BDDS ટીમે તપાસ કરી સેલને દરિયાકાંઠે નિષ્ક્રિય કર્યો, કોઈ વિસ્ફોટક સામગ્રી મળી નહીં
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.30
વેરાવળમાં કોસ્ટગાર્ડની ઓફિસ સામે આવેલી મેરીટાઇમ બોર્ડની જૂની ઓફિસને તોડવાની કામગીરી દરમિયાન એક શંકાસ્પદ સેલ મળતા આવતા સુરક્ષા એજન્સી હરકત માં આવ્યા હતા.આ અંગે વેરાવળ પીઆઈએ જણાવ્યું હતું કે, મેરીટાઈમ બોર્ડના પોર્ટ અધિકારી હીરેન સોંદરવાએ તરત જ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ ગીર સોમનાથ અને વેરાવળ સિટી પોલીસ સ્ટેશનને જાણ કરી હતી તેમજ શંકાસ્પદ સેલને મેરીટાઈમ બોર્ડની નવી ઓફિસ ખાતે રાખવામાં આવ્યો હતો. એસ.ઓ.જી. શાખા અને વેરાવળ સિટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો. બી.ડી.ડી.એસ. ટીમને બોલાવીને સેલની તપાસ કરાવવામાં આવી હતી.જેમાં સેલમાં કોઈ હાઈ એક્સપ્લોઝિવ કે સર્કિટ નથી. સલામતીના પગલાં રૂપે શંકાસ્પદ સેલને સોમનાથ મરીન પોલીસ સ્ટેશન પાસે દરિયાકાંઠે ખુલ્લી જગ્યામાં લઈ જવામાં આવ્યો. બી.ડી.ડી.એસ. શાખાએ સેલને નિષ્ક્રિય કરી ડિપોસ્ઝ કરેલ હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.



