ખાસ-ખબર સંવાદદાતા
પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો શાંધાઈ કોપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠકમાં ભાગ લેવા તા.4-5 મે ના રોજ ભારત આવશે. પાક વિદેશ મંત્રાલયે ભુટ્ટોની આ યાત્રાની જાહેરાત કરી હતી. બિલાવલ ભુટ્ટોની આ મુલાકાત લગભગ એક દશકા બાદ પાકના કોઈ ઉચ્ચ સતાધારી નેતાની પ્રથમ ભારત મુલાકાત હશે. છેલ્લે 2014માં પાક વડાપ્રધાન નવાઝ શરીફ વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રથમ શપથવિધિમાં હાજર હતા તે અગાઉ પાકના તત્કાલીન વિદેશમંત્રી હીના રબ્બાની 2011માં દ્વીપક્ષી મંત્રણા માટે આવ્યા હતા. ગોવામાં તા.4-5 મે ના રોજ શાંધાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠક મળનાર છે. જેમાં પાક ઉપરાંત ચીન, રશિયા, કઝાકીસ્તાન સહિતના આઠ દેશો સામેલ છે.
પાકિસ્તાન વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો 4-5મીએ ભારત આવશે
