હાઇકોર્ટની ટકોર બાદ તંત્ર સફાળું જાગી સંયુક્ત ચેકિંગ શરુ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.6
- Advertisement -
જૂનાગઢ જિલ્લામાં જંગલ સરહદી વિસ્તારમાં વન્ય પ્રાણી સુરક્ષાને ધ્યાને રાખી તપાસ શરુ કરાઈ છે જેમાં થોડા સમય પેહલા માળીયા હાટીના તાલુકામાં ત્રણ સિંહના મોત ખેતર પાસે વીજ કરંટ લાગવાને કારણે ત્રણ સિંહોના મોત થયા હતા જેમાં એક શખ્સની ધરપક્કડ પણ કરવામાં આવી હતી ત્યારે સિંહો સહીત વન્ય પ્રાણીના મોત મામલે હાઇકોર્ટ વન વિભાગ અને રેલવે તંત્ર સામે ભારે નારાજગી સાથે ટકોર કરી હતી ત્યાર બાદ તંત્ર સફાળું જાગીને જંગલ સરહદી વિસ્તારમાં સઘન તપાસ શરૂ કરી છે. જૂનાગઢ જિલ્લામાં જંગલ સરહદી વિસ્તારમાં ગીર પશ્ચિમ વન વિભાગ, પોલીસ વિભાગ, તેમજ પી.જી.વી.સી.એલ.ના સંયુક્ત આયોજન દ્વારા જંગલ વિસ્તારમાં ચકાસણી કરવામાં આવી હતી.
જેમાં જૂનાગઢ તથા ગીર સોમનાથ જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓ બહોળી સંખ્યામાં જોડાયેલા હતા. આ તપાસમાં દરેક વિભાગ સાથે મળીને જંગલમાં સરહદી વિસ્તારમાં એકબીજાના સંકલનમાં રહી વન્ય પ્રાણી સુરક્ષાને ધ્યાને રાખી કામગીરી કરવામાં આવી હતી. જે અંતર્ગત ખેતર, વાળી, ફાર્મ હાઉસ, વાડી વિસ્તારમાં ઈલેક્ટ્રીક તાર ફેન્સીંગ, ખુલ્લા કુવાઓ, બહારના રાજ્ય અને જિલ્લાના મજૂરોના પડાવો, ઉપરાંત રહેઠાણને તપાસ કરવામાં આવ્યા હતા. આ સિવાય વાહનો ચેકિંગ, એસટી સ્ટેશન, રેલ્વે સ્ટેશન અને શક પડતી તમામ જગ્યાઓમાં તપાસણી કરવામાં આવી હતી.