SOGને અગાઉ બાતમી મળતાં પહેલેથી જ ઘટનાસ્થળે વૉચ
અમીન માર્ગ પર રિદ્ધિ સિદ્ધિ બંગલામાં ગેંગ ચોરીના ઈરાદે ઘૂસી: SOGએ જીવના જોખમે ચોરીની ઘટના અટકાવી
- Advertisement -
ચોરો બંગલામાં ઘૂસતા જ પોલીસે અટકાવ્યા અને ફિલ્મી દૃશ્યો સર્જાયા : એક PSI ઈજાગ્રસ્ત
ખાસ-ખબર સંવાદદાતા
સામાન્ય રીતે ફિલ્મોમાં એવું દેખાડવામાં આવતું હોય છે કે, ચોરી થયા બાદ પોલીસ ત્રાટકતી હોય છે પરંતુ રાજકોટમાં ગઈકાલે અમીન માર્ગ પર જે ઘટના બની તેમાં રાજકોટ એસઓજીને ગેંગ એક બંગલામાં ધાડ પાડશે તેવી બાતમી મળતા પહેલેથી જ ત્યાં પહોંચી ગઈ હતી. ત્યારબાદ તેમાં સામસામે અથડામણ થતા એસઓજીના જાંબાઝ પીએસઆઈ ડી.બી. ખેરને ઈજા થતા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
શહેરના પોશ વિસ્તાર ગણાતા અમીન માર્ગ પર ચિત્રકૂટધામ સોસાયટીમાં શેરી નં.2માં રિદ્ધિ સિદ્ધિ બંગલામાં ગત મધરાતે ધાડપાડુ ગેંગ ચોરી કરવાના ઇરાદે ઘૂસી હતી. આ ધાડપાડુ ગેંગ પાસે ઘાતક હથિયાર પણ હતા. જોકે આ અંગેની જાણ જઘૠ પોલીસને થતા પોલીસ કાફલો દોડી ગયો હતો. આથી ધાડપાડુ ગેંગે પોલીસ પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. બાદમાં મામલો ગંભીર બનતા પોલીસે પણ વળતા જવાબમાં ફાયરિંગ કર્યું હતું. આથી પોલીસ અને ધાડપાડુ ગેંગના સભ્યોને ગોળી વાગતા લોહીની છોળો ઉડી હતી.
- Advertisement -
મોડી રાત્રે ધડાધડ ફાયરિંગનો અવાજ આવ્યો: રાજેશ પટેલ
રિધ્ધિ સિધ્ધિ બંગલામાં રાજેશભાઈ પટેલ તેમના ભાઈ વિજય પટેલ અને જયેશ પટેલ સાથે રહે છે પરિવારમાં કુલ 12 સભ્યો છે. જેમાંથી ત્રણ બાળકો અભ્યાસ અર્થે બહારગામ રહે છે. જયારે 9 સભ્ય આ બંગલામાં રહે છે. ગઈકાલે અમે સાત સભ્યો ઘરમાં હાજર હતા ત્યારે રાત્રે જમી સૌ પોતપોતાના રૂમમાં સુવા માટે ગયા હતા. દરમ્યાન રાત્રે 2.20 વાગ્યે અમારા બંગલા બહાર અવાજ આવ્યો એ સાથે જ ધડાધડ ફાયરીંગનો અવાજ આવ્યો લગભગ ત્રણથી ચાર વાર ફાયરીંગ થયુ હશે. મે બાલ્કનીમાં જઈ જોયુ તો ધાડપાડુ ગેંગ સાથે પોલીસની ઝપાઝપી થઈ રહી હતી. એવામાં અમારા ઘરના સભ્યો પણ જાગી ગયા હતા અને આસપાસના લોકો પણ ઘર બહાર દોડી આવેલા, મેં નીચે પહોંચી જોયુ તો મારા બંગલાના એક દરવાજા પાસે મારી કીયા કારના ટાયર પાસે બે ધાડપાડુ લોહીલુહાણ હાલતમાં પડયા હતા ત્યારે એક પોલીસ મેનને ધાડપાડુએ હાથથી ગળુ દબાવી પકડી રાખેલા તેને છોડાવવા ફાયરીંગ થયુ હોય તેવું મને લાગ્યું. પોલીસની ટીમે અન્ય બે ધાડપાડુને ઝડપી લઈ પોલીસ વાનમાં બેસાડી દીધા હતા. બીજા બે ઈજાગ્રસ્ત આરોપીને 108 મારફત સારવારમાં ખસેડયા હતા. એસઓજીના એક પીએસઆઈને ઈજા થઈ હતી તેને પણ હોસ્પિટલે 108 મારફત લઈ જવાયા હતા.
આ ફાયરિંગમાં SOGના PSI ડી.બી. ખેર અને ધાડપાડુ ગેંગના 2 સભ્યને ગંભીર ઇજા પહોંચી છે. જ્યારે 2 શખ્સને પોલીસે ઝડપી લીધા હતા જ્યારે ફરાર બે આરોપીની ની શોધખોળ હાથ ધરી છે. જાણવા મળતી વિગત મુજબ ધાડપાડુ ગેંગે પોલીસને દબાવી રાખી હતી. આથી વધુ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બાદમાં પોલીસ અને ધાડપાડુ ગેંગ વચ્ચે લોહિયાળ અથડામણ થઈ હતી. ધાડપાડુ ગેંગે પોલીસની રિવોલ્વર પણ આંચકી લેવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ધાડપાડુ ગેંગ ચોરી કરવા આવી હોવાની શંકા ગઈ હતી. આથી પોલીસને ધાડપાડુ ગેંગે દબાવી રાખી હતી. જોકે બાદમાં પોલીસના ધાડેધાડા ઉતારી વિસ્તાર કોર્ડન કર્યો હતો. ધાડપાડુ ગેંગ અને પોલીસ વચ્ચે ઝપાઝપી બાદ ધાડપાડુ ગેંગે ફાયરિંગ શરૂ કરી દીધું હતું. બાદમાં પોલીસે પણ વળતા જવાબમાં ફાયરિંગ કર્યું હતું. જેમાં ઙજઈં ડી.બી. ખેર અને ધાડપાડુ ગેંગના એક સભ્યને કમરમાં ગોળી વાગી અને અન્ય એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યારે 4 ધાડપાડુને પોલીસ દબોચી લીધા હતા.
જવાબી કાર્યવાહીમાં ફાયરિંગ કરવું પડ્યું: DCP પાર્થરાજસિંહ
ઉઈઙ ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ચિત્રકૂટધામ સોસાયટીમાં ધાડપાડુ ગેંગની ટીમ હથિયારોથી સજ્જ થઈને આવી છે તેવી બાતમી મળી હતી. જેને લઈને જઘૠની ટીમ પેટ્રોલિંગમાં હતી તો તુરંત સ્થળ પર પહોંચી હતી. ત્યાં જોતા ધાડપાડુ ગેંગ રિદ્ધિ સિદ્ધિ બંગલામાં ઘૂસી હતી તેવું જાણવા મળ્યું હતું. જેને પડકારતા તે લોકોએ પોલીસ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ ઝપાઝપી થઈ હતી. આથી જવાબી કાર્યવાહીની અંદર પોલીસ દ્વારા જે ફાયરિંગ કરવામાં આવ્યું તેમાં બે ધાડપાડુને ઇજા થયેલી છે. જેની સારવાર હાલ ચાલુ છે અને તેની વિરૂદ્ધ હાલ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
PSI ડી.બી.ખેરની કાબિલેદાદ કામગીરી
ધાડપાડુ ગેંગને ગુનો કરતા અટકાવવા જીવને જોખમમાં મુકી એસઓજીની ટીમના 11 જવાનોએ આ ઓપરેશન પાર પાડયું હતું. જેમાં પીએસઆઈ ડી.બી.ખેરને ગેંગના મેમ્બરે જાનથી મારી નાખવાની કોશીશ પણ કરી હતી. જીવના જોખમે પીએસઆઈએ ચોરોને પકડવાની કોશીશ કરી હતી. ત્યારે ગેંગે સામે વળતા પ્રહારમાં ગણેશીયા અને અન્ય હથિયારથી ડી.બી. ખેરને ઈજા પહોંચાડી છે. સાથે ચોરી અટકાવવામાં એસઓજીના પોલીસ કર્મીઓ ભાનુભાઈ મિયાત્રા, સુભાષભાઈ ઘોઘારી, ફીરોઝભાઈ, દિવ્યરાજસિંહ, કૃષ્ણસિંહ, હાર્દિકસિંહ, કિશનભાઈ સહિતની ટીમના સભ્યોનો સમાવેશ થાય છે.
ગેંગ છેલ્લાં એક માસથી રેકી કરી રહી હતી
પોલીસ પાસેથી મળતી પ્રાથમિક વિગત મુજબ, ધાડપાડુ ગેંગમાં 6થી 7 વ્યક્તિ હતી. આ ગેંગ મધ્યપ્રદેશના જાંબુવાથી આવી હતી. આ અંગે માલવિયાનગર પોલીસે ગુનો નોંધવામાં આવ્યો છે. 4 આરોપીની ધરપકડ, 2 આરોપી સારવાર હેઠળ અને અન્ય આરોપીની શોધખોળ હાથ ધરાઇ છે. આરોપીઓ પાસે રહેલાં ગેરકાયદે 3 હથિયાર પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યાં છે. ગુનાને અંજામ આપતાં પહેલાં આ ગેંગે સીસીટીવી ઢાંકી દીધા હોવાનું જાણવા મળ્યું છે. આ ગેંગ રાજકોટમાં છેલ્લા એક મહિનાથી રેકી રહી હતી અને 10-15 જગ્યાએ લૂંટ કે ચોરી કરવાની ફિરાકમાં હતા. તમામ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.
ઘટનાક્રમ
– લૂંટની બાતમી મળતા પહેલાંથી જ એસઓજીએ વિસ્તારને કોર્ડન કરી વોચ ગોઠવી
– PSI ડી.બી.ખેર સહિત 11 જવાનો લૂંટને નિષ્ફળ બનાવવા પોઈન્ટ પર ગોઠવાયા
– રિદ્ધિ સિદ્ધિ બંગલાનો મુખ્ય દરવાજો બંધ હોવાથી સીડી ગોઠવી ચાર લૂંટારું પહેલાં માળે ઘૂસ્યા
– પાંચમો લૂંટારુંને અંદર પ્રવેશતો જોઈ પોલીસે તરત પડકારાથી અટકાવવા પ્રયાસ કર્યો
– પોલીસને જોઈ લૂંટારુઓએ પથ્થરમારો કરતાં પોલીસે પણ વળતાં જવાબમાં કર્યું ફાયરિંગ
– દેકારો થતાં બંગલામાં રહેતા પરિવારજનો અને આસ-પાસના લોકો જાગી ગયા.
-એક આરોપીએ પીએસઆઈને પકડી તેનું ગળુ દબાવી દીધુ.
– પીએસઆઈ અને બે આરોપી ઈજાગ્રસ્ત થયા
-બન્ને આરોપીને ફાયરીંગમાં ગોળી વાગી, જ્યારે એકની હાલત ગંભીર
-ગેંગના ચાર આરોપીઓ પકડાયા જેમાં બે ઈજાગ્રસ્ત