લૂંટાયેલા ધનમાં અડધોઅડધ 33 ટ્રિલિયન ડોલરનું ધન ટોચના દસ ટકા ધનિકો પાસે જ ગયું હતું : આજે પણ ગ્લોબલ નોર્થની તુલનાએ ગ્લોબલ સાઉથનું વેતન 85થી 95 ટકા જેટલું ઓછું હોવાનો અભ્યાસ
ઓક્સફામના આંતરરાષ્ટ્રીય રિપોર્ટમાં દાવો કરાયો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.22
- Advertisement -
બ્રિટને 1765થી 1900માં સંસ્થાનવાદના સમય દરમિયાન ભારતમાંથી 64.82 ટ્રિલિયન ડોલરની લૂંટ ચલાવી હતી. તેમાથી અડધી રકમ એટલે કે 33.8 ટ્રિલિયન ડોલરની રકમ દેશના દસ ટકા ધનવાનો પાસે ગઈ. આ જાણકારી ઓક્સફેમ ઇન્ટરનેશનલના વૈશ્વિક અસમાનતા પર ટેકર્સ, નોટ મેકર્સના ટાઇટલ હેઠળના અહેવાલમાં અપાઈ છે. તેને વિશ્વ આર્થિક મંચની બેઠક પહેલા જારી કરાયો છે.
તેમા કેટલાય અભ્યાસો અને સંશોધનપત્રોને ટાંકીને જણાવાયું છે કે અત્યાધુનિક મલ્ટિનેશનલ કંપનીઓ આ સંસ્થાનવાદની દેણ છે.
ઓક્સફેમે જણાવ્યું હતું કે ઐતિહાસિક સંસ્થાનયુગના સમયની અસમાનતા અને લૂંટની વિકૃતિઓએ આધુનિક જીવનશૈલીને આકાર આપ્યો છે. તેણે એક વધુ અસમાનતાવાળા વિશ્વનું નિર્માણ કર્યુ છે. આ એક એવું વિશ્વ છે જે જાતિવાદ પર આધારિત વિભાજનથી ત્રાસેલું છે.
આ એક એવું વિશ્વ છે જે ગ્લોબલ સાઉથ પાસેથી ક્રમશ: ધોરણે સંપત્તિનું દોહન જારી રાખે છે, જેનો લાભ મુખ્યત્વે ગ્લોબલ નોર્થના ધનવાનોને મળે છે.
જુદાજુદા અભ્યાસપત્રો અને સંશોધનોને આધાર બનાવીને ઓક્સફેમે આની ગણતરી કરી છે. ઓક્સફેમે 1765થી 1900ના 100થી પણ વધુ વર્ષો દરમિયાન સંસ્થાનવાદના સમયગાળામાં બ્રિટને ભારતમાંથી લૂંટેલી સંપત્તિ અંગે જાણકારી આપી. તેમા કહેવામાં આવ્યું છે કે સૌથી વધુ ધનવાનો ઉપરાંત સંસ્થાનવાદનો લાભાર્થી ઉભરતો નવોમધ્યમ વર્ગ હતો. સંસ્થાનવાદના જારી પ્રભાવને ઝેરી વૃક્ષનું ઉપનામ આપવામાં આવ્યું છે. ઓક્સફેમે જણાવ્યું હતું કે ભારતની ફક્ત 014 ટકા માતૃભાષાનો ઉપયોગ શિક્ષણના માધ્યમ તરીકે કરી શકાય છે અને 0.35 ટકા ભાષાઓને જ સ્કૂલમાં ભણાવાય છે. ઓક્સફેમે જણાવ્યું હતું કે ઓક્સફેમે ઐતિહાસિક સંસ્થાનવાદી સમયગાળા દરમિયાન જાતિ, ધર્મ, લિંગ, લૈંગિકતા, ભાષા અને ભૂગોળ સહિત કેટલાય અન્ય વિભાજનો તેમજ વિસ્તારનું શોષણ કર્યુ. તેઓની સ્થિતિ અત્યંત જટિલ બનાવી દીધી. ઓક્સફામે જણાવ્યું હતું કે એક સમાન કૌશલ્ય માટે ગ્લોબલ સાઉથના વેતન પણગ્લોપલ નોર્થ કરતાં 87 ટકાથી વઈને 85 ટકા સુધી ઓછા છે.