હેમલ વિઠ્ઠલાણી
‘ખાસ-ખબર’એ કર્યો ડાયમંડ કિંગ ગોવિંદભાઈનો સંપર્ક: આવા કોઈ બિઝનેસમાં તેઓ ઈન્વોલ્વ નથી
- Advertisement -
રાજ્યસભાનાં MP ગોવિંદકાકાના નામે જૂનાં સિક્કા અને જૂની ચલણી નોટ ખરીદવાની આપે છે લાલચ
ઑનલાઈન ફ્રોડ-છેતરપિંડીને કોઈ સીમાડા નડતા નથી, તેની કોઈ હદ પણ હોતી નથી. આપણી કલ્પનાશક્તિ કામ કરતી બંધ થઈ જાય અને સ્તબ્ધ થઈ જઈએ. આવા જ એક ફ્રોડનો આજે ‘ખાસ-ખબર’ ભાંડાફોડ કરી રહ્યું છે. વાત જાણે એમ છે કે, સુરતના ડાયમંડ કિંગ અને રાજ્યસભાના સભ્ય, ગોવિંદભાઈ ધોળકિયાના નામનો દુરૂપયોગ કરીને જબરદસ્ત ઑનલાઈન છેતરપિંડી થઈ રહી છે. ‘ઓલ્ડ કોઈન કંપની’ના નામે ચાલતી આ બોગસ કંપની જૂનાં સિક્કા અને જૂની ચલણી નોટોનું કલેકશન કરતાં લોકોને બાટલીમાં ઉતારે છે અને તેઓ જે મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરે છે તે ચોંકાવનારી છે.
ઑનલાઈન ફ્રોડમાં સામાન્ય રીતે બને છે તેમ નકલી ગોવિંદકાકા જે-તે વ્યક્તિને જૂનાં સિક્કા અને ચલણી નોટો તગડાં દામથી ખરીદવાની લાલચ આપે છે અને રિઝર્વ બૅન્કના ચાર્જના નામે બારસો-પંદરસો રૂપિયાથી લઈને બાર-પંદર હજાર રૂપિયા સુધીની રકમનાં ઉઘરાણા કરે છે. આ ચીટરો ગોવિંદભાઈ ધોળકિયાના નામનો એટલી હદે દુરૂપયોગ કરે છે કે, ભલભલા લોકો અંજાઈ જાય, છેતરાઈ જાય.
- Advertisement -
‘ગોવિંદકાકા’એ જ વિડીયો કૉલ પર વાત કરી!: આખરે ચક્કર શું છે?
ગોવિંદકાકાના નામે છેતરપિંડી આચરતા હિન્દીભાષી શખ્સ સાથે ‘ખાસ-ખબર’ના પ્રતિનિધિએ સિક્કા સંગ્રાહક બનીને અનેક વખત વાત કરી હતી અને સિક્કાના તથા ચલણી નોટોના ફોટોઝ મોકલ્યા હતાં. એ પછી વધુ તપાસ કરવા ‘ખાસ-ખબર’ના તંત્રી કિન્નર આચાર્યએ ફ્રોડ શખ્સ સાથે વિડીયો કૉલમાં વાત કરી હતી. વિડીયો કોલમાં ભેજાંબાજ શખ્સે ગોવિંદભાઈનો વિડીયો સીફ્તપૂર્વક ચલાવ્યો હતો જેથી સામેની વ્યક્તિને એવું લાગે કે, જાણે ગોવિંદકાકા જ વાત કરી રહ્યાં છે. આ એક ગજબનાક છેતરપિંડી છે. આવી મોડસ ઑપરેન્ડી અન્ય કયાંય જોવા મળી નથી.
આજે પોલીસ કમિશનરને મળીને રજૂઆત કરીશું: ગોવિંદકાકાના PA સાથે વાતચીત
સુરતના આદરપાત્ર ડાયમંડ બિઝનેસમેન અને દાનવીર ગોવિંદભાઈ ધોળકિયાના નામે થતી છેતરપિંડી અંગે ‘ખાસ-ખબર’એ તેમનાં પર્સનલ આસિસ્ટન્ટ ભાવેશ લાઠિયા સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘આ બાબતે અમે આજે સુરત પોલીસ કમિશનરને મળવાનાં છીએ, આગળની કાર્યવાહી તેમના માર્ગદર્શન મુજબ કરીશું. આ સિક્કાના કે એવા કોઈ વ્યવસાયમાં ગોવિંદકાકા ક્યાંય દૂર-દૂર સુધી સંકળાયેલા નથી.’
કોણ છે ગોવિંદભાઈ ધોળકિયા?
ગોવિંદકાકા તરીકે જાણીતા ગોવિંદ ધોળકિયાએ એસઆરકેની સ્થાપના કરી હતી. વાસ્તવમાં, આ કંપની વિશ્ર્વના અગ્રણી ડાયમંડ ક્રાફ્ટિંગ અને નિકાસ જૂથોમાંની એક છે. એસઆરકેનો આભાર, છ હજારથી વધુ લોકોના જીવન ચાલે છે. અમરેલી જિલ્લાના દુધાળા ગામના રહેવાસી ગોવિંદભાઈ 1970 પહેલા સુરત ગયા હતા અને હીરાના કારીગર તરીકે કામ કરવા લાગ્યા હતા. તેમણે પ્રથમ પાંચ વર્ષ મજૂર તરીકે કામ કર્યું અને પછી હીરા પોલીસ વગેરે સાથે સંકળાયેલા હતા.
ગોવિંદકાકાએ તેમના મિત્રો સાથે મળીને કંપની ખોલવાનું નક્કી કર્યું. આવી સ્થિતિમાં તેમણે રામકૃષ્ણ ડાયમંડ નામની ડાયમંડ કંપની શરૂ કરી, જેના પછી તેમણે ક્યારેય પાછું વળીને જોયું નથી. ઉલ્લેખનીય છે કે, દિવાળીના અવસર પર ગોવિંદકાકાનું નામ પણ ચર્ચામાં રહે છે. તેઓ પોતાના કર્મચારીઓને મોંઘી ભેટ આપવા માટે જાણીતા છે અને રામ મંદિરના નિર્માણ કાર્યમાં પણ મદદ કરી ચૂક્યા છે. તેમણે રામ મંદિર માટે સૌથી વધુ 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. ગોવિંદભાઈ ધોળકિયાએ અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિર માટે હેડલાઈન્સ બનાવી હતી, અને હવે ભાજપે તેમને રાજ્યસભામાં મોકલવાનું નક્કી કર્યું છે. ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ ચૂંટાશે તેવું માનવામાં આવે છે. ગોવિંદભાઈ ધોળકિયાએ રામ મંદિર નિર્માણ માટે સૌથી વધુ 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. તેઓ લાંબા સમયથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (છજજ) સાથે પણ જોડાયેલા છે અને 1992માં કારસેવામાં પણ જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, દિવાળીના અવસર પર ગોવિંદકાકાનું નામ પણ ચર્ચામાં રહે છે. તેઓ પોતાના કર્મચારીઓને મોંઘી ભેટ આપવા માટે જાણીતા છે, અને રામ મંદિરના નિર્માણ કાર્યમાં પણ મદદ કરી ચૂક્યા છે. તેમણે રામ મંદિર માટે સૌથી વધુ 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.
View this post on Instagram
ગોવિંદભાઈના આધારકાર્ડ અને પાનકાર્ડનો પણ દુરૂપયોગ
છેતરપિંડી આચરતાં ભેજાંબાજોએ લોકોને વિશ્ર્વાસ અપાવવા ગોવિંદભાઈ ધોળકિયાના નકલી આધારકાર્ડ અને નકલી પાનકાર્ડ પણ બનાવ્યા છે. સિક્કા વેંચવા માટે ઈન્કવાયરી કરીએ તો ગઠિયો પોતે ગોવિંદભાઈ ધોળકિયા જ છે એવું ઠસાવવા અનેક પુરાવાઓ મોકલી આપે છે. કહેવાની જરૂર નથી કે, આમાંથી મોટાભાગનાં દસ્તાવેજો બોગસ હોય છે. ભેજાંબાજ ગોવિંદકાકાના વિવિધ અગ્રણીઓ સાથેના ફોટોગ્રાફ્સ પણ મોકલે છે- જેમાં નરેન્દ્ર મોદીથી લઈન રતન તાતા સુધીના લોકો સાથેના ગોવિંદકાકાના ફોટોઝ હોય છે.