લ 1 દિવસના રિમાન્ડ મંજૂર, દૂધના ટેન્કરમાંથી દારૂનો જથ્થો જખઈએ ઝડપી પાડયો હતો
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.19
મિયાણી મરીન પોલીસ સ્ટેશન વિસ્તારના વિસાવાડા ગામના બસસ્ટેશન આગળ રોડ પરથી એક દૂધનું ટેન્કર પસાર થવાની બાતમી આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ (જખઈ) દ્વારા ગત તા. 9/9/2023ના દરોડો પાડી ટેન્કર માંથી 6,673 વિદેશી દારૂની બોટલ મળી આવી હતી, ટેન્કર સહિત કુલ રૂ.43.70 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.આરોપીઓ નાશી છૂટ્યા હતા. આ પ્રકરણમાં પોલીસે ડ્રાઈવર ને રાજસ્થાનના ઝાલોર જિલ્લા ખાતેથી શોધી કાઢી દબોચી લઇ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપીને અટક કરી કોર્ટમાં રજૂ કરતા આરોપીના 1 દિવસના રિમાન્ડ મંજૂર ₹
થયા છે.
- Advertisement -
રાજસ્થાનનો બુધારા કાલુરામ ગોકલારામ કૈસારામ ગોદારા નામનો આરોપી સામે જુનાગઢ તાલુકા પોલીસ મથકે પ્રોહીબિશનનો ગુન્હો તેમજ ભાવનગર વેળાવદર ભાલ પોલીસ મથકે પ્રોહીબિશનનો ગુન્હો નોંધાયેલ છે.