધી દર વર્ષે રણોત્સવ ની લોકપ્રીયતામાં દીવસે દિવસે વધારો જોવા મળ્યો છે. પરંતુ રણોત્સવ ની લોકપ્રિયતા માં સૌથી મોટો ઉછાળો આવ્યો ’ખુશ્બુ ગુજરાતકી’ ના કેમ્પેઇન પછી. આ કેમ્પેઇન જે તે સમયે ડીઝાઇન થયું ત્યારે તેના પાયામાં પ્રવાસન નિગમના કેટલાક એવા અધિકારીઓ હતા કે એ અધિકારીઓને આજે પણ રણોત્સવ ની પાયાની જરૂરિયાતો મોઢે છે. ત્યાં શું કરાય અને શું ન કરાય તે કડકડાટ મોઢે છે. આવા પુર્વ અને વર્તમાન અધિકારીઓ નો ઉલ્લેખ કરૂં તો પ્રવાસન નિગમ ના તત્કાલીન ચેરમેન કમલેશ પટેલ અને તત્કાલિન પ્રવાસન સચિવ વિપુલ મીત્રા નું નામ પહેલા લેવું પડે. આ મજબુત જોડીએ અમીતાભ બચ્ચનના ’ખુશ્બુ ગુજરાતકી’ કેમ્પેઇન ને સુંદર રીતે ડીઝાઇન કરી ગુજરાત પ્રવાસનની આખી ઓળખ બદલી નાખી. અને તેમાં પણ ખાસ રણોત્સવ દ્વારા થતી આવકની ઉંચાઈ તો ખુબ જ વધારી દીધી. તેમની ટીમના મજબુત પીલરો નો પણ નામોલ્લેખ કરીએ તો નિવૃત અધિકારીઓ કિર્તી ઠાકર, ઓ.ટી.પિતાંજય, ભલાલા, સ્વ. હેમંત પ્રધાન, જેવા અધીકારીઓ ને યાદ કરવા જ પડે તે જ રીતે ગ્રાઉન્ડ પ્લાનિંગ માં અને પ્રચાર પ્રસારમાં કચ્છના આ રણોત્સવ ને સારી એવી ઉંચાઈ અપાવવામાં જેમનું ઘણું મોટું યોગદાન છે તેવા અને હાલ પણ પ્રવાસન નિગમમાં જેમની સેવાઓ અવિરત છે તેવા સનાતન પંચોલી, ખ્યાતિ નાયક અને જયદિપ શર્મા નો નામ્મોલેખ કરવો પડે. અરે રણની કણ કણથી વાકેફ એવા ઘોરડોના મીંયા હુસેન ને પણ સહેજ પણ નજર અંદાજ કરી શકાય નહીં. પ્રવાસન વિભાગ ના રણોત્સવ, વાયબ્રન્ટ નવરાત્રી, સાપુતારા મોન્સુન ફેસ્ટિવલ કે આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ કે જેની નોંધ વૈશ્ર્વિક સ્તરે ખુબ મોટા પાયે લેવાય છે તેને આટલી સાહજીક્તાથી કેવી રીતે લઈ શકાય ??
નામદાર હાઇ કોર્ટે હાલ તો આ વિવાદાસ્પદ ટેન્ડર ની ફાળવણી પર રોક લગાવી દીધી છે. આપ આ વાંચતા હશો ત્યારે નવા ટેન્ડર માટે કદાચ નવી જાહેરાત આવી પણ ગઇ હશે. નવેસરથી જુની ભુલો સુધારીને પ્રક્રીયા પણ થશે. પણ અહીં સવાલ એ છે કે આ બધું જ નક્કી કરવા વાળા હાલના કેટલા અધિકારીઓ એ રણમાં પોતાના પગ અનેક વખત ખુંચાવેલા છે ?? આ બધા નામોલ્લેખ કરવાનું સીધું કારણ માત્ર એટલું જ કે, કલા, સંસ્કૃતિ અને પ્રવાસના ત્રીવેણી સંગમ સમા આ રણોત્સવ માટે નું ટેન્ડર બનાવતી વખતે સરકારે આવા નિવૃત અને જેની સેવાઓ હાલ પણ પ્રવાસન વિભાગ માં મળી રહી છે તેવા સક્ષમ અને અનુભવી અધિકારીઓને ખાસ તજજ્ઞ તરીકે સામેલ કરવા જોઇએ. ટેન્ડરમાં તેમના અનુભવો મુજબ મુદ્દાઓ સામેલ કરવા જોઇએ. રણોત્સવ એ એક અલગ પ્રકારનો પ્રોજેક્ટ છે તેની માટીને સમજતા ઉપરોક્ત અધિકારીઓ ને પણ ખુબ સમય લાગેલો ત્યારે સહેજ પણ અનુભવ વગરના અધિકારીઓએ રણોત્સવ જેવા પડકાર રૂપ કામના ટેન્ડર ને આટલી સહજતાથી ન લેવું જોઇએ તેમ અમારૂં સ્પષ્ટ માનવું છે.
આવનારા દિવસોમાં આ વિવાદ શાંતીથી પુરો થાય, દેશ વિદેશના અનેક પ્રવાસીઓ એટલી જ મજા સાથે રણ ઉત્સવ નો લાભ લઇ શકે, ગુજરાતના અનેક કલાકારો પોતાની કલા પ્રસ્તુતી આવનાર હજારો પ્રવાસીઓ સમક્ષ કરી શકે માટે ટેન્ડર પસંદગી સમીતીમાં ઉપરોક્ત અધિકારીઓ ની ટીમની ખાસ સેવાઓ પ્રવાસન વિભાગે લેવી જોઇએ.



