ખાસ-ખબર સંવાદદાતા
એલિયન્સ પરમાણુ હથિયારો સાથે છેડછાડ કરીને વિશ્વને ત્રીજા વિશ્વયુદ્ધની આગમાં ધકેલી શકે છે. આ સનસનીખેજ દાવો અમેરિકાના પૂર્વ સૈન્ય અધિકારીએ કર્યો છે. આ અધિકારીએ એવો પણ દાવો કર્યો હતો કે તેણે એલિયન્સને પરમાણુ હથિયાર પ્રણાલીઓ સાથે છેડછાડ કરતા જોયા છે. તે ટૂંક સમયમાં આ અંગે પુરાવા રજૂ કરવા જઈ રહ્યો છે.
અમેરિકાના એરફોર્સના ભૂતપૂર્વ અધિકારી રોબર્ટ સાલાસ દાવો કરે છે કે 24 માર્ચ, 1967ના રોજ તેની તમામ દસ આંતરખંડીય બેલિસ્ટિક મિસાઇલો નિષ્ક્રિય કરવામાં આવી હતી. તે સમયે તે મોન્ટાનામાં માલ્મસ્ટ્રોમ એરફોર્સ બેઝમાં ભૂગર્ભ લોન્ચ સિસ્ટમના ફરજ પરના કમાન્ડર હતા. રોબર્ટ સાલાસ દાવો કરે છે કે યુએફઓ પરમાણુ મથકો પર હથિયાર પ્રણાલીઓને પણ નિષ્ક્રિય કરે છે અને પછી મિસાઇલો લોન્ચ કરે છે. જો કે કાઉન્ટિંગ શરૂ થતાં જ લોન્ચિંગ રોકી દેવામાં આવ્યું હતું. સાલાસનું કહેવું છે કે ઠીક આઠ દિવસ પહેલા એટલે કે 16 માર્ચ, 1967ને પણ આ રીતની ઘટના એક અન્ય મિસાઇલ લોન્ચ સિસ્ટમ સાથે થઈ હતી. તેમનો દાવો છે કે એલિયન્સ આમ ત્રીજું વિશ્વ યુદ્ધ કરાવી શકતા હતા.