પોરબંદરના સાંસદે ખાત્રી આપતા આંદોલનનો અંત
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.19
- Advertisement -
જૂનાગઢ શાપુર – સરાડીયા ટ્રેન સેવા શરૂ કરવાની માંગ સાથે બાંટવામાં સામાજીક આગેવાનો દ્વારા છેલ્લા ઘણા સમયથી આંદોલન શરૂ કરવામાં આવ્યુ હતુ અને ધરણા પ્રદર્શન યોજી ટ્રેન શરૂ કરવાની માંગણી કરી રહ્યા હતા. આ વિસ્તારના બિનરાજકીય વ્યક્તિઓ છેલ્લા એક વર્ષથી રેલ મંત્રીને તેમજ સાંસદોને અનેકવાર રજૂઆત કરી હતી. શાપુર સરાડીયા વચ્ચેની 110 વર્ષ જુની રેલ લાઇન ટ્રેક ધોવાતા 41 વર્ષથી આ ટ્રેન સેવા બંધ છે જેના લીધે માણાવદર-બાંટવાના ઉદ્યોગો પડી ભાંગ્યા છે. ત્યારે આ ટ્રેન સેવા પુન: સ્થાપિત થાય તે માટે આંદોલન કરી રહેલા બિનરાજકીય આગેવાનોની મુલાકાતે પોરબંદર સાંસદ રમેશભાઇ ધડુકે મુલાકાત કરી હતી અને આશ્ર્વાસન સાથે ખાત્રી આપતા આ આંદોલન સમેટાયુ હતુ અને આગેવાનોના પારણા કરાવ્યા હતા.