ખાસ-ખબર સંવાદદાતા
દુશ્મનનો દુશ્મન મિત્ર હોય છે તે કહેવત ભારત-અમેરિકા સંબંધોમાં શબ્દશ: સાચી પડે છે. ભારત અને અમેરિકા બંને ચીન સામે સમાન સંરક્ષણનો સામનો કરે છે. અમેરિકાના એક વરિષ્ટ સેનાપતિ હિન્દ પ્રશાંત કમાન્ડના કમાન્ડર એડમિરલ જહોન ક્રિસ્ટોફર એકિવ લિનોએ પ્રતિનિધિ સભાની સશસ્ત્ર સેવા સમિતિ સમક્ષ આપેલા નિવેદનમાં બુધવારે કહ્યું હતું કે અમે ભારત સાથેની ભાગીદારીને મહત્વ આપીએ છીએ.
તે સમય સાથે વધતી જાય છે. અમારી સામેનો પ્રાથમિક પડકાર સંરક્ષણ અંગેનો છે. જેનો આપણે પણ સામનો કરી રહ્યાં છીએ. ભારત તેની ઉત્તર સરહદે ચીનનો સામનો કરી રહ્યું છે.તેઓએ કહ્યું કે દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર હોવાને લીધે તેની સાથે કામ કરવાની તેમની ઇચ્છા છે. વર્ષોથી આપણા ભારત સાથેના સંબંધો મૈત્રીપૂર્ણ રહ્યા છે. હું થોડા સમય પહેલા જ રાયસીના -ડાયલોગ દરમિયાન જનરલ ચૌહાણને મળ્યો હતો. છેલ્લા બે વર્ષમાં હું પાંચ વખત ભારત જઈ આવ્યો છું.
‘ભારત-અમેરિકા’નું સમાન શત્રુ ચીન છે, બંને દેશો એક સરખા પડકારોનો સામનો કરે છે



