તાલુકાની 45 શાળાઓના 90 જેટલા વિદ્યાર્થીઓએ પોતાની વિવિધ કૃતિઓ રજૂ કરી
આત્મ નિર્ભર ભારત, વિજ્ઞાન અને ગણિતના સૂત્રો સાથેની કૃતિઓ તૈયાર કરાઇ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.27
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી ગીર સોમનાથના માર્ગદર્શનમાં બી.આર.સી. ભવન સૂત્રાપાડા દ્વારા ધામળેજ ગામની ધૌમ્ય પે.સેન્ટર શાળા ખાતે સુત્રાપાડા તાલુકા કક્ષાનો ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન મેળો યોજાયો હતો.
આ પ્રદર્શન મેળામાં તાલુકાની 45 શાળાઓના 90 જેટલા વિદ્યાર્થીઓને પોતાની કૃતિઓ રજૂ કરી હતી. પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઇ બારડ સહિતના અગ્રણીઓએ વિદ્યાર્થીઓની કૃતિ નિહાળી હતી અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન મેળામાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રાજવીરસિંહ ઝાલા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અરશીભાઇ ચાવડા સહિતના આગેવાનોની ઉપસ્થિતીમાં શિક્ષણલક્ષી પ્રદર્શન મેળાને ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રદર્શનમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ પ્રોત્સાહક રૂપે આપવામાં આવી હતી.



