સૌરાષ્ટ્ર-કચ્છને હજુ ગરમીમાંથી રાહત દેખાતી નથી ગઇકાલે પણ અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર ગરમ રહ્યા હતા. પવન સાથે લુ પણ વરસે છે. આજે સવારે પણ તાપ યથાવત છે ત્યારે ગઇકાલે સૌરાષ્ટ્રમાં સૌથી ઉંચુ તાપમાન સુરેન્દ્રનગરમાં 44.3 ડીગ્રી હતું. તો અમરેલીમાં 44 ડિગ્રી અને રાજકોટમાં 43.4 ડીગ્રી હતું.
- Advertisement -
આ સિવાય ભાવનગરમાં 40.2, કેશોદ 38.6, દ્વારકા 33.7, ઓખા 34.2, પોરબંદર 35.6, વેરાવળ 33.6, દીવ 31.8, મહુવામાં 33.8 ડિગ્રી મહતમ તાપમાન હતું. હજુ ગરમીમાં રાહતના કોઇ એંધાણ નથી.