ટીમ ઈન્ડિયાનો બોલર નવદીપ સૈની તેની ઝડપી ગતિ માટે જાણીતો છે. 2021થી ટીમ ઈન્ડિયાની બહાર રહેલા નવદીપ સૈનીએ ગર્લફ્રેન્ડ સ્વાતિ અસ્થાના સાથે લગ્ન કર્યા છે.
વધુ એક ભારતીય ક્રિકેટરે લગ્ન કરી લીધા છે. ભારતીય ફાસ્ટ બોલર નવદીપ સૈની ગુરુવારે તેની ગર્લફ્રેન્ડ સ્વાતિ અસ્થાના સાથે સાત જન્મના બંધનમાં બંધાઈ ગયો છે. બંનેએ પંજાબી રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. સૈનીએ લગ્નનો ફોટો શેર કર્યો છે.
- Advertisement -
પત્ની સ્વાતિ અસ્થાના સાથે લગ્નનો ફોટો શેર કરતા નવદીપ સૈનીએ સોશિયલ મીડિયા પર લખ્યું, ‘તમારી સાથે, દરેક દિવસ પ્રેમનો દિવસ છે. આજે, અમે કાયમ માટે એક થવાનું નક્કી કર્યું! અમે અમારા જીવનનો નવો અધ્યાય શરૂ કરીએ છીએ, તમારા આશીર્વાદ અને પ્રેમ વરસાવતા રહેજો.’
નવદીપ સૈનીની પત્ની સ્વાતિ અસ્થાના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ખૂબ જ લોકપ્રિય પણ છે. સોશિયલ મીડિયા પર તેના 82 હજારથી વધુ ફોલોઅર્સ છે. તે સોશિયલ મીડિયા પર ફોટા વગેરે શેર કરતી રહે છે.
- Advertisement -
View this post on Instagram
હાલ બંનેની લગ્નની તસ્વીરો ખુબ વાયરલ થઈ છે. જેમાં નવદીપ સૈની અને તેની પત્ની સ્વાતિ અસ્થાના ક્રીમ રંગના લગ્નના પોશાકમાં હતા, નવદીપે ગુલાબી રંગની પાઘડી પહેરી હતી. બંનેએ ક્રિકેટ સ્ટાઈલમાં પોઝ આપતા ફોટો પણ પડાવ્યા હતા.
જણાવી દઈએ કે 31 વર્ષીય નવદીપ સૈની ભારત માટે ત્રણેય ફોર્મેટમાં ક્રિકેટ રમ્યો છે. નવદીપે 2 ટેસ્ટ, 8 ODI અને 11 T20 મેચ રમી છે. જેમાં તેણે અનુક્રમે 4, 6 અને 13 વિકેટ લીધી છે. નવદીપ સૈની IPLમાં રાજસ્થાન રોયલ્સનો ભાગ છે, તેણે 2019માં તેની પ્રથમ IPL સિઝન રમી હતી. નવદીપે આઈપીએલમાં 32 મેચમાં 23 વિકેટ લીધી છે, ગત આઈપીએલ સિઝનમાં તેણે માત્ર 2 મેચ રમી હતી.