ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ માણાવદર સીપીઆઇ તરલ ભટ્ટ અને એસઓજી પીઆઇ અને એએસઆઇ દ્વારા બેંક એકાઉન્ટના ખાતા ફ્રીઝ કરવાના ગુનામાં પીઆઇ તરલ ભટ્ટને એટીએસ દ્વારા ઝડપી પાડવામાં આવેલ હતો. ત્યારે સસ્પેન્ડ પીઆઇ તરલ ભટ્ટને વધુ રિમાન્ડ અર્થે કોર્ટમાં રજુ કરતા કોર્ટે વધુ એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
તોડકાંડ મામલે ઝડપાયેલ સસ્પેન્ડ પીઆઇ તરલ ભટ્ટને વધુ એક દિવસના રિમાન્ડ મળતા એટીએસ દ્વારા તેને કરેલા બેન્ક એકાઉન્ટ ફ્રીઝ મામલે વધુ તપાસ શરૂ કરી છે. જયારે તેના મોબાઇલ ડિટેઇલ સહિત ફ્ીઝ કરેલા બેંક એકાઉન્ટ સહિત અનેક બાબતે ઉંડાણ પૂર્વક તપાસ ફરી શરૂ કરી છે. ત્યારે એટીએસ આગામી દિવસોમાં વધુ ખુલાસા કરે તેવુ સામે આવી રહ્યુ છે.